1 UDB એક સમયે વિશ્રામવારે, ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જતા હતા. શિષ્યો ખૂબ ભૂખ્યા હતા, તેથી તેઓ કણસલાં તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા, જે માટે મૂસાના નિયમમાં મંજુરી આપવામાં આવેલી હતી. BSB BSB: At that time Jesus went through the grainfields on the Sabbath. His disciples were hungry and began to pick the heads of grain and eat them.
2 UDB તેઓ તેમ કરતા હતા તેવું કેટલાક ફરોશીઓએ જોયું, તેથી તેઓએ ઈસુને કહ્યું, "જુઓ! વિશ્રામના દિવસે તમારા શિષ્યો કામ કરે છે. નિયમશાસ્ત્ર તેની મંજૂરી આપતું નથી!" BSB BSB: When the Pharisees saw this, they said to Him, “Look, Your disciples are doing what is unlawful on the Sabbath.”
4 UDB જે પવિત્ર તંબુમાં તેઓ ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં દાઉદ રાજા પ્રવેશ્યો અને ઈશ્વર સમક્ષ મૂકેલી રોટલી તેણે ખાધી. મૂસાના નિયમ પ્રમાણે, માત્ર યાજકોને જ તે ખાવાની પરવાનગી હતી, પરંતુ દાઉદ અને તેની સાથે જે માણસો હતા તેઓએ તે ખાધી. BSB BSB: He entered the house of God, and he and his companions ate the consecrated bread, which was not lawful for them to eat, but only for the priests.
5 UDB વળી, મૂસાએ જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું હશે, કે જ્યારે તેણે કહ્યું કે યાજકો, વિશ્રામવારના દિવસે આપણા ભક્તિસ્થાનમાં કામ કરવાથી, યહૂદીઓના વિશ્રામવારના નિયમ ન પાળવા છતાં દોષિત ઠરતા નથી. BSB BSB: Or haven’t you read in the Law that on the Sabbath the priests in the temple break the Sabbath and yet are innocent?
6 UDB તેનો શું મતલબ છે તે મને કહેવા દો: હું તમારી પાસે આવ્યો છું, અને હું આ ભક્તિસ્થાન કરતાં વધારે મહત્વનો છું. BSB BSB: But I tell you that One greater than the temple is here.
7 UDB શાસ્ત્રવચનમાં ઈશ્વરે જે વચનો કહ્યાં તે પર તમારે વિચાર કરવો જોઈએ: 'માત્ર બલિદાનો આપો એટલું જ નહીં, પરંતુ હું ઇચ્છું છું કે તમે લોકો સાથે ભલાઈપૂર્વક વર્તો.' તેનો શો અર્થ છે તે જો તમે સમજ્યા હોત, તો મારા શિષ્યો કે જેઓએ કંઈ જ ખોટું કર્યું નથી, તેઓને તમે દોષિત ઠરાવ્યા ન હોત. BSB BSB: If only you had known the meaning of ‘I desire mercy, not sacrifice,’ you would not have condemned the innocent.
8 UDB હું માણસનો દીકરો છું, અને મને વિશ્રામવારના દિવસે લોકોએ શું કરવું તે કહેવાનો અધિકાર છે." BSB BSB: For the Son of Man is Lord of the Sabbath.”
9 UDB તે દિવસે ઈસુ ત્યાંથી નીકળીને, સભાસ્થાનમાં ગયા. BSB BSB: Moving on from there, Jesus entered their synagogue,
10 UDB ત્યાં તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને જોયો. ફરોશીઓ એમ ઇચ્છતા હતા કે તેઓ ઈસુ સાથે વાદવિવાદ કરે, તેથી તેઓમાંના એકે તેમને પૂછ્યું, "શું ઈશ્વર આપણને વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવાની મંજૂરી આપે છે?" તેઓ એવી આશા રાખતા હતા કે કંઇક ખોટું બોલવા દ્વારા ઈસુ પાપ કરે. BSB BSB: and a man with a withered hand was there. In order to accuse Jesus, they asked Him, “Is it lawful to heal on the Sabbath?”
