1 UDB તેથી, જેઓ ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયેલા છે તેઓને ઈશ્વર દોષિત ઠરાવીને શિક્ષા કરશે નહીં. BSB BSB: Therefore, there is now no condemnation for those who are in Christ Jesus.
2 UDB આપણે ખ્રિસ્ત ઈસુની સાથે જોડાયા છીએ માટે ઈશ્વરનો આત્મા આપણને નવી રીતે જીવવા શક્તિમાન કરે છે. આ રીતે, જ્યારે મને પાપ કરવાનો વિચાર આવે ત્યારે હવે હું પાપ કરનાર નથી, અને હવે ઈશ્વરથી અલગ પણ થનાર નથી. BSB BSB: For in Christ Jesus the law of the Spirit of life set you free from the law of sin and death.
3 UDB ઈશ્વરની સાથે જીવન જીવવાને માટે આપણે ઈશ્વરના નિયમને આધીન થવા પ્રયત્ન કર્યો, પણ આપણે એ કરી શકીશું એમ વિચારવું નકામું હતું, આપણે પાપ કરવાનું બંધ કરી શકીએ જ નહીં. તેને બદલે ઈશ્વરે આપણને મદદ કરી એટલે કે તેમણે તેમના પોતાના દીકરાને જગતમાં મોકલ્યો કે તેમનો દીકરો આપણા પાપોનું પ્રાયશ્ચિત કરે. તેમનો દીકરો આ જગતમાં એક શરીર ધારણ કરીને આવ્યો, જે શરીર આપણા જેવું પાપ કરી શકે તેવું હતું. તેમનો દીકરો આપણા પાપોના બલિદાન અર્થે પોતાની જાતનું અર્પણ કરવા માટે આવ્યો. જ્યારે દીકરાએ આ પ્રમાણે કર્યું, ત્યારે તે દ્વારા તેણે એ પણ દર્શાવ્યું કે આપણા પાપો ખરેખર ખરાબ હતાં, અને દરેક જે પાપ કરે છે તે શિક્ષાને પાત્ર છે. BSB BSB: For what the law was powerless to do in that it was weakened by the flesh, God did by sending His own Son in the likeness of sinful man, as an offering for sin. He thus condemned sin in the flesh,
4 UDB તેથી, ઈશ્વરે પોતાના નિયમમાં જે માગણી કરી હતી તે સઘળું હવે આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. આપણે આપણા જૂના પાપી સ્વભાવની ઇચ્છાઓ પ્રમાણે કાર્ય કરીને નહિ, પણ તેને બદલે, ઈશ્વરનો આત્મા જેમ ઇચ્છે છે કે આપણે જીવીએ, તે પ્રમાણે જીવવા દ્વારા આપણે તે કરી શકીએ છીએ. BSB BSB: so that the righteous standard of the law might be fulfilled in us, who do not walk according to the flesh but according to the Spirit.
5 UDB જે લોકો પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે જીવે છે તેઓ એવાં વલણો તરફ જ ધ્યાન આપે છે. પણ, તેથી વિરુદ્ધ જેઓ ઈશ્વરનો આત્મા જે ઇચ્છે છે તે પ્રમાણે જીવે છે, તેઓ આત્માની બાબતો વિષે વિચારે છે. BSB BSB: Those who live according to the flesh set their minds on the things of the flesh; but those who live according to the Spirit set their minds on the things of the Spirit.
6 UDB જેઓ પોતાના દુષ્ટ સ્વભાવની ઇચ્છાઓ વિષે વિચારે છે અને તેને માટે કાળજી કરે છે, તેઓ સર્વકાળ જીવશે નહીં. પણ, જેઓ ઈશ્વરના આત્માની ઇચ્છા શી છે તે શોધે છે તેઓ સર્વકાળ જીવશે અને શાંતિમાં રહેશે. BSB BSB: The mind of the flesh is death, but the mind of the Spirit is life and peace,
7 UDB મને આ સમજાવવા દો. જેટલા પ્રમાણમાં લોકો પોતાની ખરાબ ઇચ્છાઓ પ્રમાણે કરવા ચાહે છે, તેટલા જ પ્રમાણમાં તેઓ ઈશ્વરની વિરુદ્ધ વર્તે છે. તેઓ તેમના નિયમને આધીન થતા નથી. ખરેખર તો, તેઓ તેમના નિયમને આધીન થવા સમર્થ પણ નથી. BSB BSB: because the mind of the flesh is hostile to God: It does not submit to God’s law, nor can it do so.
