1 UDB મારા સાથી વિશ્વાસીઓ, તમે નિયમો સંબંધી જાણો છો. માટે તમે ચોક્કસ જાણો છો કે લોકો જ્યારે જીવિત હોય ત્યારે જ ફક્ત તેઓએ નિયમશાસ્ત્રને આધીન થવાનું હોય છે. BSB BSB: Do you not know, brothers (for I am speaking to those who know the law), that the law has authority over a man only as long as he lives?
2 UDB ઉદાહરણ તરીકે, એક સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવે છે ત્યાં સુધી તેને વફાદાર રહેવું જોઈએ. પણ જો તેનો પતિ મરણ પામે તો ત્યાર પછી હવે તેણે લગ્ન કરેલી તરીકે વર્તવાનું રહેતું નથી. નિયમ તેને લગ્નની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. BSB BSB: For instance, a married woman is bound by law to her husband as long as he lives. But if her husband dies, she is released from the law of marriage.
3 UDB તેથી જો તેનો પતિ જીવતો હોય અને તે બીજા પુરુષ પાસે જાય, તો તે વ્યભિચારિણી કહેવાશે. પણ જો તેનો પતિ મરી જાય, તો પછી હવે તેણે તે નિયમને પાળવાનો રહેતો નથી. પછી જો તે લગ્ન કરે તો તે વ્યભિચારિણી નથી. BSB BSB: So then, if she is joined to another man while her husband is still alive, she is called an adulteress; but if her husband dies, she is free from that law and is not an adulteress if she marries another man.
4 UDB એ જ પ્રમાણે મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મરણ પામ્યા, ત્યાર બાદ ઈશ્વરનો નિયમ તમને અંકુશમાં લઈ શકતો નથી. તમે ખ્રિસ્ત સાથે જોડાવા મુક્ત હતા કે જેથી તમે ઈશ્વરને મહિમા આપી શકો. તમે આ પ્રમાણે કરી શકો છો કારણ કે તમે ફરીથી સજીવન થયા છો. ઈશ્વરે તમને ખ્રિસ્ત સાથે જોડ્યા છે, અને તેમણે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા છે. BSB BSB: Therefore, my brothers, you also died to the law through the body of Christ, that you might belong to another, to Him who was raised from the dead, in order that we might bear fruit to God.
5 UDB જ્યારે આપણા ખરાબ વિચારો પ્રમાણે આપણે કાર્ય કરતા હતા અને જ્યારે આપણે ઈશ્વરના નિયમને જાણ્યો, ત્યારે આપણે વધુ અને વધુ પાપ કરવા ચાહતા હતા. તેથી આપણે ખરાબ કાર્યો કર્યાં કે જેને લીધે આપણે સદાકાળને માટે ઈશ્વરથી અલગ થઈ ગયા. BSB BSB: For when we lived according to the flesh, the sinful passions aroused by the law were at work in our bodies, bearing fruit for death.
6 UDB પણ હવે ઈશ્વરે આપણને મૂસાનો નિયમ પાળવામાંથી મુક્ત કર્યા છે એટલે કે જાણે આપણે મરણ પામ્યા છીએ અને નિયમ આપણને કહી શકતો નથી કે આપણે શું કરવું. ઈશ્વરે આપણા માટે આ કર્યું છે કે જેથી જેમ નિયમની માગણી હતી તેમ જૂની રીતે નહીં પણ તેના કરતાં આત્મા આપણને બતાવે તેમ એક નવી રીતે આપણે તેમનું ભજન કરીએ. BSB BSB: But now, having died to what bound us, we have been released from the law, so that we serve in the new way of the Spirit, and not in the old way of the written code.
7 UDB શું આપણે એવું કહી શકીએ કે, જો લોકો ઈશ્વરના નિયમોને જાણે તો તેમને વધારે પાપ કરવાનું મન થાય? તો પછી તે નિયમો પોતે જ ખરાબ હોવા જોઈએ. ના, કદાપિ નહીં! નિયમ ખરાબ નથી! પણ એ સાચું છે કે જ્યાં સુધી મેં નિયમ દ્વારા એ જાણ્યું ના હોત તો પાપ શું છે તેની મને ખરેખર ખબર ન પડત. ઉદાહરણ તરીકે, જ્યાં સુધી નિયમે મને જણાવ્યું ન હોત કે, "જે તારું નથી તેનો લોભ ન રાખ" તો જે મારું નથી તેનો લોભ રાખવો તે ખરાબ બાબત છે તે મેં જાણ્યું ન હોત. BSB BSB: What then shall we say? Is the law sin? Certainly not! Indeed, I would not have been mindful of sin if not for the law. For I would not have been aware of coveting if the law had not said, “Do not covet.”