11 UDB તેમણે તેઓને જવાબ આપ્યો, "ધારો કે તમારામાંના કોઈ પાસે માત્ર એક જ ઘેટું હોય, અને વિશ્રામવારના દિવસે તે ઊંડા ખાડામાં પડી જાય. તો શું તમે તેને ત્યાં જ છોડી દેશો? ચોક્કસ તમે તેને ત્યાં પડ્યું નહિ જ રહેવા દો! તમે તેને પકડીને બહાર કાઢશો! BSB BSB: He replied, “If one of you has a sheep and it falls into a pit on the Sabbath, will he not take hold of it and lift it out?
12 UDB પરંતુ વ્યક્તિ તો ઘેટાં કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તેથી કોઈપણ દિવસે અને વિશ્રામવારના દિવસે પણ, માણસને સાજો કરવો તે અવશ્ય સારું જ છે!" BSB BSB: How much more valuable is a man than a sheep! Therefore it is lawful to do good on the Sabbath.”
13 UDB પછી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" તે માણસે તેનો સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો, અને બીજા હાથની જેમ તે સારો થઈ ગયો. BSB BSB: Then Jesus said to the man, “Stretch out your hand.” So he stretched it out, and it was restored to full use, just like the other.
14 UDB પછી ફરોશીઓ સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. તેઓ સાથે મળીને કાવતરું ઘડવા લાગ્યા કે તેઓ ઈસુને કેવી રીતે મારી નાખે. BSB BSB: But the Pharisees went out and plotted how they might kill Jesus.
15 UDB પરંતુ ઈસુ જાણતા હતા કે ફરોશીઓ તેમને મારી નાંખવાની યોજના બનાવતા હતા, તેથી તેઓ શિષ્યોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. મોટું ટોળું કે જેમાં માંદાઓ પણ હતાં, તેઓ ઈસુની પાછળ ગયા અને તેમણે તેઓ સર્વને સાજાં કર્યાં. BSB BSB: Aware of this, Jesus withdrew from that place. Large crowds followed Him, and He healed them all,
16 UDB પરંતુ તેમણે તેઓને દ્રઢતાથી કહ્યું કે તેઓ બીજા લોકોને તેમના વિષે કહે નહીં. BSB BSB: warning them not to make Him known.
18 UDB "મેં જેને પસંદ કર્યો છે, જેને હું પ્રેમ કરું છું અને જે મને પ્રસન્ન કરે છે તે મારો સેવક અહીં છે. હું મારો આત્મા તેનામાં મૂકીશ, અને તે બિન-યહૂદીઓ મધ્યે ન્યાય અને ઉદ્ધાર લાવશે." BSB BSB: “Here is My Servant, whom I have chosen, My beloved, in whom My soul delights. I will put My Spirit on Him, and He will proclaim justice to the nations.
19 UDB તે લોકો સાથે ઝઘડો કરશે નહીં, કે બૂમો પાડશે નહીં. અને તે શેરીઓમાં મોટે અવાજે બોલશો નહીં. BSB BSB: He will not quarrel or cry out; no one will hear His voice in the streets.
20 UDB નબળા લોકો સાથે તે નમ્ર બનશે; જો માણસ મુશ્કેલીથી જીવતો હશે, તો તે તેને મારી નાંખશે નહીં. અને તે લોકોનો તટસ્થતાથી ન્યાય કરશે અને જાહેર કરશે કે તેઓ દોષિત નથી. BSB BSB: A bruised reed He will not break, and a smoldering wick He will not extinguish, till He leads justice to victory.
21 UDB તેથી બિન યહૂદીઓ અવશ્ય તેમના પર વિશ્વાસ કરશે." BSB BSB: In His name the nations will put their hope.”
22 UDB એક દિવસ લોકો ઈસુ પાસે એક માણસ કે જેને દુષ્ટાત્મા વળગેલો હતો અને તેના લીધે તે અંધ હતો અને બોલી શકતો ન હતો તેને લાવ્યા. ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો અને તેને સાજો કર્યો. પછી તે માણસ બોલવા લાગ્યો અને તે દેખતો થયો. BSB BSB: Then a demon-possessed man who was blind and mute was brought to Jesus, and He healed the man so that he could speak and see.