8 UDB જે લોકો પોતાના ખરાબ સ્વભાવ અનુસાર કાર્ય કરે છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. BSB BSB: Those controlled by the flesh cannot please God.
10 UDB પણ ખ્રિસ્ત પોતાના આત્મા દ્વારા તમારામાં જીવે છે માટે ઈશ્વર તમારાં શરીરોને મરેલાં ગણે છે, તેથી તમારે હવે પછી પાપ કરવાનું રહેતું નથી. અને તેઓ તમારા આત્માને જીવંત તરીકે નિહાળે છે, કારણ કે તેમણે તમને તેમની પોતાની સાથે ન્યાયી ગણ્યા છે. BSB BSB: But if Christ is in you, your body is dead because of sin, yet your spirit is alive because of righteousness.
11 UDB ઈશ્વરે ઈસુને મરણ પામ્યા પછી સજીવન કર્યા. અને તેમનો આત્મા તમારામાં રહે છે તે કારણે ઈશ્વર તમારાં શરીરો, જે હવે નક્કી મરણ પામવાનાં છે, તેમને પણ સજીવન કરશે. તેમણે ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન કર્યા, અને તેઓ તમને પોતાના આત્મા દ્વારા સજીવન કરશે. BSB BSB: And if the Spirit of Him who raised Jesus from the dead is living in you, He who raised Christ Jesus from the dead will also give life to your mortal bodies through His Spirit, who lives in you.
12 UDB તેથી, મારા સાથી વિશ્વાસીઓ, આપણે આત્માની દોરવણી પ્રમાણે જીવવા બંધાયેલા છીએ. આપણે આપણા જૂના પાપી સ્વભાવની ઇચ્છા પ્રમાણે જીવવા બંધાયેલા નથી. BSB BSB: Therefore, brothers, we have an obligation, but it is not to the flesh, to live according to it.
13 UDB જો તમે તમારા જૂના ખરાબ સ્વભાવની માગણી અનુસાર જીવો, તો ઈશ્વરની સાથે સર્વકાળ નહીં જીવશો. પણ જો આત્મા તમને એ બધી બાબતો કરતાં અટકાવે, તો તમે સદાકાળ જીવશો. BSB BSB: For if you live according to the flesh, you will die; but if by the Spirit you put to death the deeds of the body, you will live.
14 UDB આપણે જેઓ ઈશ્વરના આત્માને આધીન છીએ તેઓ ઈશ્વરનાં બાળકો છીએ. BSB BSB: For all who are led by the Spirit of God are sons of God.
17 UDB આપણે ઈશ્વરનાં બાળકો છીએ તેથી, આપણે પણ એક દિવસ ઈશ્વરે આપણને જે આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરીશું. અને ખ્રિસ્તની સાથે તે બધું પ્રાપ્ત કરીશું. પણ, ઈશ્વર આપણને માન આપે માટે આપણે પણ જેમ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું તેમ દુઃખ સહન કરવું જોઈએ. BSB BSB: And if we are children, then we are heirs: heirs of God and co-heirs with Christ—if indeed we suffer with Him, so that we may also be glorified with Him.
21 UDB કે એક દિવસે તેમણે ઉત્પન્ન કરેલી બાબતો નાશ કે સડો નહીં પામે અને તૂટી નહીં પડે. આ બાબતોને તેઓ તેમાંથી મુક્ત કરશે, કે જેથી તેઓ પોતાનાં બાળકો માટે જે વસ્તુઓ કરવાના છે તેવી જ અદભુત વસ્તુઓ આ બાબતોને માટે કરી શકે. BSB BSB: that the creation itself will be set free from its bondage to decay and brought into the glorious freedom of the children of God.
22 UDB આપણે જાણીએ છીએ કે હમણાં સુધી તો ઈશ્વરે ઉત્પન્ન કરેલી સર્વ બાબતો સાથે મળીને જાણે નિસાસા નાંખે છે, અને તેઓ ચાહે છે કે તેઓ તેમને એવી જ અદ્દભુત બાબતો બનાવે. પણ હમણાં તો કોઈ સ્ત્રી બાળકને જન્મ આપતાં પહેલાં જે કષ્ટ પામે છે, તેના જેવું છે. BSB BSB: We know that the whole creation has been groaning together in the pains of childbirth until the present time.
