1 UDB તે જ દિવસે, ઈસુ શિષ્યો સાથે જે ઘરમાં તેઓ શીખવતા હતા ત્યાંથી નીકળીને ગાલીલ સમુદ્રને કિનારે ગયા. તેઓ ત્યાં બેઠા, BSB BSB: That same day Jesus went out of the house and sat by the sea.
2 UDB અને તેઓ જે શીખવતા હતા તે સાંભળવા અતિ ઘણું મોટું ટોળું તેમની આસપાસ ભેગું થયું. તેઓને થોડી જગ્યા મળે તેથી તેઓ હોડી પર ચઢ્યા અને તેઓને શીખવવા બેઠા. ટોળાએ કિનારે ઊભા રહીને તેમને સાંભળ્યા. BSB BSB: Such large crowds gathered around Him that He got into a boat and sat down, while all the people stood on the shore.
3 UDB તેમણે તેઓને ઘણાં ઉદાહરણો દ્વારા શીખવ્યું. તેમણે કહ્યું, "સાંભળો! એક માણસ તેના ખેતરમાં બીજ વાવવા ગયો. BSB BSB: And He told them many things in parables, saying, “A farmer went out to sow his seed.
4 UDB જ્યારે તે બીજને જમીન પર વાવતો હતો, ત્યારે કેટલાંક બીજ રસ્તા પર પડ્યાં. પરંતુ કેટલાંક પક્ષીઓ આવ્યાં અને તે બીજ ખાઈ ગયાં. BSB BSB: And as he was sowing, some seed fell along the path, and the birds came and devoured it.
5 UDB બીજાં બીજ ખડક પર કે જ્યાં ઘણી માટી ન હતી ત્યાં પડ્યાં. સૂર્યએ જલદી તે જમીનને ગરમ કરી હતી, તેથી તે બીજ વહેલાં ઉગી નીકળ્યાં. BSB BSB: Some fell on rocky ground, where it did not have much soil. It sprang up quickly because the soil was shallow.
6 UDB પરંતુ જ્યારે નાના છોડ ઊગ્યા, ત્યારે સૂર્યની પ્રખર ગરમીને કારણે તેઓ સુકાઈ ગયાં કારણ કે તેઓનાં મૂળ ઊંડાં ન હતાં. BSB BSB: But when the sun rose, the seedlings were scorched, and they withered because they had no root.
7 UDB બીજાં બીજ કાંટાના જાળાંવાળી જમીન પર પડ્યાં. તે કાંટાના જાળાં નાના છોડ સાથે વધ્યાં, અને તે નાના છોડને દાબી નાખ્યા. BSB BSB: Other seed fell among thorns, which grew up and choked the seedlings.
8 UDB પરંતુ બીજા બીજ સારી જમીન પર પડ્યા, અને છોડ ઊગ્યા અને ઘણું અનાજ ઉત્પન્ન કર્યું. જે બીજ વાવ્યાં હતાં તેના સો ઘણાં બીજા કેટલાક છોડે ઉત્પન્ન કર્યા. કેટલાંક છોડે સાઠ ઘણાં ઉત્પન્ન કર્યા. કેટલાક છોડે ત્રીસ ઘણાં ઉત્પન્ન કર્યાં. BSB BSB: Still other seed fell on good soil and produced a crop—a hundredfold, sixtyfold, or thirtyfold.
9 UDB જો તમે આ સમજવા શક્તિમાન છો, તો મેં જે હમણાં જ કહ્યું તેને તમારે કાળજીપૂર્વક સમજવું જોઈએ." BSB BSB: He who has ears, let him hear.”
10 UDB ત્યારબાદ શિષ્યો ઈસુની પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે તમે ટોળા સાથે વાત કરો છો ત્યારે તમે ઉદાહરણનો ઉપયોગ કેમ કરો છો?" BSB BSB: Then the disciples came to Jesus and asked, “Why do You speak to the people in parables?”
11 UDB તેમણે જવાબ આપ્યો, "અગાઉ ઈશ્વરે જે પ્રગટ કર્યું ન હતું કે તેઓ સ્વર્ગમાંથી કેવી રીતે રાજ કરે છે તે તેઓ તમને પ્રગટ કરી રહ્યા છે. પરંતુ તેઓએ તે હજુ બીજા લોકોને પ્રગટ કર્યું નથી. BSB BSB: He replied, “The knowledge of the mysteries of the kingdom of heaven has been given to you, but not to them.