8 UDB અને તે આજ્ઞાએ મને જણાવ્યું તે કારણે, જે બીજાઓનું છે તેનો લોભ રાખવાની મારી પાપી ઇચ્છાએ મને ઘણી રીતે લોભ કરવા પ્રેર્યો. પણ જ્યાં નિયમ નથી ત્યાં પાપ નથી. BSB BSB: But sin, seizing its opportunity through the commandment, produced in me every kind of covetous desire. For apart from the law, sin is dead.
9 UDB અગાઉ, જ્યારે હું જાણતો ન હતો કે નિયમની માગણી શું છે ત્યારે હું જે કરતો હતો તેની ચિંતા કર્યા વગર હું પાપ કરતો હતો. પણ જ્યારે મને ખબર પડી કે, ઈશ્વરે આપણને પોતાનો નિયમ આપ્યો છે, ત્યારે અચાનક મને ભાન થયું કે હું પાપ કરી રહ્યો છું. BSB BSB: Once I was alive apart from the law; but when the commandment came, sin sprang to life and I died.
10 UDB અને મને સમજ પડી કે હું ઈશ્વરથી અલગ હતો. જે નિયમ, જો હું તેને પાળું તો, મને સદાકાળનું જીવન મળવું જોઈતું હતું, પણ તેને બદલે તે મને મરણ તરફ લઇ જતો હતો. BSB BSB: So I discovered that the very commandment that was meant to bring life actually brought death.
11 UDB જ્યારે હું પાપ કરવા ઇચ્છતો હતો, ત્યારે મેં વિચાર્યું કે જો હું નિયમને પૂરી રીતે પાળું તો હું સદાકાળ જીવીશ. પણ એ મારી ભૂલ હતી એટલે કે મેં વિચાર્યું કે તેની સાથે હું પાપ કરવાનું ચાલુ રાખી શકીશ. વાસ્તવમાં તો હું ખરેખર નિયમને આધીન ન થયો તે કારણે ઈશ્વર મને પોતાનાથી હંમેશને માટે દૂર કરવાના હતા. BSB BSB: For sin, seizing its opportunity through the commandment, deceived me and through the commandment put me to death.
13 UDB તો પછી શું આપણે એમ કહી શકીએ કે જે નિયમ ઈશ્વરે મૂસાને આપ્યો, જે સારો છે, તેણે આપણને ઈશ્વરથી દૂર કર્યા! નિશ્ચે, નિયમે એ પ્રમાણે કર્યું નથી! પણ તેને બદલે નિયમ તો સારો છે, તેણે હું પાપ કરવા પ્રેરાયો ત્યારે, તેના પરિણામે મને ખબર પડી કે હું ઈશ્વરથી ઘણો દૂર હતો. અને ઈશ્વરે મને જે આજ્ઞા કરી હતી તે હું શીખેલો હતો તેને કારણે મને ખબર પડી કે જે હું કરી રહ્યો હતો તે સાચે જ પાપરૂપ હતું. BSB BSB: Did that which is good, then, become death to me? Certainly not! But in order that sin might be exposed as sin, it produced death in me through what was good, so that through the commandment sin might become utterly sinful.
14 UDB આપણે જાણીએ છીએ કે નિયમ ઈશ્વર પાસેથી આવેલો છે અને તે આપણો સ્વભાવ બદલે છે. પણ હું એક એવો માણસ છું જેનો સ્વભાવ પાપ કરવા તરફ છે. જાણે કે, પાપ કરવાની મારી ઇચ્છાના ગુલામ બનવા મારા પર દબાણ કરવામાં આવ્યું હોય એના જેવું હતું એટલે કે મારી ઇચ્છા મને જે કરવાનું કહેતી હતી તે મારે કરવું પડતું હતું. BSB BSB: We know that the law is spiritual; but I am unspiritual, sold as a slave to sin.
15 UDB હું જે કરતો હતો તે ઘણીવાર હું સમજતો ન હતો. એટલે કે, ક્યારેક હું સારું કરવા ઇચ્છતો, પણ હું તે કરતો ન હતો. અને ક્યારેક જે ખરાબ બાબતો જેને હું ધિક્કારતો તે જ હું કરતો હતો. BSB BSB: I do not understand what I do. For what I want to do, I do not do. But what I hate, I do.