23 UDB જે ટોળાએ તે જોયું તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, "શું આ માણસ મસીહ, દાઉદ રાજાનો વંશજ છે, કે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ?" BSB BSB: The crowds were astounded and asked, “Could this be the Son of David?”
24 UDB જ્યારે ફરોશીઓએ આ ચમત્કાર વિષે સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "તે તો ઈશ્વર નહીં પણ બાલઝબૂલ, જે દુષ્ટાત્માઓનો સરદાર છે, તે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે!" BSB BSB: But when the Pharisees heard this, they said, “Only by Beelzebul, the prince of demons, does this man drive out demons.”
25 UDB પરંતુ ઈસુએ ફરોશીઓ જે વિચારતા હતા તે જાણ્યું. તેથી તેમણે તેઓને કહ્યું, "જો એક દેશના લોકો એકબીજા સાથે લડાઈ કરે, તો તેઓ પોતાના દેશનો નાશ કરશે. એક જ શહેર કે ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે લડે, તો નક્કી તેઓ એક જૂથ કે કુટુંબ તરીકે રહી શકે નહીં. BSB BSB: Knowing their thoughts, Jesus said to them, “Every kingdom divided against itself will be laid waste, and every city or household divided against itself will not stand.
26 UDB તે જ રીતે, જો શેતાન તેના પોતાના દુષ્ટાત્માને કાઢે, તો તે પોતાની સામે જ લડશે. તે પોતાના ચાકરો પર રાજ કરવા સમર્થ રહેશે નહીં! BSB BSB: If Satan drives out Satan, he is divided against himself. How then can his kingdom stand?
27 UDB વધુમાં, જો તે સાચું હોય કે શેતાન મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે, તો શું તે પણ સાચું છે કે તમારા શિષ્યો તેઓને શેતાનના સામર્થ્યથી કાઢે છે? ના! તેથી તેઓ તમારો ન્યાય કરશે કારણ કે તમે બોલ્યા છો કે તેમનાં કાર્યો પાછળ શેતાનનું સામર્થ્ય છે. BSB BSB: And if I drive out demons by Beelzebul, by whom do your sons drive them out? So then, they will be your judges.
28 UDB પરંતુ તે તો ઈશ્વરનો આત્મા છે કે જે મને દુષ્ટાત્માઓ કાઢવા સમર્થ કરે છે, તેથી તે સાબિત થાય છે કે સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ્ય ક્યારનું અહીં હયાત છે. BSB BSB: But if I drive out demons by the Spirit of God, then the kingdom of God has come upon you.
29 UDB હું તમને બતાવીશ કે હું દુષ્ટાત્માને કાઢવા કેમ સક્ષમ છું. જો કોઈ માણસ શેતાન જેવા બળવાન માણસના ઘરમાં જાય અને જો તે, તે બળવાન માણસને પહેલા બાંધે નહીં, તો તે તેની બધી મિલકત લઈ શકતો નથી. પરંતુ જો તે તેને બાંધે, તો પછી તે તેની મિલકત લેવા સક્ષમ બનશે. BSB BSB: Or again, how can anyone enter a strong man’s house and steal his possessions, unless he first ties up the strong man? Then he can plunder his house.
30 UDB કોઈ નિષ્પક્ષ રહી શકે નહિ. જેઓ સ્વીકારતા નથી કે પવિત્ર આત્મા મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે તેઓ મારો વિરોધ કરે છે, અને જેઓ મારા શિષ્યો બનાવવા લોકોને એકત્ર કરતા નથી તેઓ તે લોકોને મારાથી દૂર કરે છે. BSB BSB: He who is not with Me is against Me, and he who does not gather with Me scatters.
31 UDB તમે કહો છો કે મને દુષ્ટાત્માઓ કાઢવા શક્તિમાન કરનાર પવિત્ર આત્મા નથી. તેથી હું તમને આ કહીશ: જેઓ બીજાઓ પ્રતિ અપરાધ કરે છે અને કોઈક રીતે તેઓનું અપમાન કરે છે અને પછી તેઓ દિલગીર થાય છે અને ઈશ્વર પાસે માફી માગે છે, તો ઈશ્વર તેઓને માફ કરશે. પરંતુ જેઓ પવિત્ર આત્માનું અપમાન કરે છે તે લોકોને તેઓ માફ નહિ કરે. BSB BSB: Therefore I tell you, every sin and blasphemy will be forgiven men, but the blasphemy against the Spirit will not be forgiven.