12 UDB મેં જે કહ્યું તેને જેઓ સમજવા અને તેના વિષે વિચાર કરવા શક્તિમાન છે, તેઓને ઈશ્વર વધારે સમજવા સમર્થ કરશે. પરંતુ મેં જે કહ્યું તે વિષે કાળજીપૂર્વક વિચાર કરવા જેઓ શક્તિમાન નથી તેઓને જે અગાઉથી ખબર છે તે પણ તેઓ ભૂલી જશે. BSB BSB: Whoever has will be given more, and he will have an abundance. Whoever does not have, even what he has will be taken away from him.
13 UDB તેના લીધે જ હું લોકો સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કારણ કે હું જે કરું છું તે તેઓ જુએ છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી, અને હું જે કહું છું તે તેઓ સાંભળે છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી. BSB BSB: This is why I speak to them in parables: ‘Though seeing, they do not see; though hearing, they do not hear or understand.’
14 UDB આ લોકો જે કરે છે તેનાથી ઘણા સમય અગાઉ ઈશ્વરે યશાયા પ્રબોધકને જે બોલવા કહ્યું હતું તે તેઓ પરિપૂર્ણ કરે છે, કે હું જે કહું છું તે તમે સાંભળશો, પરંતુ તેનો અર્થ તમે સમજી શકશો નહીં. હું જે કરું છું તે તમે જોશો, પણ તમે તેનો અર્થ પામી શકશો નહીં. BSB BSB: In them the prophecy of Isaiah is fulfilled: ‘You will be ever hearing but never understanding; you will be ever seeing but never perceiving.
15 UDB ઈશ્વરે યશાયાને આ પણ કહ્યું હતું, "હું જે કહું છું તે આ લોકો સાંભળે છે, પરંતુ તેઓ કદી તે સંદેશ સમજશે નહીં. જોઈ શકે તેવી આંખો તેમની પાસે છે, પરંતુ તેઓ જે જુએ છે તે કદી સ્પષ્ટપણે જોઈ શકશે નહીં. તેમણે પોતાની આંખો બંધ કરી છે તેથી તેઓ નિહાળી શકશે નહીં. તેઓ પોતાની આંખોથી જોઈ શકશે નહીં અને પોતાના કાનથી સાંભળી શકશે નહીં, અને તેઓ સમજી શકશે પણ નહીં. ઈશ્વર કહે છે, "જો તેઓ જોઈ શકતા, સાંભળી શકતા અને સમજી શકતા હોત, તો તેઓ મારી પાસે પાછા ફરત, અને હું તેઓને સાજા કરત." BSB BSB: For this people’s heart has grown callous; they hardly hear with their ears, and they have closed their eyes. Otherwise they might see with their eyes, hear with their ears, understand with their hearts, and turn, and I would heal them.’
16 UDB પરંતુ તમને તો, ઈશ્વરે સમર્થ કર્યા છે કારણ કે મેં જે કર્યું છે તે તમે સ્પષ્ટપણે જાણ્યું છે અને મેં જે કહ્યું તે તમે સમજ્યા છો. BSB BSB: But blessed are your eyes because they see, and your ears because they hear.
17 UDB આની નોંધ લો: અગાઉ થઇ ગયેલા ઘણા પ્રબોધકો અને ધાર્મિક લોકો જે કરતાં તમે મને જુઓ છો તે જોવા રાહ જોતા હતા, પરંતુ તેઓ જોઈ શક્યા નહીં. તમે મને જે કહેતા સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ તે સાંભળી શક્યા નહીં." BSB BSB: For truly I tell you, many prophets and righteous men longed to see what you see but did not see it, and to hear what you hear but did not hear it.
18 UDB મેં જે ઉદાહરણ તમને કહ્યું તેનો અર્થ હું તમને કહું છું તે સાંભળો. BSB BSB: Consider, then, the parable of the sower:
19 UDB ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે કેટલાક લોકો સાંભળે છે પરંતુ સમજતા નથી. તેઓ તો તે માર્ગ કે જ્યાં થોડાંક બીજ પડ્યાં હતાં તેના જેવા છે. શેતાન, જે દુષ્ટ છે તે, આવે છે અને આ લોકોએ જે સાંભળ્યું હોય તે ભુલાવી દે છે. BSB BSB: When anyone hears the message of the kingdom but does not understand it, the evil one comes and snatches away what was sown in his heart. This is the seed sown along the path.