23 UDB તે બાબતો જ નિસાસા નાખે છે એમ નથી, પણ આપણે પોતે પણ આંતરિક રીતે નિસાસા નાખીએ છીએ. આપણે જેમની પાસે ઈશ્વરનો આત્મા છે તે આત્મા આંશિક ભેટ જેવો છે જે આપણને મળ્યો છે, અને ઈશ્વરે આપણને જે આપવા ઠરાવ્યું છે તે પ્રાપ્ત કરવાની રાહ જોતાં આપણે અંદરથી નિસાસા નાખીએ છીએ. ઈશ્વરનાં દત્તક બાળકો તરીકે આપણા પૂર્ણ અધિકારો જ્યારે આપણે પ્રાપ્ત કરીશું તે સમયની આતુરતાપૂર્વક રાહ જોતાં આપણે નિસાસા નાખીએ છીએ. જે બાબતો આ પૃથ્વી પર આપણને અડચણકારક છે તેમાંથી આપણા શરીરોને મુક્ત કરવાની બાબતનો પણ આમાં સમાવેશ થાય છે. આપણને નવાં શરીરો આપવા દ્વારા ઈશ્વર એ પ્રમાણે કરશે. BSB BSB: Not only that, but we ourselves, who have the firstfruits of the Spirit, groan inwardly as we wait eagerly for our adoption as sons, the redemption of our bodies.
24 UDB કેમ કે તેમનામાં આપણને ભરોસો હતો માટે ઈશ્વરે આપણો બચાવ કર્યો. જે બાબતોને માટે આપણે રાહ જોઈએ છીએ તે જો આપણી પાસે હોત તો તેને માટે વધારે રાહ જોવાની જરૂર ન હોત. છેવટે તો તમે જે બાબત મેળવવાની અપેક્ષા રાખતા હો તે તમને મળી જાય તો, તમારે તેને માટે રાહ જોવાની જરૂર નથી. BSB BSB: For in this hope we were saved; but hope that is seen is no hope at all. Who hopes for what he can already see?
25 UDB પણ જે બાબતો હજી આપણને પ્રાપ્ત થઇ નથી તેને આતુરતાથી મેળવવાની અપેક્ષા આપણે રાખીએ છીએ તે કારણે આપણે આતુરતાથી અને ધીરજથી તેને માટે રાહ જોઈએ છીએ. BSB BSB: But if we hope for what we do not yet see, we wait for it patiently.
26 UDB તે જ પ્રમાણે જ્યારે આપણે નબળા હોઈએ છીએ ત્યારે ઈશ્વરનો આત્મા આપણી સહાય કરે છે. કઈ બાબતને માટે પ્રાર્થના કરવી યોગ્ય છે તે આપણે જાણતા નથી. પણ ઈશ્વરનો આત્મા જાણે છે; કેમ કે તે આપણા માટે પ્રાર્થના કરે છે અને તે શબ્દોમાં અભિવ્યક્ત કરી ન શકાય તેવી રીતે નિસાસા નાખે છે. BSB BSB: In the same way, the Spirit helps us in our weakness. For we do not know how we ought to pray, but the Spirit Himself intercedes for us with groans too deep for words.
27 UDB ઈશ્વર કે જેઓ આપણા આંતરિક વલણો અને મનને તપાસે છે તેઓ પોતાના આત્માની ઇચ્છાઓ સમજે છે. તેમનો આત્મા આપણ જેઓ ઈશ્વરના છીએ તેઓ માટે, જેમ ઈશ્વર ચાહે છે તેમ જ પ્રાર્થના કરે છે. BSB BSB: And He who searches our hearts knows the mind of the Spirit, because the Spirit intercedes for the saints according to the will of God.
28 UDB અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેઓને માટે, ઈશ્વર સર્વ બાબતોને એવી રીતે ગોઠવે છે કે તેઓ તેમને હિતકારક બને. જેઓને તેમણે પસંદ કર્યા છે તેઓને માટે તેઓ આ બાબતો કરે છે, કેમ કે તેમણે તે જ કરવાનું ઇચ્છ્યું હતું. BSB BSB: And we know that God works all things together for the good of those who love Him, who are called according to His purpose.
29 UDB ઈશ્વરે અગાઉથી જાણ્યું હતું કે આપણે તેમના પર વિશ્વાસ કરીશું. આપણે તે લોકો છીએ કે જેઓને ઈશ્વરે અગાઉથી નક્કી કર્યા હતા કે તેમના દીકરાના ચારિત્ર્ય જેવું આપણું ચારિત્ર્ય હોય. પરિણામ એ છે કે ખ્રિસ્ત ઈશ્વરના પ્રથમજનિત દીકરા છે અને જેઓ ઈશ્વરનાં બાળકો છે તેઓ ઈસુના નાના ભાઈઓ છે. BSB BSB: For those God foreknew, He also predestined to be conformed to the image of His Son, so that He would be the firstborn among many brothers.
