3 UDB અરણ્યમાં જે કોઈ તેમને સાંભળશે તેને તે પોકારશે, 'પ્રભુને આવકારવા માટે તમે પોતાને તૈયાર કરો.'" BSB BSB: “A voice of one calling in the wilderness, ‘Prepare the way for the Lord, make straight paths for Him.’”
4 UDB જે સંદેશવાહક વિષે યશાયાએ લખ્યું તે યોહાન હતો. લોકોએ તેને "બાપ્તિસ્મા આપનાર" કહ્યો. યોહાન અરણ્યમાં હતો; તે લોકોને બાપ્તિસ્મા આપતો હતો અને તેઓને કહેતો હતો, "તમે જે પાપ કર્યા છે તે સંબંધી પસ્તાવો કરો, અને તેને બંધ કરવાનું નક્કી કરો કે જેથી ઈશ્વર તમને માફી આપે." BSB BSB: John the Baptist appeared in the wilderness, preaching a baptism of repentance for the forgiveness of sins.
5 UDB યહૂદિયાના જીલ્લામાંથી અને યરુશાલેમ શહેરમાંથી વિશાળ સંખ્યામાં લોકો યોહાનનું સાંભળવા માટે અરણ્યમાં ગયા. તેઓમાંના ઘણા જેમણે તે સાંભળ્યું તેઓ સહમત થયા કે તેઓએ પાપ કર્યું છે. પછી યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું. BSB BSB: People went out to him from all of Jerusalem and the countryside of Judea. Confessing their sins, they were baptized by him in the Jordan River.
6 UDB યોહાન ઊંટના રૂવાંમાંથી બનાવેલ બરછટ કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. અરણ્યના પ્રદેશમાં જોવા મળતાં તીડો અને મધ તેનો ખોરાક હતો. BSB BSB: John was clothed in camel’s hair, with a leather belt around his waist. His food was locusts and wild honey.
7 UDB તેનો ઉપદેશ આ પ્રમાણે હતો, "બહુ જ થોડા સમયમાં એક જણ આવશે જે અતિ મહાન છે. તેમની સરખામણીમાં હું કંઈ જ નથી. હું નીચો નમીને તેમના ચંપલની દોરી છોડવાને પણ યોગ્ય નથી. BSB BSB: And he proclaimed: “After me will come One more powerful than I, the straps of whose sandals I am not worthy to stoop down and untie.
8 UDB મેં તમારું બાપ્તિસ્મા પાણીથી કર્યું, પણ તેઓ તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી કરશે." BSB BSB: I baptize you with water, but He will baptize you with the Holy Spirit.”
9 UDB યોહાન ઉપદેશ કરતો હતો તે દરમ્યાન, ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાંથી આવ્યા. યોહાન જ્યાં ઉપદેશ કરતો હતો ત્યાં તેઓ આવ્યા અને યોહાને યર્દન નદીમાં તેમને બાપ્તિસ્મા આપ્યું. BSB BSB: In those days Jesus came from Nazareth in Galilee and was baptized by John in the Jordan.
10 UDB ઈસુ જેવા પાણીમાંથી બહાર આવ્યા કે, તરત તેમણે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના આત્માને પોતા પર ઊતરતો જોયો. ઈશ્વરનો આત્મા કબૂતરના રૂપમાં આવ્યો. BSB BSB: As soon as Jesus came up out of the water, He saw the heavens breaking open and the Spirit descending on Him like a dove.
11 UDB ઈશ્વર આકાશમાંથી બોલ્યા અને કહ્યું, "તું મારો પુત્ર છે જેને હું બહુ પ્રેમ કરું છું. હું તારાથી અતિ પ્રસન્ન છું." BSB BSB: And a voice came from heaven: “You are My beloved Son; in You I am well pleased.”
12 UDB પછી ઈશ્વરના આત્માએ ઈસુને અરણ્યમાં મોકલ્યા. BSB BSB: At once the Spirit drove Jesus into the wilderness,
13 UDB તેઓ ત્યાં ચાલીસ દિવસ સુધી રહ્યા હતા. તે સમય દરમ્યાન, શેતાન તેમનું પરીક્ષણ કરતો હતો. તે જગ્યામાં જંગલી પ્રાણીઓ હતાં, અને દૂતો તેમની સેવા કરતા હતા. BSB BSB: and He was there for forty days, being tempted by Satan. He was with the wild animals, and the angels ministered to Him.
15 UDB તેઓ કહેતા હતા, "આખરે સમય આવ્યો છે. ઈશ્વર જલદી એ બતાવશે કે તેઓ રાજા છે. તમે પાપ કર્યું છે માટે દિલગીર થાઓ, અને તે બંધ કરવાનો નિર્ણય કરો, કે જેથી ઈશ્વર તમને માફી આપે. શુભ સમાચાર પર વિશ્વાસ કરો." BSB BSB: “The time is fulfilled,” He said, “and the kingdom of God is near. Repent and believe in the gospel!”