20 UDB કેટલાક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે અને આનંદથી તેને સ્વીકારે છે. તેઓ ખડકાળ જમીન પર પડેલાં બીજ જેવા છે. BSB BSB: The seed sown on rocky ground is the one who hears the word and at once receives it with joy.
21 UDB પરંતુ તે તેમના હૃદયમાં ઊંડાં ઊતર્યા નહિ, તેને કારણે તેઓએ થોડા સમય માટે તેના પર વિશ્વાસ કર્યો. તેઓ તો તે છોડ કે જેનાં મૂળ ઊંડાં નથી તેના જેવા છે. મેં જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરવાને લીધે જ્યારે બીજાઓ તેમની સાથે ખરાબ રીતે વર્તે છે, ત્યારે તેઓ મારી કહેલી વાત પર હવે પછી વિશ્વાસ કરવાનો નકાર કરીને પાપ કરે છે. BSB BSB: But since he has no root, he remains for only a season. When trouble or persecution comes because of the word, he quickly falls away.
22 UDB અમુક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે, પરંતુ તેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેથી તેઓ નાણાં માટે અને નાણાંથી જે ખરીદી શકાય તે વિષે જ ચિંતા કરે છે. તેના પરિણામે, તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે અને ઈશ્વર જે બાબતો તેઓ દ્વારા કરાવવા ઇચ્છે છે, તે તેઓ કરતા નથી. તે લોકો તો એવા બીજ જેવા છે કે જે કાંટાના જાળાંવાળી જમીનમાં પડ્યા છે. BSB BSB: The seed sown among the thorns is the one who hears the word, but the worries of this life and the deceitfulness of wealth choke the word, and it becomes unfruitful.
23 UDB પરંતુ કેટલાક લોકો મારો સંદેશ સાંભળે છે અને સમજે છે. તેઓમાંના કેટલાંક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બાબતો કરે છે, કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બધી વધારે બાબતો કરે છે, અને કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી અતિ ઘણી બાબતો કરે છે. તેઓ તો સારી જમીન કે જ્યાં બીજ પડ્યાં હતાં તેના જેવા છે." BSB BSB: But the seed sown on good soil is the one who hears the word and understands it. He indeed bears fruit and produces a crop—a hundredfold, sixtyfold, or thirtyfold.”
25 UDB જ્યારે તે ચાકરો ઊંઘતા હતા અને જમીનની રખેવાળી કરતા ન હતા, ત્યારે તે જમીનના માલિકનો દુશ્મન આવ્યો અને ઘઉંના દાણા વચ્ચે નકામા ઘાસના બીજ વીખેરીને જતો રહ્યો. BSB BSB: But while everyone was asleep, his enemy came and sowed weeds among the wheat, and slipped away.
26 UDB બીજને ફણગા ફૂટ્યા અને લીલા છોડ ઊગ્યા, ઉંબીઓ આવી. પરંતુ નકામું ઘાસ પણ ઊગ્યું. BSB BSB: When the wheat sprouted and bore grain, then the weeds also appeared.
27 UDB તેથી જમીનદારના ચાકરો આવ્યા અને તેને કહ્યું, 'સાહેબ, તમે અમને સારા દાણા આપ્યા અને તેને જ અમે તમારી જમીનમાં વાવ્યા હતા. તો આ ઘાસ ક્યાંથી આવ્યું?' BSB BSB: The owner’s servants came to him and said, ‘Sir, didn’t you sow good seed in your field? Where then did the weeds come from?’
28 UDB જમીનદારે તેમને કહ્યું, 'મારા દુશ્મને આ કર્યું છે.' તેના નોકરોએ તેને કહ્યું, 'શું તમે એવું ઇચ્છો છો કે અમે ઘાસ ઉખેડી નાખીએ?' BSB BSB: ‘An enemy did this,’ he replied. So the servants asked him, ‘Do you want us to go and pull them up?’
29 UDB તેણે તેઓને કહ્યું, 'ના, તેમ કરશો નહીં, કારણ કે તેમ કરવામાં તમે કેટલાંક ઘઉં ઉખેડી નાંખશો. BSB BSB: ‘No,’ he said, ‘if you pull the weeds now, you might uproot the wheat with them.