30 UDB અને જેઓ માટે ઈશ્વરે અગાઉથી નક્કી કર્યું કે તેઓ તેમના દીકરાના જેવા થાય, તેઓને તેમણે પોતાની સાથે રહેવાને માટે બોલાવ્યા પણ ખરા. અને જેઓને પોતાની સાથે રહેવાને બોલાવ્યા તેઓને ઈશ્વરે ન્યાયી પણ ઠરાવ્યા. અને તમને જેઓને ન્યાયી ઠરાવ્યામાં આવ્યા તેઓને ઈશ્વર માન પણ આપશે. BSB BSB: And those He predestined, He also called; those He called, He also justified; those He justified, He also glorified.
33 UDB ઈશ્વર સમક્ષ કોઈ આપણી પર ખોટું કરવાનો આરોપ મૂકી શકતું નથી કારણ કે તેઓએ જ આપણને પોતાની સાથે ન્યાયી ઠરાવ્યા છે. BSB BSB: Who will bring any charge against God’s elect? It is God who justifies.
34 UDB હવે આપણને કોઈ દોષિત ઠરાવી શકે તેમ નથી. એ ખ્રિસ્ત જ છે જેઓ આપણા માટે મરણ પામ્યા અને તેના કરતાં વિશેષ, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા અને તેઓ ઈશ્વરની સાથે મહિમાના સ્થાનમાં રાજ કરે છે, અને તેઓ જ આપણા માટે વિનંતી કરે છે. BSB BSB: Who is there to condemn us? For Christ Jesus, who died, and more than that was raised to life, is at the right hand of God—and He is interceding for us.
35 UDB જો કે કોઈ આપણને દુઃખ આપે, કે આપણને નુકસાન પહોંચાડે, અથવા આપણી પાસે કંઈ ખાવાનું ન હોય કે પછી પહેરવાના પૂરતાં વસ્ત્રો ના હોય કે આપણે જોખમકારક પરિસ્થિતિમાં જીવતા હોઈએ અથવા કોઈ આપણને મારી નાખે તો પણ ખરેખર કોઈપણ વ્યક્તિ કે કંઈપણ બાબત ખ્રિસ્ત આપણને પ્રેમ કરતાં અટકે તેમ કરી શકતી નથી! BSB BSB: Who shall separate us from the love of Christ? Shall trouble or distress or persecution or famine or nakedness or danger or sword?
36 UDB આવી બાબતો આપણા માટે બની શકે છે, જેમ લખવામાં આવ્યું છે કે, દાઉદે ઈશ્વરને કહ્યું, "અમે તમારા લોકો છીએ માટે, બીજાઓ વારંવાર અમને મારી નાખવાનો પ્રયત્ન કરે છે, જેમ કસાઈ ઘેટાંને માત્ર કાપવા માટેનાં પશુઓ ગણે છે તેમ તેઓ અમને પણ મારી નાખવા યોગ્ય ગણે છે." BSB BSB: As it is written: “For Your sake we face death all day long; we are considered as sheep to be slaughtered.”
37 UDB પણ જો કે આ બધી ખરાબ બાબતો આપણી સાથે બને, તો પણ આપણે આ બધી બાબતો પર જીત પામીએ છીએ, કારણ કે ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે અને આપણી સહાય કરે છે. BSB BSB: No, in all these things we are more than conquerors through Him who loved us.
39 UDB આકાશમાંની કે તેની નીચેની શક્તિશાળી બાબતો કે બીજું કંઈ પણ જેને ઈશ્વરે સર્જ્યું છે તે ઈશ્વરને આપણાં પર પ્રેમ કરતાં અટકાવી શકતું નથી. ઈસુ ખ્રિસ્ત આપણાં પ્રભુને આપણા માટે મરણ પામવા મોકલીને ઈશ્વરે આપણને દર્શાવ્યું છે કે તેઓ આપણને પ્રેમ કરે છે. BSB BSB: neither height nor depth, nor anything else in all creation, will be able to separate us from the love of God that is in Christ Jesus our Lord.
Select verses for actions: Enter goes to them and Escape comes back.