2 UDB હું તમને કહું છું કે મારા સાથી ઇઝરાયલીઓ માટે મને ભારે અને ઊંડી વેદના થાય છે. BSB BSB: I have deep sorrow and unceasing anguish in my heart.
3 UDB જો મારા સાથી ઇઝરાયલીઓ, મારા સ્વાભાવિક સંબંધીઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો તે માટે ઈશ્વરનો શાપ વહોરવા અને ખ્રિસ્તથી સદાકાળ અલગ થવા હું અંગત રીતે તૈયાર છું. BSB BSB: For I could wish that I myself were cursed and cut off from Christ for the sake of my brothers, my own flesh and blood,
5 UDB આપણા પૂર્વજો, ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આપણા રાષ્ટ્રની શરૂઆત કરવા ઈશ્વરે પસંદ કર્યા. અને સૌથી મહત્વનું એ છે કે આપણ ઇઝરાયલીઓમાંથી જ ખ્રિસ્ત માનવ દેહે જન્મ્યા. ઈસુ એકલા જ સર્વકાળ સ્તુતિ કરવા યોગ્ય ઈશ્વર છે! આ સત્ય છે! BSB BSB: Theirs are the patriarchs, and from them proceeds the human descent of Christ, who is God over all, forever worthy of praise! Amen.
6 UDB ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આશાવચન આપ્યું હતું કે તેમના વંશજો ઈશ્વરના સર્વ આશીર્વાદોનો વારસો પ્રાપ્ત કરશે. પણ, જો કે મોટા ભાગના મારા સાથી ઇઝરાયલીઓએ ખ્રિસ્તનો નકાર કર્યો, તોપણ તે બાબત એવું સાબિત કરતી નથી કે ઈશ્વર પોતાના આપેલ વચન સંબંધી નિષ્ફળ ગયા છે. કારણ કે જેઓ યાકૂબના વંશમાંથી ઊતરી આવ્યા છે અને જેઓ પોતાને ઇઝરાયલી લોકો એટલે કે ઈશ્વરના પોતાના ખરા લોકો ગણે છે, તેઓ બધા જ યાકૂબના વંશજો નથી. BSB BSB: It is not as though God’s word has failed. For not all who are descended from Israel are Israel.
7 UDB અને જેઓ ઇબ્રાહિમના શારીરિક વંશજો છે તેઓમાંના બધાને ઈશ્વર ઇબ્રાહિમના ખરા વંશજો ગણતા નથી. તેની વિરુદ્ધ, તેઓમાંના કેટલાકને જ ઈશ્વર ઇબ્રાહિમના ખરા વંશજો ગણે છે. તેમણે ઇબ્રાહિમને જે કહ્યું તેને આ બાબત સમર્થન આપે છે: "તારા બીજા પુત્રોને નહીં પણ ઇસહાકને જ હું તારા વંશજોનો ખરો પિતા ગણીશ." BSB BSB: Nor because they are Abraham’s descendants are they all his children. On the contrary, “Through Isaac your offspring will be reckoned.”
8 UDB હું જે કહેવા માગું છું તે એ છે કે, ઇબ્રાહિમના વંશજોમાંના બધા જ લોકો એવા નથી જેઓને ઈશ્વર તેમના પોતાના લોકો તરીકે સ્વીકારે છે. તેને બદલે, જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને વચન આપ્યું ત્યારે તેમના મનમાં જે લોકો હતા કેવળ તેઓ જ ઈશ્વરના લોકો છે અને આ એ જ લોકો છે જેઓને તેઓ ઇબ્રાહિમના ખરા વંશજો અને તેમનાં પોતાનાં બાળકો ગણે છે. BSB BSB: So it is not the children of the flesh who are God’s children, but it is the children of the promise who are regarded as offspring.
9 UDB ઈશ્વરે ઇબ્રાહિમને આ વચન આપ્યું હતું: "આવતા વર્ષે લગભગ આ સમયે હું તારી પાસે પાછો આવીશ, અને તારી પત્ની સારા, દીકરાને જન્મ આપશે." ઈશ્વરે આ પ્રમાણે વચન આપ્યું અને તેમણે તે પ્રમાણે કર્યું. BSB BSB: For this is what the promise stated: “At the appointed time I will return, and Sarah will have a son.”
10 UDB જ્યારે ઇબ્રાહિમના દીકરા ઇસહાકની પત્ની રિબકાએ જોડકાં ને જન્મ આપ્યો ત્યારે તેના સંબંધમાં પણ એવું જ બન્યું. BSB BSB: Not only that, but Rebecca’s children were conceived by one man, our father Isaac.