30 UDB કાપણીનો સમય આવે ત્યાં સુધી ઘઉં અને ઘાસને સાથે વધવા દો. તે સમયે જે કાપનારાઓ હશે તેમને હું કહીશ, 'પહેલાં ઘાસ ભેગું કરો અને સળગાવવા માટે તેને ભારાઓમાં બાંધો. પછી ઘઉં ભેગા કરો અને તેને મારી વખારોમાં ભરો.'" BSB BSB: Let both grow together until the harvest. At that time I will tell the harvesters: First collect the weeds and tie them in bundles to be burned; then gather the wheat into my barn.’”
31 UDB ઈસુએ આ ઉદાહરણ પણ કહ્યું: "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે, તે તો રાઈનો દાણો કે જેને માણસે પોતાની જમીનમાં વાવ્યો હોય અને ઊગે તેના જેવું છે. BSB BSB: He put before them another parable: “The kingdom of heaven is like a mustard seed that a man took and planted in his field.
32 UDB રાઈનો દાણો લોકો વાવે તે દાણાઓ કરતાં સૌથી નાનો ભલે હોય, પણ અહીં ઇઝરાયલમાં તે ખૂબ મોટો છોડ બને છે. જ્યારે છોડ સંપૂર્ણપણે વધે છે, ત્યારે તેઓ બગીચાના બીજા કોઈ પણ છોડ કરતાં મોટા હશે. તેઓ વૃક્ષો જેટલા મોટા છોડ થશે અને તેઓ એટલા મોટા થશે કે તેની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે." BSB BSB: Although it is the smallest of all seeds, yet it grows into the largest of garden plants and becomes a tree, so that the birds of the air come and nest in its branches.”
33 UDB ઈસુએ તેમના શિષ્યોને આ ઉદાહરણ પણ કહ્યું: "ઈશ્વર જ્યારે સ્વર્ગમાંથી રાજ કરે, ત્યારે તે તો એક સ્ત્રી કે જે રોટલી બનાવે છે તેના જેવું છે. તેણે ચાળીસ કિલો લોટ લીધો અને તેમાં થોડું ખમીર ભેળવ્યું, અને રોટલી ફૂલી." BSB BSB: He told them still another parable: “The kingdom of heaven is like leaven that a woman took and mixed into three measures of flour, until all of it was leavened.”
34 UDB ઈસુએ ટોળાને આ સર્વ બાબતો શીખવવા માટે ઉદાહરણો કહ્યાં. જ્યારે તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે તેઓ તેમને તેમની રીત મુજબ આ પ્રમાણેની વાર્તાઓ કહેતા. BSB BSB: Jesus spoke all these things to the crowds in parables. He did not tell them anything without using a parable.
35 UDB તે પ્રમાણે કરવા દ્વારા, ઈશ્વરે ઘણા સમય અગાઉ પ્રબોધકોમાંના એક પાસે જે લખાવ્યું હતું તે સત્ય ઠર્યું. હું ઉદાહરણોમાં વાત કરીશ; જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી જે વાતો મેં ગુપ્ત રાખી છે તેને શીખવવા માટે હું ઉદાહરણો કહીશ. BSB BSB: So was fulfilled what was spoken through the prophet: “I will open My mouth in parables; I will utter things hidden since the foundation of the world.”
36 UDB ઈસુએ ટોળાને વિદાય કર્યું, ત્યારબાદ તેઓ ઘરમાં ગયા. પછી શિષ્યો તેમની પાસે ગયા અને કહ્યું, "જે ઘાસ ઘઉંની જમીનમાં ઊગ્યું હતું તે વિષે અમને સમજાવો." BSB BSB: Then Jesus dismissed the crowds and went into the house. His disciples came to Him and said, “Explain to us the parable of the weeds in the field.”
37 UDB તેમણે જવાબ આપ્યો, "જેણે સારાં બીજ વાવ્યાં તે મને, માણસના દીકરાને દર્શાવે છે. BSB BSB: He replied, “The One who sows the good seed is the Son of Man.
