1 UDB જ્યારે ઈસુ તેમના બાર શિષ્યોને તેઓએ શું કરવું તે વિશે સૂચનો આપી રહ્યા, ત્યારે તેમણે તેમને ઇઝરાયલનાં અનેક ગામોમાં મોકલ્યા. પછી તેઓ શિક્ષણ અને ઉપદેશ આપવા ઇઝરાયલના બીજા નગરોમાં ગયા. BSB BSB: After Jesus had finished instructing His twelve disciples, He went on from there to teach and preach in their cities.
3 UDB કે તેઓ તેમને પૂછે, "શું તમે તે જ મસીહ છો કે જેના વિશે પ્રબોધકોએ કહ્યું હતું કે તેઓ આવશે, અથવા શું તે બીજા કોઈ છે કે જેમના આવવાની રાહ અમે જોઈએ?" BSB BSB: to ask Him, “Are You the One who was to come, or should we look for someone else?”
4 UDB ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, "પાછા જાઓ અને હું લોકોને જે કહું છું અને મને જે કામો કરતાં તમે જુઓ છો તેનો અહેવાલ યોહાનને આપો. BSB BSB: Jesus replied, “Go back and report to John what you hear and see:
5 UDB હું અંધજનોને દેખતા કરું છું અને અપંગોને ચાલતા કરું છું. જે લોકોને રક્તપિત્ત હોય તેમને હું સાજા કરું છું. હું બહેરા લોકોને સાંભળતા કરું છું અને મરણ પામેલા લોકોને જીવતા કરું છું. હું ગરીબ લોકોને ઈશ્વરનો શુભ સંદેશ કહું છું. BSB BSB: The blind receive sight, the lame walk, the lepers are cleansed, the deaf hear, the dead are raised, and the good news is preached to the poor.
6 UDB વળી યોહાનને કહો કે હું જે કરું છું તે નાપસંદ હોવા છતાં જેઓ મારા પર વિશ્વાસ કરતાં અટકાતા નથી તેઓ પર પ્રભુ પ્રસન્ન છે." BSB BSB: Blessed is the one who does not fall away on account of Me.”
7 UDB જ્યારે યોહાનના શિષ્યો જતા રહ્યા, ત્યારે ઈસુ લોકોના ટોળા સાથે યોહાન વિશે વાત કરવા લાગ્યા. તેમણે તેઓને કહ્યું, "જ્યારે તમે અરણ્યમાં યોહાનને જોવા ગયા, ત્યારે તમે શું જોવાની આશા સાથે ગયા હતા? તમે પવનથી ડોલતા ઊંચા ઘાસને જોવા ગયા ન હતા, શું તમે તે જોવા ગયા હતા? BSB BSB: As John’s disciples were leaving, Jesus began to speak to the crowds about John: “What did you go out into the wilderness to see? A reed swaying in the wind?
8 UDB તેથી કેવા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખતા હતા? નિશ્ચે મોઘાં વસ્ત્રો પહેરેલા માણસને તો નહીં. ના! તમે સારી રીતે જાણો છો કે જે લોકો તેવાં વસ્ત્રો પહેરે છે તેઓ રાજાના મહેલમાં રહે છે અને અરણ્યમાં નહીં. BSB BSB: Otherwise, what did you go out to see? A man dressed in fine clothes? Look, those who wear fine clothing are found in kings’ palaces.
9 UDB તેથી ખરેખર, કયા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખી હતી? પ્રબોધકને? અરે, હા! પરંતુ મને આ કહેવા દો: યોહાન માત્ર સામાન્ય પ્રબોધક ન હતો. BSB BSB: What then did you go out to see? A prophet? Yes, I tell you, and more than a prophet.
10 UDB તે તો તે જ હતો કે જેના વિષે ઈશ્વરે ઉલ્લેખ કર્યો હતો, અને જેના વિશે કોઈએ શાસ્ત્રમાં લખ્યું અને કહ્યું હતું, 'નોંધ લો! હું મારા સંદેશવાહકને તમારી અગાઉ મોકલું છું કે તે તમારા આવવા સંબંધી લોકોને તૈયાર કરે.' BSB BSB: This is the one about whom it is written: ‘Behold, I will send My messenger ahead of You, who will prepare Your way before You.’