16 UDB એક દિવસે જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે ચાલતા હતા ત્યારે, તેમણે બે માણસો, સિમોન અને સિમોનના ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ પોતાની જાળો સમુદ્રમાં નાખી રહ્યા હતા. તેઓ માછલી પકડીને તથા વેચીને નાણાં કમાતા હતા. BSB BSB: As Jesus was walking beside the Sea of Galilee, He saw Simon and his brother Andrew. They were casting a net into the sea, for they were fishermen.
17 UDB પછી ઈસુએ તેઓને કહ્યું, "મારી સાથે આવો અને જેમ તમે માછલીઓ પકડી રહ્યા છો તેમ હું તમને માણસોને કેવી રીતે પકડવા તે શીખવીશ." BSB BSB: “Come, follow Me,” Jesus said, “and I will make you fishers of men.”
18 UDB તેઓએ તરત જ તેમની જાળો પડતી મૂકી અને તેમની સાથે ગયા. BSB BSB: And at once they left their nets and followed Him.
20 UDB જેવા ઈસુએ તેમને જોયા કે, તેમણે તેઓને તેમની પાછળ આવવા કહ્યું. તેથી તેઓ તેમના પિતા કે જેઓ ભાડૂતી નોકરો સાથે હોડીમાં હતા, તેમને છોડીને ઈસુની સાથે ગયા. BSB BSB: Immediately Jesus called them, and they left their father Zebedee in the boat with the hired men and followed Him.
22 UDB જે તે પોતે જાણે છે તેના પર આધાર રાખતા એક શિક્ષકની જેમ તેમને શીખવ્યું. યહૂદી નિયમના શિક્ષકો કે જેઓ બીજા માણસોએ જે વિવિધ બાબતો શીખવી હોય તેનું પુનરાવર્તન કરે છે, તેઓની માફક તેમણે શીખવ્યું નહિ. BSB BSB: The people were astonished at His teaching, because He taught as one who had authority, and not as the scribes.
23 UDB જ્યાં ઈસુ શીખવતા હતા તે સભાસ્થાનમાં, દુષ્ટાત્માના અંકુશ હેઠળનો એક માણસ હતો. દુષ્ટાત્મા વળગેલા માણસે બૂમો પાડવાની શરુઆત કરી, BSB BSB: Suddenly a man with an unclean spirit cried out in the synagogue:
24 UDB "ઓ! નાસરેથના ઈસુ! અમારે દુષ્ટાત્માઓને તારી સાથે કોઈ લેવા દેવા નથી! શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું કે તું કોણ છે. તું ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છે!" BSB BSB: “What do You want with us, Jesus of Nazareth? Have You come to destroy us? I know who You are—the Holy One of God!”
25 UDB ઈસુએ દુષ્ટ આત્માને ધમકાવતા કહ્યું, "છાનો રહે અને તેનામાંથી નીકળી જા!" BSB BSB: But Jesus rebuked the spirit. “Be silent!” He said. “Come out of him!”
26 UDB દુષ્ટ આત્માએ તે માણસને હિંસક રીતે ધ્રુજાવી નાખ્યો. તેણે મોટેથી બૂમ પાડી, અને પછી તે માણસમાંથી જતો રહ્યો. BSB BSB: At this, the unclean spirit threw the man into convulsions and came out with a loud shriek.
27 UDB ત્યાં જે બધા લોકો હતા તેઓ આશ્ચર્ય પામ્યા. તેના પરિણામે, તેઓએ માંહોમાંહે ચર્ચા કરતા કહ્યું, "આ અદભૂત છે! તેઓ માત્ર નવી રીતે અને અધિકારપૂર્વક શીખવે છે એટલું જ નહિ પણ, તેઓ દુષ્ટ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું સાંભળે છે!" BSB BSB: All the people were amazed and began to ask one another, “What is this? A new teaching with authority! He commands even the unclean spirits, and they obey Him!”
28 UDB ઈસુએ જે કર્યું તેના વિષે લોકોએ તરત જ આખા ગાલીલ જીલ્લામાં બીજા ઘણાઓને કહ્યું. BSB BSB: And the news about Jesus spread quickly through the whole region of Galilee.
30 UDB સિમોનની સાસુ પથારીમાં સૂઈ રહેલી હતી કારણ કે તેને ખૂબ તાવ હતો. તરત જ કોઈકે ઈસુને તેની માંદગી વિષે કહ્યું. BSB BSB: Simon’s mother-in-law was sick in bed with a fever, and they promptly told Jesus about her.
31 UDB ઈસુ તેની પાસે ગયા, તેનો હાથ પકડીને તેને ઊભી થવામાં મદદ કરી. તરત તે તેના તાવમાંથી સાજી થઈ અને તેઓની સેવા કરવા લાગી. BSB BSB: So He went to her, took her by the hand, and helped her up. The fever left her, and she began to serve them.
33 UDB તેથી એવું લાગતું હતું કે જાણે તે નગરમાં રહેનારા બધા જ લોકો સિમોનના ઘરના દરવાજા આગળ એકઠા થયા હોય. BSB BSB: and the whole town gathered at the door.
