2 UDB તે સમય દરમિયાન, જ્યારે અન્નાસ અને કાયાફા યરુશાલેમના પ્રમુખ યાજકો હતા, ત્યારે ઈશ્વરે ઝખાર્યાના પુત્ર યોહાન જે રણમાં રહેતો હતો તેની સાથે વાત કરી. BSB BSB: during the high priesthood of Annas and Caiaphas, the word of God came to John son of Zechariah in the wilderness.
3 UDB યોહાન યર્દન નદીની નજીકના વિસ્તારની આસપાસ મુસાફરી કરતો હતો. તે લોકોને કહેતો હતો, "જો તમે ઇચ્છો છો કે ઈશ્વર તમારાં પાપો માફ કરે, તો તમારે પસ્તાવો કરવો જોઈએ; પછી હું તમને બાપ્તિસ્મા આપીશ!" BSB BSB: He went into all the region around the Jordan, preaching a baptism of repentance for the forgiveness of sins,
4 UDB યશાયા પ્રબોધકે લાંબા સમય અગાઉ એક પુસ્તકમાં આ શબ્દો લખ્યા હતા: "રણમાં, કોઇક પોકારી રહ્યું છે: ઈશ્વરનો માર્ગ તૈયાર કરો, તેમના માટે માર્ગ સીધો કરો. BSB BSB: as it is written in the book of the words of Isaiah the prophet: “A voice of one calling in the wilderness, ‘Prepare the way for the Lord, make straight paths for Him.
5 UDB દરેક ખીણ સપાટ કરાશે, અને દરેક પર્વત અને ટેકરીને સમતલ બનાવાશે; વાંકાચૂંકા રસ્તા સીધા કરવામાં આવશે, અને ખાડા-ટેકરાવાળા માર્ગ સપાટ બનાવાશે. BSB BSB: Every valley shall be filled in, and every mountain and hill made low. The crooked ways shall be made straight, and the rough ways smooth.
6 UDB પછી દરેક જણ લોકોને બચાવવાની ઈશ્વરની રીત જોશે." BSB BSB: And all humanity will see God’s salvation.’”
7 UDB યોહાને લોકોનાં જે ટોળા તેના દ્વારા બાપ્તિસ્મા પામવા આવતાં હતાં તેઓને કહ્યું, "તમે લોકો ઝેરી સાપ જેવા દુષ્ટ છો! કોઈએ તમને ચેતવ્યા નથી કે કે જેઓ પાપ કરે છે તેઓને એક દિવસ ઈશ્વર શિક્ષા કરશે, શું કોઈએ ચેતવ્યા છે? તમે એમ ન વિચારશો કે તમે તેમનાથી છટકી શકશો! BSB BSB: Then John said to the crowds coming out to be baptized by him, “You brood of vipers, who warned you to flee from the coming wrath?
8 UDB સારાં ફળ ઉત્પન્ન કરો કે જે દર્શાવે કે તમે ખરેખર તમારા પાપી વર્તનથી પાછા વળ્યા છો! અને પોતાને એમ ન કહો કે, 'અમે ઇબ્રાહિમના વંશજો છીએ!' કારણ કે હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોને પણ ઇબ્રાહિમના વંશજો બનાવી શકે છે! BSB BSB: Produce fruit, then, in keeping with repentance. And do not begin to say to yourselves, ‘We have Abraham as our father.’ For I tell you that out of these stones God can raise up children for Abraham.
9 UDB વૃક્ષોના મૂળમાં પહેલેથી જ કુહાડી મૂકવામાં આવેલી છે, જેથી દરેક વૃક્ષ જે સારા ફળ નહીં આપે તેને કાપી નાંખવામાં આવશે અને અગ્નિમાં ફેંકી દેવામાં આવશે." BSB BSB: The axe lies ready at the root of the trees, and every tree that does not produce good fruit will be cut down and thrown into the fire.”
10 UDB પછી ટોળામાંના કેટલાક લોકોએ તેને પૂછયું, "તો પછી, અમારે શું કરવું જોઈએ?" BSB BSB: The crowds asked him, “What then should we do?”
11 UDB તેણે જવાબ આપ્યો, "જો તમારામાંના કોઈ પાસે બે ઝભ્ભા હોય, તો તેણે જેની પાસે એકપણ વસ્ત્ર ન હોય તેને તે આપે. જો તમારામાંના કોઈ પાસે વધારે ખોરાક હોય, તો તમારે જેની પાસે ખોરાક ન હોય તેને આપવો જોઈએ." BSB BSB: John replied, “Whoever has two tunics should share with him who has none, and whoever has food should do the same.”
12 UDB કેટલાક કર ઉઘરાવનારાઓ પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા. તેઓએ તેને પૂછ્યું, "ઉપદેશક, અમારે શું કરવું જોઈએ?" BSB BSB: Even tax collectors came to be baptized. “Teacher,” they asked, “what should we do?”