38 UDB ખેતર આ જગત, કે જ્યાં લોકો રહે છે તેને દર્શાવે છે. સારી રીતે જે બીજ ઊગ્યાં તે એવા લોકો કે જેમના પર ઈશ્વર રાજ કરે છે તે દર્શાવે છે. ઘાસ એવા લોકોને દર્શાવે છે કે જેઓ શેતાન, જે દુષ્ટ છે, તે જે કહે છે તે કરે છે. BSB BSB: The field is the world, and the good seed represents the sons of the kingdom. The weeds are the sons of the evil one,
39 UDB દુશ્મન કે જેણે ઘાસના દાણા વાવ્યા તે શેતાનને દર્શાવે છે. જે સમયે કાપનારાઓ અનાજની કાપણી કરે છે તે તો તે સમય દર્શાવે છે કે જ્યારે જગતનો અંત આવશે. કાપનારાઓ સ્વર્ગદૂતોને દર્શાવે છે. BSB BSB: and the enemy who sows them is the devil. The harvest is the end of the age, and the harvesters are angels.
40 UDB ઘાસને બાંધીને સળગાવવામાં આવે છે. તે તો ઈશ્વર જ્યારે સર્વ લોકોનો ન્યાય કરશે, જગતનો અંત આવશે ત્યારે શું થશે તે દર્શાવે છે. તે તો આના જેવું હશે: BSB BSB: As the weeds are collected and burned in the fire, so will it be at the end of the age.
41 UDB હું, માણસનો દીકરો, મારા સ્વર્ગદૂતોને મોકલીશ, અને જે સર્વ પર હું રાજ કરું છું તેઓમાંથી જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે અને જેઓ ઈશ્વરની ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે તેઓને એકત્ર કરશે. BSB BSB: The Son of Man will send out His angels, and they will weed out of His kingdom every cause of sin and all who practice lawlessness.
42 UDB સ્વર્ગદૂતો તે લોકોને નર્કના અગ્નિમાં નાખશે. ત્યાં તે લોકો જે ભયંકર પીડા ભોગવે છે તેને કારણે રડશે અને પોતાના દાંત પીસશે. BSB BSB: And they will throw them into the fiery furnace, where there will be weeping and gnashing of teeth.
43 UDB તો પણ, જે લોકો ઈશ્વર જે રીતે ઇચ્છે છે તે રીતે જીવશે તેઓ જેમ સૂર્ય તેજસ્વી પ્રકાશથી પ્રકાશે છે તેમ પ્રકાશશે. તેઓ પ્રકાશશે કારણ કે ઈશ્વર, તેમના પિતા, તેમના પર રાજ કરશે. જો તમે આ સમજવા સક્ષમ હો, તો મેં હમણાં જે કહ્યું તે તમારે ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ." BSB BSB: Then the righteous will shine like the sun in the kingdom of their Father. He who has ears, let him hear.
44 UDB "ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક માણસ કે જેને બીજા માણસે સંતાડેલો ખજાનો મળે છે તેના જેવું કિંમતી છે. જ્યારે તે માણસ તેને ખોદે છે, ત્યારે તે ફરી તેને જમીનમાં દાટે છે જેથી બીજા કોઈને તે મળે નહીં. પછી તે ગયો અને તેની સર્વ સંપત્તિ વેચી નાંખી કે જેથી તેને નાણાં મળે કે તે તે જમીન ખરીદે. તે જાય છે અને તે જમીન ખરીદે છે, અને તેથી તે ખજાનો ખરીદવા સક્ષમ બને. BSB BSB: The kingdom of heaven is like treasure hidden in a field. When a man found it, he hid it again, and in his joy he went and sold all he had and bought that field.
45 UDB વળી, ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક વેપારી કે જે સારી ગુણવત્તાવાળા મોતીની તપાસમાં હોય તેના જેવું છે. BSB BSB: Again, the kingdom of heaven is like a merchant in search of fine pearls.
46 UDB જ્યારે તે વેચવા માટેનું એક મૂલ્યવાન મોતી જુએ છે, ત્યારે તે મોતી ખરીદવા પૂરતાં નાણાં મેળવવા તેણે તેની સર્વ સંપત્તિ વેચી નાંખી. પછી તે ગયો અને તે મોતી ખરીદ્યું. BSB BSB: When he found one very precious pearl, he went away and sold all he had and bought it.
47 UDB જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી શાસન કરે છે ત્યારે તે તો જાણે અમુક માછીમારો જ્યારે મોટી જાળોમાં સર્વ પ્રકારની સારી અને ખરાબ માછલીઓ સરોવરમાંથી પકડે છે તેના જેવું છે. BSB BSB: Once again, the kingdom of heaven is like a net that was cast into the sea and caught all kinds of fish.