11 UDB આની નોંધ લો: જે લોકો અગાઉ જીવી ગયા છે તેઓમાં, ઈશ્વર કોઈને પણ યોહાન બાપ્તિસ્મી કરતા મોટો ગણતા નથી. જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે ત્યારે જે તેમના રાજ્યમાં ખૂબ ઓછા મહત્વનો છે તે પણ યોહાન કરતાં મોટો હશે. BSB BSB: Truly I tell you, among those born of women there has risen no one greater than John the Baptist. Yet even the least in the kingdom of heaven is greater than he.
12 UDB જ્યારથી યોહાન બાપ્તિસ્મી ઉપદેશ આપવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી, કેટલાક લોકો પોતાની રીતે ઈશ્વરને સ્વર્ગમાંથી તેમની પોતાની રીતે રાજ કરાવવા પ્રયત્ન કરે છે, અને આ હેતુને માટે તેઓ ઘણું બળ વાપરે છે. BSB BSB: From the days of John the Baptist until now, the kingdom of heaven has been subject to violence, and the violent lay claim to it.
13 UDB હું યોહાન વિશે જે સર્વ કહું છું તે તો પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં અને યોહાન બાપ્તિસ્મીના સમય સુધીના નિયમશાસ્ત્રમાં તમે વાંચી શકો છો. BSB BSB: For all the Prophets and the Law prophesied until John.
15 UDB જો તમે આ સમજવા ઇચ્છતા હો, તો મેં હમણાં જે કહ્યું તે વિશે તમારે ધ્યાનથી વિચારવું જ જોઈએ. BSB BSB: He who has ears, let him hear.
16 UDB પરંતુ તમે અને બીજા લોકો કે જેઓ હમણાં જીવિત છો, તેઓ તો મેદાનમાં રમતાં બાળકો જેવા છો. તેઓમાંના અમુક તેમના મિત્રોને બોલાવે છે, BSB BSB: To what can I compare this generation? They are like children sitting in the marketplaces and calling out to others:
17 UDB અને કહે છે, 'અમે તમારા માટે વાંસળી પર આનંદકારક સંગીત વગાડ્યું, પરંતુ તમે નાચવાની ના પાડી! પછી અમે તમારી માટે દફનનાં ગીતો ગાયાં, પરંતુ તમે રડવાની ના પાડી!' BSB BSB: ‘We played the flute for you, and you did not dance; we sang a dirge, and you did not mourn.’
18 UDB હું તમને આ કહું છું કારણ કે તમે યોહાનથી અને મારાથી એમ બંનેથી અસંતુષ્ટ છો! જ્યારે યોહાને આવીને તમને ઉપદેશ આપ્યો, ત્યારે જેમ આપણામાંના ઘણા કરે છે તેમ તેણે સારો ખોરાક ખાધો નહીં અને દ્રાક્ષારસ પીધો નહીં. પરંતુ તમે તેને એમ કહીને નકાર્યો કે, 'એક દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે!' BSB BSB: For John came neither eating nor drinking, and they say, ‘He has a demon!’
19 UDB હું, માણસનો દીકરો, યોહાન જેવો નથી. હું જેમ બીજા લોકો ખોરાક ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે તે પ્રમાણે ખોરાક ખાઉં છું અને દ્રાક્ષારસ પીઉં છું. પરંતુ તમે મારો પણ ઇન્કાર કર્યો અને કહ્યું, 'જુઓ! આ માણસ ઘણું ખાય છે અને ઘણો દ્રાક્ષારસ પીવે છે, અને તે કર ઉઘરાવનારનો અને બીજા પાપીઓનો મિત્ર છે!' પરંતુ જો કોઈ ખરેખર જ્ઞાની હોય તો તે તેનાં સારા કાર્યોથી પોતાને બતાવશે." BSB BSB: The Son of Man came eating and drinking, and they say, ‘Look at this glutton and drunkard, a friend of tax collectors and sinners!’ But wisdom is vindicated by her actions.”
20 UDB ઈસુએ તેમના મોટા ભાગના ચમત્કારો જે નગરોમાં કર્યા હતા, ત્યાંના લોકો હજુ પણ ઈશ્વર તરફ ફરવાની ના પાડતા હતા. તેથી તેઓએ તેમને આમ કહેતા ઠપકો આપ્યો, BSB BSB: Then Jesus began to denounce the cities in which most of His miracles had been performed, because they did not repent.
22 UDB મને તમને આ કહેવા દો: ઈશ્વર તૂર અને સિદોનના દુષ્ટ લોકોને શિક્ષા કરશે, પરંતુ છેલ્લા દિવસે જ્યારે તેઓ સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ તમને ઘણી જ ગંભીર રીતે શિક્ષા કરશે. BSB BSB: But I tell you, it will be more bearable for Tyre and Sidon on the day of judgment than for you.