32 UDB જે લોકો મારી, માણસના દીકરાની, ટીકા કરે છે તેઓને ઈશ્વર માફ કરવા તૈયાર છે. પરંતુ હું તમને ચેતવણી આપુ છું કે પવિત્ર આત્મા જે કરે છે તેના વિષે જેઓ દુષ્ટ બાબતો બોલશે તે લોકોને તેઓ માફ નહિ કરે. ઈશ્વર તેઓને હમણાં કે આવનાર દુનિયામાં પણ, માફ નહીં કરે." BSB BSB: Whoever speaks a word against the Son of Man will be forgiven, but whoever speaks against the Holy Spirit will not be forgiven, either in this age or in the one to come.
33 UDB "જ્યારે તમે ઝાડ પરનું ફળ જુઓ, ત્યારે તમે નક્કી કરો છો કે તે ફળ સારું છે કે ખરાબ. જો તે સારું હોય, તો તમે જાણો છો કે તેનું ઝાડ પણ સારું છે. જો હું સારી બાબતો કરું છું, તો તમારે જાણવું જોઈએ કે હું સારો છું કે નહીં. BSB BSB: Make a tree good and its fruit will be good, or make a tree bad and its fruit will be bad, for a tree is known by its fruit.
34 UDB તમે ઝેરી સાપોના બચ્ચા જેવા છો! તમે દુષ્ટ છો તે કારણ તમે કઈ સારું બોલી શકતા નથી. માણસ જે બોલે છે તે બતાવે છે કે તેની અંદર શું છે. BSB BSB: You brood of vipers, how can you who are evil say anything good? For out of the overflow of the heart the mouth speaks.
35 UDB સારા લોકો સારી બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ સારી બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓ તેને બહાર લાવી શકે છે. પરંતુ દુષ્ટ લોકો દુષ્ટ બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ દુષ્ટ બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓએ જ્યાં તેનો સંગ્રહ કર્યો હોય ત્યાંથી બહાર લાવી શકે છે. BSB BSB: The good man brings good things out of his good store of treasure, and the evil man brings evil things out of his evil store of treasure.
36 UDB હું તમને કહું છું કે તે દિવસે જ્યારે ઈશ્વર ન્યાય કરશે, ત્યારે તે લોકોને જે દરેક નકામા શબ્દો તેઓ બોલ્યા હશે તે યાદ કરાવશે, અને તેઓ જે બોલ્યા હશે તેના દ્વારા તેઓ લોકોનો ન્યાય કરશે. BSB BSB: But I tell you that men will give an account on the day of judgment for every careless word they have spoken.
37 UDB તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને ન્યાયી જાહેર કરશે, અથવા તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને દોષિત જાહેર કરશે." BSB BSB: For by your words you will be acquitted, and by your words you will be condemned.”
40 UDB ઈશ્વર યૂનાને પાણીમાંથી બહાર લાવ્યા તે અગાઉ, તે ત્રણ દિવસ અને રાત મોટી માછલીના પેટમાં હતો. તેવી જ રીતે, ઈશ્વર જ્યારે મને, માણસના દીકરાને, જીવિત કરશે, તે અગાઉ હું ત્રણ દિવસ અને રાત પૃથ્વીના ઊંડાણમાં હોઈશ. BSB BSB: For as Jonah was three days and three nights in the belly of the great fish, so the Son of Man will be three days and three nights in the heart of the earth.
41 UDB જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે જે લોકો નિનવે નગરમાં જીવતા હતા તેઓ તમારી બાજુમાં તેમની સામે ઊભા રહેશે. પરંતુ જ્યારે યૂનાએ તેમને ચેતવ્યા ત્યારે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું. હવે હું આવ્યો છું, અને હું યૂના હતો તેના કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી ઈશ્વર તમારો ન્યાય કરશે. BSB BSB: The men of Nineveh will stand at the judgment with this generation and condemn it; for they repented at the preaching of Jonah, and now One greater than Jonah is here.
