1 UDB મારા સાથી વિશ્વાસીઓ, હું અંત:કરણથી ઇચ્છા રાખું છું અને ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરું છું કે તેઓ મારા યહૂદી લોકોને બચાવે. BSB BSB: Brothers, my heart’s desire and prayer to God for the Israelites is for their salvation.
2 UDB હું તેઓના વિષે સત્યતાથી જાહેર કરું છું કે, જો કે તેઓ આતુરતાથી ઈશ્વરને શોધે છે, તો પણ યોગ્ય રીતે ઈશ્વરને કેવી રીતે શોધવા તે તેઓ સમજી શકતા નથી. BSB BSB: For I testify about them that they are zealous for God, but not on the basis of knowledge.
3 UDB તેઓ જાણતા નથી કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી ઠરાવે છે. તેઓ પોતાને ઈશ્વર સાથે યોગ્ય બનાવવા માગે છે તેથી ઈશ્વર તેમને માટે જે કરવા માંગે છે તેને તેઓ સ્વીકારતા નથી. BSB BSB: Because they were ignorant of God’s righteousness and sought to establish their own, they did not submit to God’s righteousness.
4 UDB ખ્રિસ્તે સંપૂર્ણપણે નિયમનું પાલન કર્યું કે જેથી જેઓ તેમનામાં વિશ્વાસ કરે તેઓને તે ઈશ્વરની સાથે ન્યાયી ઠરાવે. તેથી નિયમ હવે જરૂરી નથી. BSB BSB: For Christ is the end of the law, to bring righteousness to everyone who believes.
5 UDB મૂસાએ તે લોકો વિષે લખ્યું જેઓએ ઈશ્વરના બધા જ નિયમો પાળવાનો પ્રયત્ન કર્યો કે જે કહે છે કે "જે લોકોએ સંપૂર્ણપણે નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે કાર્ય કર્યું છે તેઓ સદાકાળ જીવશે." BSB BSB: For concerning the righteousness that is by the law, Moses writes: “The man who does these things will live by them.”
6 UDB પરંતુ જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે કારણે ઈશ્વરે તેઓને પોતાની સાથે ન્યાયી ઠરાવ્યા તેઓને મૂસા કહે છે, ખ્રિસ્તને આપણી પાસે નીચે લાવવા, "કોઈએ સ્વર્ગમાં જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ," BSB BSB: But the righteousness that is by faith says: “Do not say in your heart, ‘Who will ascend into heaven?’ (that is, to bring Christ down)
7 UDB મૂસા તેઓને આ પણ કહે છે: "ખ્રિસ્તને આપણા માટે મૂએલામાંથી પાછા લાવવા માટે," નીચે, જ્યાં મૃત્યુ પામેલા લોકો છે ત્યાં જવાની કોઈએ કોશિશ ન કરવી જોઈએ". BSB BSB: or, ‘Who will descend into the Abyss?’ (that is, to bring Christ up from the dead).”
8 UDB પણ તેને બદલે, જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ મૂસાએ જે લખ્યું તે કહી શકે કે: "તમે ઈશ્વરના સંદેશ વિષે બહુ સહેલાઈથી શોધી કાઢી શકો. તમે તેમના સંબંધી વાત કરી શકો અને તે સંબંધી વિચારી શકો છો." આ તે જ સંદેશો છે જે અમે પ્રગટ કરીએ છીએ એટલે કે લોકોએ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. BSB BSB: But what does it say? “The word is near you; it is in your mouth and in your heart,” that is, the word of faith we are proclaiming:
9 UDB આ સંદેશો તો એ છે કે, જો તમારામાંના કોઈ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે તેમ કબૂલ કરે, અને તમે ખરેખર વિશ્વાસ કરો કે ઈશ્વરે તેમને મૂએલામાંથી ઉઠાડ્યા, તો તેઓ તમને બચાવશે. BSB BSB: that if you confess with your mouth, “Jesus is Lord,” and believe in your heart that God raised Him from the dead, you will be saved.
10 UDB જો લોકો આ બાબતો પર વિશ્વાસ કરે તો, ઈશ્વર તેઓને પોતાની સાથે ન્યાયી ગણશે. અને જેઓ જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે તેઓને ઈશ્વર બચાવશે. BSB BSB: For with your heart you believe and are justified, and with your mouth you confess and are saved.
11 UDB શાસ્ત્રમાં ખ્રિસ્ત સંબંધી લખ્યું છે કે, "જે કોઈ તેમનામાં વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહીં કે શરમાશે નહીં." BSB BSB: It is just as the Scripture says: “Anyone who believes in Him will never be put to shame.”
12 UDB આ રીતે, ઈશ્વર યહૂદીઓને અને બિન યહૂદીઓને સરખા ગણે છે. સર્વ લોકોને માટે તેઓ એક જ પ્રભુ છે કે જેના પર લોકો વિશ્વાસ કરે છે તે કારણે જેઓ તેમને મદદ કરવા કહે છે તે સર્વને તેઓ ઘણી મદદ કરે છે. BSB BSB: For there is no difference between Jew and Greek: The same Lord is Lord of all, and gives richly to all who call on Him,
14 UDB મોટા ભાગના લોકોએ ચોક્કસપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, અને કેટલાક લોકો સમજાવવાનો પ્રયત્ન કરે કે શા માટે તેઓએ વિશ્વાસ કર્યો નથી. તેઓ કહેશે, "જો પ્રથમ તેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ન હોય તો લોકો તેમને મદદ કરવા કહી ન શકે! અને જો તેઓએ ખ્રિસ્ત સંબંધી સાંભળ્યું ન હોય તો તેઓ ચોક્કસપણે તેમના પર વિશ્વાસ કરી ન શકે! અને જો કોઈ ખ્રિસ્ત સંબંધી તેઓને ઉપદેશ ન કરે તો તેઓ તેમના સંબંધી જરૂર સાંભળી ન શકે! BSB BSB: How then can they call on the One in whom they have not believed? And how can they believe in the One of whom they have not heard? And how can they hear without someone to preach?