16 UDB તેથી જે ખરાબ બાબત હું કરવા ઇચ્છતો નથી તે હું કરું છું, ત્યારે હું સ્વીકારું છું કે ઈશ્વરનો નિયમ મને યોગ્ય માર્ગમાં દોરે છે. BSB BSB: And if I do what I do not want to do, I admit that the law is good.
17 UDB તેથી, હું પાપ કરવા ઇચ્છું છું માટે હું પાપ કરું છું એવું નથી. પણ તેથી ઊલટું, હું પાપ કરું છું કારણ કે મારામાં પાપ કરવાની જે ઇચ્છા છે તે મને પાપ કરવા પ્રેરે છે. BSB BSB: In that case, it is no longer I who do it, but it is sin living in me that does it.
18 UDB હું જાણું છું કે જ્યારે હું મારા પોતાના સ્વભાવ પ્રમાણે કરું છું ત્યારે હું કંઈ પણ સારું કરી શકતો નથી. હું આ જાણું છું કારણ કે હું જે સારું છે તે કરવા માગું છું પણ હું જે સારું છે તે કરતો નથી. BSB BSB: I know that nothing good lives in me, that is, in my flesh; for I have the desire to do what is good, but I cannot carry it out.
19 UDB જે સારું હું કરવા ચાહું છું તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ હું કરવા માગતો નથી તે કરું છું. BSB BSB: For I do not do the good I want to do. Instead, I keep on doing the evil I do not want to do.
20 UDB જે ખરાબ હું કરવા ઇચ્છતો નથી તે જ્યારે હું કરું છું, ત્યારે ખરેખર તે હું નથી કે જે આ બાબતો કરે છે. પણ તેને બદલે મારો સ્વભાવ જે પાપ કરવા ચાહે છે તે મને પાપ કરાવે છે. BSB BSB: And if I do what I do not want, it is no longer I who do it, but it is sin living in me that does it.
21 UDB તેથી મને એવું માલૂમ પડે છે કે, જ્યારે હું જે સારું છે તે ઇચ્છું છું ત્યારે એક દુષ્ટ ઇચ્છા મારામાં હોય છે જે મને સારું કરતાં અટકાવે છે. BSB BSB: So this is the principle I have discovered: When I want to do good, evil is right there with me.
22 UDB મારા નવા સ્વભાવમાં હું ઈશ્વરના નિયમ વિષે બહુ ખુશ છું. BSB BSB: For in my inner being I delight in God’s law.
23 UDB તેમ છતાં, મને એવો આભાસ થાય છે કે મારા શરીરમાં એક જુદું જ બળ છે. હું મારા મનથી જે કરવાની ઇચ્છા ધરાવું છું, તેની વિરુદ્ધ તે કામ કરે છે, અને મારો જૂનો પાપી સ્વભાવ જે કરવાની ઇચ્છા ધરાવે છે તે કરવાની ફરજ પાડે છે. BSB BSB: But I see another law at work in my body, warring against the law of my mind and holding me captive to the law of sin that dwells within me.
24 UDB જ્યારે હું આ વિષે વિચાર કરું છું, ત્યારે મને લાગે છે કે હું કેવો અધમ માણસ છું. કોઈક મને મારા શરીરની ઇચ્છાઓથી મુક્ત કરે તેવી અગત્ય છે, કે જેથી હું ઈશ્વરથી અલગ ન થઇ જાઉ. BSB BSB: What a wretched man I am! Who will rescue me from this body of death?
25 UDB હું ઈશ્વરનો આભાર માનું છું કે આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા તેઓ આપણને આપણી દૈહિક ઈચ્છાના અંકુશમાંથી મુક્ત કરે છે. તેથી હું મારા મનથી એક તરફ ઈશ્વરના નિયમને આધીન થવા માંગું છું. પણ ઘણીવાર હું આપણી પાપી ઇચ્છાઓને પણ મારા જૂના પાપી સ્વભાવના અંકુશમાં આવવા દઉં છું. BSB BSB: Thanks be to God, through Jesus Christ our Lord! So then, with my mind I serve the law of God, but with my flesh I serve the law of sin.
Select verses for actions: Enter goes to them and Escape comes back.