42 UDB ઘણા સમય અગાઉ, ઇઝરાયલની દક્ષિણથી શેબાની રાણી, સુલેમાન રાજાનું ડહાપણયુક્ત શિક્ષણ સાંભળવા ઘણા દૂરના પ્રદેશથી આવી હતી. હવે હું તમારી મધ્યે આવ્યો છું, અને હું સુલેમાન હતો તે કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે શેબાની રાણી તેમની સામે તમારી બાજુમાં ઊભી હશે, અને તે તમને દોષિત ઠરાવશે." BSB BSB: The Queen of the South will rise at the judgment with this generation and condemn it; for she came from the ends of the earth to hear the wisdom of Solomon, and now One greater than Solomon is here.
43 UDB "કેટલીક વખત જ્યારે દુષ્ટાત્મા વ્યક્તિમાંથી બહાર જાય છે, ત્યારે અન્ય કોઈમાં તે વિસામો લઇ શકે તેને શોધતો, તે ઉજ્જડ પ્રદેશમાં ભટકે છે. જો તેને કોઈ ન મળે, BSB BSB: When an unclean spirit comes out of a man, it passes through arid places seeking rest and does not find it.
44 UDB તો તે પોતાને કહે છે, 'જે વ્યક્તિની અંદર હું રહેતો હતો તેનામાં પાછો જઈશ.' તેથી તે પાછો જાય છે અને ખાતરી કરે છે કે ઈશ્વરનો આત્મા તે માણસના જીવનમાં નથી. તે વ્યક્તિનું જીવન તો તે ઘરના જેવું હશે, કે જે વાળીને ચોખ્ખું કરવામાં આવ્યું હોય અને સર્વ બાબતો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી હોય, પરંતુ તે ખાલી છે. BSB BSB: Then it says, ‘I will return to the house I left.’ On its return, it finds the house vacant, swept clean, and put in order.
45 UDB પછી એ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત અતિ દુષ્ટ એવા દુષ્ટાત્માઓને લાવે છે, અને તેઓ સર્વ તે માણસમાં પ્રવેશે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી, અગાઉ તો તે વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હતી, પણ હવે તે વધારે ખરાબ થશે. તમે દુષ્ટ લોકો કે જેઓએ મને શીખવતા સાંભળ્યો છે તેઓ તમે એ જ અનુભવ કરશો." BSB BSB: Then it goes and brings with it seven other spirits more wicked than itself, and they go in and dwell there. And the final plight of that man is worse than the first. So will it be with this wicked generation.”
46 UDB હજુ તો ઈસુ ટોળા સાથે વાત કરતા હતા, તેટલામાં તેમના માતા અને નાના ભાઈઓ આવ્યા. તેઓ ઘરની બહાર ઊભા રહ્યાં, અને તેઓ તેમની સાથે વાત કરવા માગતાં હતાં. BSB BSB: While Jesus was still speaking to the crowds, His mother and brothers stood outside, wanting to speak to Him.
47 UDB કોઈએ તેમને કહ્યું, "તમારાં માતા અને નાના ભાઈઓ ઘરની બહાર ઊભા છે, અને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે." BSB BSB: Someone told Him, “Look, Your mother and brothers are standing outside, wanting to speak to You.”
48 UDB પછી ઈસુએ તે વ્યક્તિ કે જેણે તેમને તે કહ્યું હતું તેને કહ્યું, "હું તને કહીશ કે મારી માતા અને મારા ભાઈઓ ખરેખર કોણ છે." BSB BSB: But Jesus replied, “Who is My mother, and who are My brothers?”
49 UDB પછી તેમણે શિષ્યો તરફ દર્શાવતાં કહ્યું, "તે આ જ લોકો છે કે જેઓએ મારાં માતા અને ભાઈઓનું સ્થાન લીધું છે. BSB BSB: Pointing to His disciples, He said, “Here are My mother and My brothers.
50 UDB જેઓ મારા સ્વર્ગમાંના પિતા જે ઇચ્છે છે તે કરે છે, તેઓ જ મારા ભાઈઓ, બહેનો અથવા મારી માતાનું સ્થાન લે છે. BSB BSB: For whoever does the will of My Father in heaven is My brother and sister and mother.”