34 UDB અલગ અલગ પ્રકારના રોગોથી પીડાતા ઘણા બીમાર લોકોને ઈસુએ સાજા કર્યા. તેમણે ઘણા દુષ્ટાત્માઓને પણ લોકોમાંથી નીકળી જવા માટે તાકીદ કરી. તેમણે દુષ્ટાત્માઓને તેમના વિષે લોકોને કંઈ જણાવવા ન દીધું, કારણ કે તેઓ જાણતા હતા કે તે ઈશ્વર પાસેથી મોકલવામાં આવેલા પવિત્ર માણસ છે. BSB BSB: And He healed many who were ill with various diseases and drove out many demons. But He would not allow the demons to speak, because they knew who He was.
35 UDB બીજી સવારે જ્યારે હજુ અંધારું હતું ત્યારે ઈસુ વહેલા ઊઠ્યા. તેઓ ઘરેથી નીકળીને નગરની બહાર જ્યાં કોઈ લોકો ન હોય તેવી જગ્યાએ દૂર ગયા. પછી તેમણે પ્રાર્થના કરી. BSB BSB: Early in the morning, while it was still dark, Jesus got up and went out to a solitary place to pray.
36 UDB સિમોન અને તેના સાથીદારોએ તેમની શોધ કરી. BSB BSB: Simon and his companions went to look for Him,
37 UDB જ્યારે તેઓએ તેમને શોધી કાઢ્યા ત્યારે તેઓએ કહ્યું, "નગરમાં બધા લોકો તમને શોધે છે." BSB BSB: and when they found Him, they said, “Everyone is looking for You!”
38 UDB તેમણે તેઓને કહ્યું, "આપણે પાસેના નગરોમાં જવું જોઈએ કે જેથી હું ત્યાં પણ ઉપદેશ કરી શકું. હું આ કારણથી જ અહીં આવ્યો છું." BSB BSB: But Jesus answered, “Let us go on to the neighboring towns so I can preach there as well, for that is why I have come.”
39 UDB તેથી તેઓ આખા ગાલીલમાં ફર્યા. જ્યાં તેઓ ગયા ત્યાં, ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા હતા અને દુષ્ટાત્માઓને લોકોમાંથી બહાર જવા ફરજ પાડતા હતા. BSB BSB: So He went throughout Galilee, preaching in their synagogues and driving out demons.
41 UDB ઈસુને તેના પર દયા આવી. તેમણે તેમના હાથ લાંબા કરીને તે માણસને સ્પર્શ કર્યો. પછી તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ચાહું છું તેથી, તું સાજો થા!" BSB BSB: Moved with compassion, Jesus reached out His hand and touched the man. “I am willing,” He said. “Be clean!”
42 UDB તરત જ તે માણસ સાજો થયો! તે હવે કુષ્ઠરોગી રહ્યો ન હતો! BSB BSB: And immediately the leprosy left him, and the man was cleansed.
43 UDB તેને પાછો મોકલતાં પહેલાં ઈસુએ તેને સખત શબ્દોમાં તાકીદ કરી. BSB BSB: Jesus promptly sent him away with a stern warning:
44 UDB ઈસુએ આ પ્રમાણે કહ્યું, "હમણાં જે બન્યું તેના વિષે કોઈને કશું કહેતો નહિ. તેના બદલે, યાજક પાસે જા, અને તારી જાતને તેને બતાવ કે જેથી તે તારી તપાસ કરે. પછી મૂસાએ લોકો માટે આપેલી આજ્ઞા પ્રમાણે કુષ્ઠરોગમાંથી સાજા થયેલાએ જે અર્પણ કરવું જોઈએ તે કર. લોકોને માટે તે સાક્ષીરૂપ થશે કે તને સાજાપણું મળ્યું છે." BSB BSB: “See that you don’t tell anyone. But go, show yourself to the priest and present the offering Moses prescribed for your cleansing, as a testimony to them.”
45 UDB પરંતુ તે માણસે ઈસુએ આપેલી સૂચનાનો અમલ કર્યો નહિ. ઈસુએ તેને કેવી રીતે સાજો કર્યો તે વિષે તે લોકોને કહેવા લાગ્યો. તેના પરિણામે, ઈસુ તે નગરોમાં જાહેર રીતે પ્રવેશી શક્યા નહિ કારણ કે લોકોનાં ટોળા તેમને ઘેરી વળતાં હતાં. તેના બદલે, તેઓ નગરની બહારની જગ્યાઓ કે જ્યાં કોઈ રહેતું ન હતું ત્યાં રહ્યા. પરંતુ તે પ્રદેશના લોકોએ તેમની પાસે આવવાનું ચાલું રાખ્યું. BSB BSB: But the man went out and openly began to proclaim and spread the news. Consequently, Jesus could no longer enter a town in plain view, but He stayed out in solitary places. Yet people came to Him from every quarter.