23 UDB તમે જેઓ કપર-નાહૂમમાં રહો છો તેઓ, તમને પણ મારે કંઇક કહેવાનું છે. શું તમે એવું વિચારો છો કે બીજાઓ તમારી એટલી પ્રશંસા કરશે કે તમે સીધા જ સ્વર્ગમાં જાઓ? તેવું નહીં બને. તેનાથી વિરુદ્ધ, તમે તો સીધા જ નીચે કે જ્યાં ઈશ્વરે મરણ બાદ લોકોને શિક્ષા કરી હોય તે લોકો જ્યાં હોય છે ત્યાં જશો! જો ઘણા સમય અગાઉ મેં તેવા જ ચમત્કાર સદોમમાં કર્યા હોત, તો તે દુષ્ટ લોકોએ નક્કી પાપ કરવાનું બંધ કર્યું હોત, અને તેમનું શહેર અત્યારે પણ અહીં જ હોત. પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. BSB BSB: And you, Capernaum, will you be lifted up to heaven? No, you will be brought down to Hades! For if the miracles that were performed in you had been performed in Sodom, it would have remained to this day.
24 UDB મારે તમને આ કહેવું છે: છેલ્લા દિવસે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે સદોમમાં રહેનારા દુષ્ટ લોકોને શિક્ષા થશે, પરંતુ તેઓ તમને તેના કરતાં પણ વધારે સખત શિક્ષા કરશે." BSB BSB: But I tell you that it will be more bearable for Sodom on the day of judgment than for you.”
25 UDB તે સમયે ઈસુએ પ્રાર્થના કરી, "પિતા, તમે સ્વર્ગ અને પૃથ્વી પરની સર્વ બાબતો પર રાજ કરો છો. હું તમારો આભાર માનું છું કે જે લોકો પોતાને જ્ઞાની અને સુશિક્ષિત માને છે તેઓને આ વાતો જાણવાથી તમે અટકાવ્યા છે. તેના બદલે, જેવી રીતે મોટા જે કંઈ કહે તે નાનાં બાળકો સ્વીકારે છે, તેવા લોકોની આગળ તમે તે સત્ય પ્રગટ કર્યું છે. BSB BSB: At that time Jesus declared, “I praise You, Father, Lord of heaven and earth, because You have hidden these things from the wise and learned, and revealed them to little children.
26 UDB હા, પિતા, તમે તે કર્યું છે કારણ કે તેમ કરવું તે તમને સારું લાગ્યું." BSB BSB: Yes, Father, for this was well-pleasing in Your sight.
27 UDB પછી ઈસુએ લોકોને કહ્યું, "ઈશ્વર, મારા પિતાએ, મારું કાર્ય કરવા માટે મારે જે જાણવાની જરૂર હતી તે પ્રગટ કર્યું છે. હું ખરેખર કોણ છું તે માત્ર મારા પિતા જાણે છે. વધુમાં, માત્ર હું અને તે લોકો કે જેઓની આગળ હું ઈશ્વરને પ્રગટ કરવા ચાહું તેઓ જ તેમને જાણી શકે છે. BSB BSB: All things have been entrusted to Me by My Father. No one knows the Son except the Father, and no one knows the Father except the Son and those to whom the Son chooses to reveal Him.
28 UDB તમે સર્વ કે જેઓ તમારા આગેવાનો જે નિયમો તમને પાળવા કહે છે તે પાળવાનો પ્રયત્ન કરીને થાકી ગયા છો તેઓ તમે, મારી પાસે આવો. તે સર્વથી હું તમને આરામ આપીશ. BSB BSB: Come to Me, all you who are weary and burdened, and I will give you rest.
29 UDB જેમ બળદ તેની ઝૂંસરીને આધીન થાય છે, તેમ તમે મને આધીન થાઓ, અને મારે તમને જે શીખવવું છે તે તમે શીખો. હું કોમળ અને નમ્ર છું, અને તમે ખરેખર આરામ પામશો. BSB BSB: Take My yoke upon you and learn from Me, for I am gentle and humble in heart, and you will find rest for your souls.
30 UDB કારણ કે જે ઝૂંસરી હું આપું છું તે હલકી છે, અને તમે તે સહેલાઇથી ઉંચકી શકશો. BSB BSB: For My yoke is easy and My burden is light.”