15 UDB અને જો ઈશ્વર તેઓને મોકલતા નથી તો, જેઓ તેમને ખ્રિસ્ત સંબંધી ઉપદેશ કરી શકે તેઓ નિશ્ચિતપણે તેમ કરી શકતા નથી. પરંતુ જો અમુક વિશ્વાસીઓએ તેઓને ઉપદેશ કર્યો હોત, તો જેમ શાસ્ત્ર કહે છે તેમ બન્યું હોત: "જ્યારે લોકો આવીને શુભ સંદેશ પ્રગટ કરે તે અદભુત છે!'" BSB BSB: And how can they preach unless they are sent? As it is written: “How beautiful are the feet of those who bring good news!”
16 UDB જેઓ આ પ્રકારની વાતો કરે છે તેઓને હું આ રીતે જવાબ આપીશ: ઈશ્વરે ખ્રિસ્ત સંબંધી સંદેશ પ્રગટ કરવા ખરેખર લોકોને મોકલ્યા હતા. પણ બધા જ ઇઝરાયેલી લોકોએ શુભ સંદેશ પર ધ્યાન આપ્યું નથી! એ તો જ્યારે યશાયા બહુ નિરાશ થયો ત્યારે તેણે જે કહ્યું તેના જેવું છે: "હે પ્રભુ, અમે જે ઉપદેશ કર્યો તે જેઓએ સાંભળ્યો તેઓમાંના કોઈએ વિશ્વાસ કર્યો હોય એમ લાગતું નથી!" BSB BSB: But not all of them welcomed the good news. For Isaiah says, “Lord, who has believed our message?”
17 UDB તો પછી, હું તમને કહું છું કે લોકો ખ્રિસ્ત વિષે સાંભળે છે તે કારણે તેમના પર વિશ્વાસ કરે છે, અને બીજાઓ ખ્રિસ્ત વિષે ઉપદેશ કરે છે તે કારણે લોકો સંદેશ સાંભળી રહ્યા છે! BSB BSB: Consequently, faith comes by hearing, and hearing by the word of Christ.
18 UDB પણ જો કોઈક તે લોકોને કહે કે, "ઇઝરાયેલીઓએ જરૂર આ સંદેશ સાંભળ્યો છે," તો હું કહીશ કે, "હા, ખરેખર! તે તો શાસ્ત્રવચન કહે છે તેના જેવુ છે: "સમગ્ર દુનિયામાં રહેનારા લોકોએ સૃષ્ટિ જોઈ છે, અને તે ઈશ્વર વિષે જે સાબિત કરે છે તે જોયું છે અને પૃથ્વીના દૂરદૂરના ભાગોમાં રહેનારા લોકો પણ આ સમજ્યા છે!" BSB BSB: But I ask, did they not hear? Indeed they did: “Their voice has gone out into all the earth, their words to the ends of the world.”
19 UDB તેથી વિશેષ એ સાચું છે કે ઇઝરાયલીઓએ ખરેખર આ સંદેશ સાંભળ્યો છે. તેઓ તેને સમજ્યા પણ છે, પરંતુ તેઓએ તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો. યાદ કરો કે લોકોને આ પ્રમાણે ચેતવણી આપનારામાં મૂસા પ્રથમ હતો. તેણે તેઓને જણાવ્યું કે ઈશ્વર આ પ્રમાણે કહે છે, "તમે માનો છો કે બિનયહૂદી રાષ્ટ્રો તો ખરાં રાષ્ટ્રો છે જ નહીં. પરંતુ તેઓમાંના કેટલાક મારા પર વિશ્વાસ કરશે, અને હું તેમને આશીર્વાદ આપીશ. ત્યારે તે લોકો જેમને તમે ધારો છો કે તેઓ મને સમજતા નથી, તેમની તમને ઈર્ષા આવશે અને તમે તેમના પર ગુસ્સે થશો." BSB BSB: I ask instead, did Israel not understand? First, Moses says: “I will make you jealous by those who are not a nation; I will make you angry by a nation without understanding.”
20 UDB એ પણ યાદ કરો કે, ઈશ્વર યશાયા મારફતે બહુ હિમ્મતથી બોલ્યા છે કે, "બિનયહૂદીઓ જેમણે મને જાણવાની કોશિશ કરી નહીં તેઓ જરૂર મને શોધી કાઢશે! જેઓ મને પોકારતા નથી તેઓને હું જેવો છું તેવો ચોક્કસ પ્રગટ કરીશ" BSB BSB: And Isaiah boldly says: “I was found by those who did not seek Me; I revealed Myself to those who did not ask for Me.”
21 UDB પણ ઈશ્વર ઇઝરાયેલીઓ સંબંધી પણ કહે છે. તેઓ કહે છે, "જે લોકોએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો અને મારી વિરુદ્ધ બંડ કર્યું, તેઓને મારા ભણી પાછા આવવા આમંત્રિત કરવા મેં લાંબા સમય સુધી તેઓ તરફ મારા હાથ લાંબા કર્યા છે." BSB BSB: But as for Israel he says: “All day long I have held out My hands to a disobedient and obstinate people.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.