48 UDB જ્યારે જાળો ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા. પછી તેઓ ત્યાં બેઠા અને સારી માછલીઓને તેમણે ટોપલીમાં ભરી, પરંતુ ખરાબ માછલીઓને નાંખી દીધી. BSB BSB: When it was full, the men pulled it ashore. Then they sat down and sorted the good fish into containers, but threw the bad away.
49 UDB આ તો તેના જેવું છે કે જ્યારે દુનિયાનો અંત આવશે ત્યારે લોકોનું આવું જ થશે. જ્યાં ઈશ્વર લોકોનો ન્યાય કરતા હશે ત્યાં સ્વર્ગદૂતો આવશે અને ન્યાયીઓને દુષ્ટોથી અલગ કરશે. BSB BSB: So will it be at the end of the age: The angels will come and separate the wicked from the righteous
50 UDB તેઓ દુષ્ટ લોકોને નર્કના અગ્નિમાં ફેંકશે. અને તે દુષ્ટ લોકો તેમની અસહ્ય પીડા અને કષ્ટના લીધે રડશે અને પોતાના દાંત પીસશે." BSB BSB: and throw them into the fiery furnace, where there will be weeping and gnashing of teeth.
51 UDB પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, "આ સર્વ ઉદાહરણો કે જે મેં તમને કહ્યાં છે તે શું તમે સમજ્યા?" તેઓએ તેમને કહ્યું, "હા, અમે તે સમજ્યા. BSB BSB: Have you understood all these things?” “Yes,” they answered.
52 UDB પછી તેમણે કહ્યું, "જે શિક્ષકો અને અર્થઘટન કરનારાઓ આ ઉદાહરણો સમજ્યા અને સ્વર્ગમાંથી ઈશ્વરના રાજમાં તેમણે તે પ્રમાણે વર્તન કર્યું તેઓ એ ઘર માલિક કે જે તેના ભંડારમાંથી જૂની અને નવી બંને વસ્તુઓને બહાર કાઢે છે તેના જેવા છે." BSB BSB: Then He told them, “For this reason, every scribe who has been discipled in the kingdom of heaven is like a homeowner who brings out of his storeroom new treasures as well as old.”
53 UDB જ્યારે ઈસુ તે ઉદાહરણો કહી રહ્યા, ત્યારે શિષ્યોને લઇને તે પ્રદેશમાંથી ચાલ્યા ગયા. BSB BSB: When Jesus had finished these parables, He withdrew from that place.
54 UDB પછી તેઓ નાસરેથ નગર કે જે ઈસુનું વતન હતું તેમાં ગયા. વિશ્રામવારના દિવસે તેઓ લોકોને સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેના પરિણામે, લોકો આશ્ચર્યચકિત થયા. પરંતુ કેટલાંકે કહ્યું, "આ માણસ આપણા જેવી સામાન્ય વ્યક્તિ છે! તેથી તે આટલું બધું જાણે અને સમજે તે કેવી રીતે શક્ય છે? અને કેવી રીતે તે આટલા બધા ચમત્કાર કરી શકે? BSB BSB: Coming to His hometown, He taught the people in their synagogue, and they were astonished. “Where did this man get such wisdom and miraculous powers?” they asked.
56 UDB અને તેમની બહેનો પણ અહીં આપણા શહેરમાં રહે છે. તેથી કેવી રીતે તેઓ આવું શીખવી શકે અને આ સર્વ બાબતો કરી શકે?" BSB BSB: Aren’t all His sisters with us as well? Where then did this man get all these things?”
57 UDB ઈસુ પાસે તે અધિકાર છે તેવું તે લોકોએ સ્વીકારવાનો નકાર કર્યો. તેથી ઈસુએ તેઓને કહ્યું, "લોકો મને માન આપે છે અને બીજા પ્રબોધકો અન્યત્ર બધે માન પામે છે, પરંતુ આપણા પોતાના વતનમાં આપણે માન પામતા નથી, અને આપણું પોતાનું કુટુંબ પણ આપણને માન આપતું નથી!" BSB BSB: And they took offense at Him. But Jesus said to them, “Only in his hometown and in his own household is a prophet without honor.”
58 UDB ઈસુએ ત્યાં ઘણા ચમત્કારો કર્યા નહીં કેમ કે ઈસુ પાસે એવો અધિકાર છે તેવો વિશ્વાસ લોકોએ કર્યો નહિ. BSB BSB: And He did not do many miracles there, because of their unbelief.