11 UDB જોડિયાં બાળકો, યાકૂબ અને એસાવ જન્મ્યા તે અગાઉ, BSB BSB: Yet before the twins were born or had done anything good or bad, in order that God’s plan of election might stand,
12 UDB બાળકોએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું હતું તે અગાઉ, ઈશ્વરે રિબકાને કહ્યું, "સ્વાભાવિક રિવાજની વિરુદ્ધ, મોટો દીકરો નાનાની ચાકરી કરશે." ઈશ્વરે આ એટલા માટે કર્યું કે જેથી આપણે આ સમજીએ કે જ્યારે તેઓ કંઈક કરવાનું આયોજન કરે છે ત્યારે જેઓને તેઓ પસંદ કરવા ચાહે તે લોકોને તેઓ પસંદ કરે છે અને તેઓએ ઈશ્વર માટે કંઇ કર્યું છે એટલા માટે પસંદ કરતા નથી. BSB BSB: not by works but by Him who calls, she was told, “The older will serve the younger.”
13 UDB ઈશ્વરે શાસ્ત્રવચનમાં કહ્યું છે તેમ: "મેં નાના દીકરા યાકૂબને પસંદ કર્યો. મેં મોટા દીકરા એસાવને નાપસંદ કર્યો." BSB BSB: So it is written: “Jacob I loved, but Esau I hated.”
14 UDB કોઈક મને પૂછી શકે કે, "કેટલાક ખાસ લોકોને પસંદ કરવામાં શું ઈશ્વર અન્યાયી છે?" હું પ્રત્યુત્તરમાં કહીશ કે "તેઓ સાચે જ અન્યાયી નથી!" BSB BSB: What then shall we say? Is God unjust? Certainly not!
15 UDB ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જેને પસંદ કરું તેના પર હું દયા કરીશ અને સહાય કરીશ!" BSB BSB: For He says to Moses: “I will have mercy on whom I have mercy, and I will have compassion on whom I have compassion.”
16 UDB લોકો ઇચ્છે કે ઈશ્વર તેમને પસંદ કરે અથવા તેઓ તેમને પ્રસન્ન કરવા સખત મહેનત કરે તે કારણે ઈશ્વર લોકોને પસંદ કરતાં નથી. તેથી ઊલટું, તેઓ લોકોને પસંદ કરે છે કારણ કે જેઓ લાયક નથી તેઓ પર તેઓ પોતે દયા કરે છે. BSB BSB: So then, it does not depend on man’s desire or effort, but on God’s mercy.
17 UDB મૂસાએ નોંધ્યું તેમ, ઈશ્વરે ફારુનને કહ્યું કે, "મેં તને ઈજિપ્તનો રાજા એ માટે બનાવ્યો છે કે હું તારી વિરુદ્ધ લડું અને વિશ્વમાં દરેક જણ મારું સન્માન જાળવવા બીજાઓને મદદ કરે." BSB BSB: For the Scripture says to Pharaoh: “I raised you up for this very purpose, that I might display My power in you, and that My name might be proclaimed in all the earth.”
18 UDB તેથી આપણે જાણીએ છીએ કે ઈશ્વર ચાહે તેના પ્રત્યે દયા દર્શાવી શકે અને સહાય કરી શકે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વર જેઓને ચાહે તેઓને ફારુનની માફક હઠીલા બનાવી શકે છે. BSB BSB: Therefore God has mercy on whom He wants to have mercy, and He hardens whom He wants to harden.
19 UDB તમારામાંનો કોઈ કદાચ મને કહે, "કારણ કે લોકોએ શું કરવું તે ઈશ્વર સમય અગાઉ નક્કી કરે છે અને ઈશ્વર જે ઇચ્છે છે તેનો કોઈ વિરોધ કરી શકતું નથી તો, પછી જેઓ પાપ કરે છે તેઓને ઈશ્વર શિક્ષા કરે તે બરાબર નથી." BSB BSB: One of you will say to me, “Then why does God still find fault? For who can resist His will?”
20 UDB મારો જવાબ આ હશે: "તું કેવળ એક માનવી છે, તેથી ઈશ્વરની ટીકા કરવાનો તને કોઈ હક નથી! તેઓ તો એક માટીના વાસણ ઘડનાર જેવા છે. વાસણને તેના ઘડનારને પૂછવાનો અધિકાર નથી કે "તેં શા માટે મને આવું બનાવ્યું?" BSB BSB: But who are you, O man, to talk back to God? Shall what is formed say to Him who formed it, “Why did You make me like this?”
21 UDB તેથી ઊલટું, કુંભારને ચોક્કસ એવો અધિકાર છે કે તે માટીનો ગારો લે અને તેના ભાગમાંથી કિંમતી વાસણ બનાવે કે જેની લોકો મોટી કિંમત આંકે અને પછી બાકીના ભાગની માટીનું દરરોજના વપરાશનું સામાન્ય વાસણ બનાવે. ચોક્કસ ઈશ્વરને તેવો જ અધિકાર છે. BSB BSB: Does not the potter have the right to make from the same lump of clay one vessel for special occasions and another for common use?