13 UDB તેણે તેઓને કહ્યું, "રોમન સરકારે તમને જેટલો કર ઉઘરાવવાનું કહ્યું હોય તેથી વિશેષ કર ન ઉઘરાવો!" BSB BSB: “Collect no more than you are authorized,” he answered.
14 UDB ઘણાં સૈનિકોએ તેને પૂછ્યું, "અને અમારે? અમારે શું કરવું જોઈએ?" તેમણે તેઓને કહ્યું, "લોકોને ડરાવીને તેઓ તમને નાણાંં આપે માટે દબાણ કરશો નહિ, અને કોઈએ કશું ખોટું કર્યું છે એવું માનીને ખોટી રીતે આરોપ મૂકશો નહીં! તમે જેટલી કમાણી કરો છો તેનાથી સંતુષ્ટ રહો." BSB BSB: Then some soldiers asked him, “And what should we do?” “Do not take money by force or false accusation,” he said. “Be content with your wages.”
15 UDB લોકો ઘણી આશા રાખતા હતા કે મસીહ ટૂંક સમયમાં આવશે, અને તેઓમાંના ઘણા એવું વિચારતા હતા કે યોહાન મસીહ હોઈ શકે છે. BSB BSB: The people were waiting expectantly and were all wondering in their hearts if John could be the Christ.
16 UDB પરંતુ યોહાને તે સર્વને કહ્યું, "ના, હું તે નથી. મસીહ મારા કરતાંં ઘણા મહાન છે. તેઓ એટલા મહાન છે કે હું તેમનાં ચંપલની દોરી છોડવાને પણ લાયક નથી! જ્યારે મેં તમારું બાપ્તિસ્મા કર્યું, ત્યારે મેં ફક્ત પાણીનો ઉપયોગ કર્યો. પરંતુ જ્યારે મસીહ આવશે, ત્યારે તેઓ પવિત્ર આત્માથી અને અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે. BSB BSB: John answered all of them: “I baptize you with water, but One more powerful than I will come, the straps of whose sandals I am not worthy to untie. He will baptize you with the Holy Spirit and with fire.
17 UDB સૂપડું તેમના હાથમાં છે, જે સારા દાણાને બિનઉપયોગી ફોતરાંથી અલગ કરવા તૈયાર છે. તેઓ અનાજને પોતાની વખારમાં સલામત રીતે સંગ્રહ કરશે પરંતુ તેઓ ફોતરાંને કદી ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે. BSB BSB: His winnowing fork is in His hand to clear His threshing floor and to gather the wheat into His barn; but He will burn up the chaff with unquenchable fire.”
18 UDB આ પ્રમાણે ઘણી જુદી જુદી રીતે, યોહાને લોકોને પસ્તાવો કરવા અને ઈશ્વર તરફ પાછા ફરવા વિનંતી કરી, કેમ કે તે તેઓને ઈશ્વર તરફથી શુભ સંદેશો જણાવતો હતો. BSB BSB: With these and many other exhortations, John proclaimed the good news to the people.
19 UDB જ્યારે હેરોદ રાજાનો ભાઈ હજુ હયાત હતો તે સમયે તેણે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરી દીધાં હતાં. તે બદલ તથા અન્ય કૃત્યો તેણે કર્યા હતાં તે માટે યોહાને તેને ઠપકો આપ્યો હતો. BSB BSB: But when he rebuked Herod the tetrarch regarding his brother’s wife Herodias and all the evils he had done,
20 UDB પછી હેરોદે તેના સૈનિકો દ્વારા યોહાનને જેલમાં પૂર્યો, જે બીજી ખોટી બાબત હતી. BSB BSB: Herod added this to them all: He locked John up in prison.
21 UDB પરંતુ યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો હતો તે અગાઉ, જ્યારે ઘણા લોકો બાપ્તિસ્મા પામી રહ્યા હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. પછીથી, જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશ ઊઘડી ગયું. BSB BSB: When all the people were being baptized, Jesus was baptized too. And as He was praying, heaven was opened,
22 UDB અને પવિત્ર આત્મા, કબૂતરરૂપે, નીચે આવ્યા અને ઈસુ પર ઊતર્યા. અને "તમે મારા દીકરા છો, તમને હું બહુ પ્રેમ કરું છું. હું તમારાથી ઘણો પ્રસન્ન છુ!" એવું કહીને ઈશ્વર સ્વર્ગમાંથી ઈસુ સાથે બોલ્યા. BSB BSB: and the Holy Spirit descended on Him in a bodily form like a dove. And a voice came from heaven: “You are My beloved Son; in You I am well pleased.”