22 UDB જો કે ઈશ્વર એવી ઇચ્છા રાખે છે કે તેઓ પાપ વિષે ગુસ્સે છે તેવું બતાવે, અને જો કે તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે જેઓએ પાપ કર્યું છે તે લોકોને ભારે શિક્ષા કરી શકે છે, તો પણ જેઓએ તેમને ગુસ્સે કર્યા છે અને જેઓ નાશ પામવા યોગ્ય છે, તેઓને તેમણે ઘણી ધીરજથી સહન કર્યા છે. BSB BSB: What if God, intending to show His wrath and make His power known, bore with great patience the vessels of His wrath, prepared for destruction?
23 UDB ઈશ્વર એટલા માટે ધીરજવાન રહ્યા છે કે, તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે જેઓના પ્રત્યે તેમને દયા છે, અને જેઓને તેમણે સમય અગાઉથી તૈયાર કર્યા હતા કે તેઓ તેમની સાથે રહે, તેઓ પ્રત્યે તેઓ કેવા અદ્દભુત રીતે વર્તે છે. BSB BSB: What if He did this to make the riches of His glory known to the vessels of His mercy, whom He prepared in advance for glory—
24 UDB તેનો અર્થ થાય છે કે તે લોકો આપણે એટલે કે ફક્ત યહૂદીઓને જ નહિ પણ બિન યહૂદીઓ પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓ છીએ. BSB BSB: including us, whom He has called not only from the Jews, but also from the Gentiles?
26 UDB અને બીજા એક પ્રબોધકે લખ્યું: "જ્યાં ઈશ્વરે અગાઉ તેઓને કહ્યું હતું કે, 'તમે મારા લોક નથી,' તે જ જગ્યાઓમાં તેઓને કહેવામાં આવ્યું કે તેઓ ખરા ઈશ્વરનાં બાળકો બનશે." BSB BSB: and, “It will happen that in the very place where it was said to them, ‘You are not My people,’ they will be called ‘sons of the living God.’”
27 UDB વળી યશાયાએ પણ ઇઝરાયેલીઓ વિષે આશ્ચર્ય અનુભવ્યું કે: "જો કે ઇઝરાયલીઓ ગણી શકાય નહી એટલી સંખ્યામાં, સમુદ્રની રેતીના જેટલા હોય તો પણ, તેઓમાંથી થોડાકને જ બચાવવામાં આવશે, BSB BSB: Isaiah cries out concerning Israel: “Though the number of the Israelites is like the sand of the sea, only the remnant will be saved.
28 UDB કારણ કે, જે પ્રમાણે તેમણે કરવા કહ્યું હતું તેમ, પ્રભુ તે દેશમાં રહેનારા લોકોને જલદી અને સંપૂર્ણપણે શિક્ષા કરશે." BSB BSB: For the Lord will carry out His sentence on the earth thoroughly and decisively.”
29 UDB યશાયાએ આ પણ લખ્યું કે, "જો સ્વર્ગના સૈન્યોના પ્રભુએ દયા કરીને આપણામાંના કેટલાક વંશજોને જીવતા રહેવા દીધા ના હોત તો, આપણે સદોમ અને ગમોરા શહેરો જેમનો તેમણે સંપૂર્ણ નાશ કર્યો તેમની માફક નાશ પામ્યા હોત." BSB BSB: It is just as Isaiah foretold: “Unless the Lord of Hosts had left us descendants, we would have become like Sodom, we would have resembled Gomorrah.”
30 UDB આપણે સારાંશરૂપે કહી શકીએ: જો કે બિનયહૂદીઓ પવિત્ર થવાનો પ્રયાસ કરતા નહોતા, તોપણ તેઓએ શોધી કાઢ્યું કે જો તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તો, ઈશ્વર તેઓને પોતાની સાથે ન્યાયી ઠરાવશે. BSB BSB: What then will we say? That the Gentiles, who did not pursue righteousness, have obtained it, a righteousness that is by faith;
31 UDB પણ ઇઝરાયેલીઓએ તો ઈશ્વરના નિયમો પાળવા દ્વારા પવિત્ર થવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેવા થઇ શક્યા નહીં. BSB BSB: but Israel, who pursued a law of righteousness, has not attained it.
32 UDB તેઓ એમ કરી શક્યા નહીં, કારણ કે તેઓએ કૃત્યો દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર તેમને માફી આપશે તેવો વિશ્વાસ ઈશ્વર પર કરવાનું તેમણે નકાર્યું ત્યારે તેઓએ ભૂલ કરી. BSB BSB: Why not? Because their pursuit was not by faith, but as if it were by works. They stumbled over the stumbling stone,
33 UDB જેમ પ્રબોધકે કહ્યું હતું તેમ થયું: "સાંભળો! હું ઇઝરાયેલમાં એક માણસને મૂકું છું જે એક પથ્થરના જેવો છે, જેના પર લોકો ઠોકર ખાશે. તે જે કરશે તેથી લોકો ગુસ્સે થશે. તો પણ, જેઓ તેના પર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં." BSB BSB: as it is written: “See, I lay in Zion a stone of stumbling and a rock of offense; and the one who believes in Him will never be put to shame.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.