24 UDB એલી મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. લેવી મલ્ખીનો દીકરો હતો. મેલ્ખી યન્નયનો દીકરો હતો. યન્નય યૂસફનો દીકરો હતો. BSB BSB: the son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph,
25 UDB યૂસફ મત્તિયાનો દીકરો હતો. મત્તિયા આમોસનો દીકરો હતો. આમોસ નાહૂમનો દીકરો હતો. નાહૂમ હેસ્લીનો દીકરો હતો. હેસ્લી નગ્ગયનો દીકરો હતો. BSB BSB: the son of Mattathias, the son of Amos, the son of Nahum, the son of Esli, the son of Naggai,
26 UDB નગ્ગય માહથનો દીકરો હતો.માહથ મત્તિયાનો દીકરો હતો. મત્તિયા શિમઈનો દીકરો હતો. શિમઈ યોસેખનો દીકરો હતો. યોસેખ યોદાનો દીકરો હતો. BSB BSB: the son of Maath, the son of Mattathias, the son of Semein, the son of Josech, the son of Joda,
27 UDB યોદા યોહાનાનનો દીકરો હતો. યોહાનાન રેસાનો દીકરો હતો. રેસા ઝરૂબ્બાબેલનો દીકરો હતો. ઝરૂબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો. શઆલ્તીએલ નેરીનો દીકરો હતો. BSB BSB: the son of Joanan, the son of Rhesa, the son of Zerubbabel, the son of Shealtiel, the son of Neri,
28 UDB નેરી મલ્ખીનો દીકરો હતો. મલ્ખી અદ્દીનો દીકરો હતો. અદ્દી કોસામનો દીકરો હતો. કોસામ અલ્માદામનો દીકરો હતો. અલ્માદામ એરનો દીકરો હતો. BSB BSB: the son of Melchi, the son of Addi, the son of Cosam, the son of Elmadam, the son of Er,
29 UDB એર યેશુનો દીકરો હતો. યેશુ એલીએઝરનો દીકરો હતો. એલીએઝર યોરીમનો દીકરો હતો. યોરીમ મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. BSB BSB: the son of Joshua, the son of Eliezer, the son of Jorim, the son of Matthat, the son of Levi,
30 UDB લેવી શિમયોનનો દીકરો હતો. શિમયોન યહૂદાનો દીકરો હતો. યહૂદા યૂસફનો દીકરો હતો. યૂસફ યોનામનો દીકરો હતો. યોનામ એલ્યાકીમનો દીકરો હતો BSB BSB: the son of Simeon, the son of Judah, the son of Joseph, the son of Jonam, the son of Eliakim,
32 UDB દાઉદ યિશાઈનો દીકરો હતો. યિશાઈ ઓબેદનો દીકરો હતો. ઓબેદ બોઆઝનો દીકરો હતો. બોઆઝ સલ્મોનનો દીકરો હતો. સલ્મોન નાહશોનનો દીકરો હતો. BSB BSB: the son of Jesse, the son of Obed, the son of Boaz, the son of Sala, the son of Nahshon,
33 UDB નાહશોન અમિનાદાબનો દીકરો હતો. અમિનાદાબ અનીનનો દીકરો હતો. અનીન આર્નીનો દીકરો હતો. આર્ની હેસ્રોનનો દીકરો હતો. હેસ્રોન પેરેસનો દીકરો હતો. પેરેસ યહૂદાનો દીકરો હતો. BSB BSB: the son of Amminadab, the son of Admin, the son of Arni, the son of Hezron, the son of Perez, the son of Judah,
34 UDB યહૂદા યાકૂબનો દીકરો હતો. યાકૂબ ઇસહાકનો દીકરો હતો. ઇસહાક ઇબ્રાહિમનો દીકરો હતો ઇબ્રાહિમ તેરાહનો દીકરો હતો. તેરાહ નાહોરનો દીકરો હતો. BSB BSB: the son of Jacob, the son of Isaac, the son of Abraham, the son of Terah, the son of Nahor,
35 UDB નાહોર સરૂગનો દીકરો હતો. સરૂગ રયૂનો દીકરો હતો. રયૂ પેલેગનો દીકરો હતો. પેલેગ એબરનો દીકરો હતો. એબેર શેલાહનો દીકરો હતો BSB BSB: the son of Serug, the son of Reu, the son of Peleg, the son of Eber, the son of Shelah,
37 UDB લામેખ મથૂશેલાનો દીકરો હતો. મથૂશેલા હનોખનો દીકરો હતો. હનોખ યારેદનો દીકરો હતો. યારેદ મહાલાએલનો દીકરો હતો. મહાલાએલ કેનાનનો દીકરો હતો. BSB BSB: the son of Methuselah, the son of Enoch, the son of Jared, the son of Mahalalel, the son of Cainan,