1 UDB મેં જે લખ્યું તેના પ્રત્યુત્તરમાં કદાચ કોઈ કહે કે, ઈશ્વર આપણા પ્રત્યે દયાભાવથી વર્ત્યા છે તેથી, કદાચ આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, કે જેથી તેમની ભલાઈ વધતી જાય. BSB BSB: What then shall we say? Shall we continue in sin so that grace may increase?
2 UDB ના, જરાય નહીં! આપણે તો મૃત્યુ પામેલા લોકો જેવા છીએ, જેઓ હવે કંઈ ખરાબ કરી શકતા નથી. તેથી આપણે પાપ કરવાનું ચાલુ ન રાખવું જોઈએ. BSB BSB: Certainly not! How can we who died to sin live in it any longer?
3 UDB જ્યારે આપણે ખ્રિસ્ત ઈસુ સાથે જોડાઈને બાપ્તિસ્મા પામ્યા ત્યારે, ઈશ્વરે આપણને ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર મરણ પામતા જોયા. શું તમે આ નથી જાણતા? BSB BSB: Or aren’t you aware that all of us who were baptized into Christ Jesus were baptized into His death?
4 UDB તેથી, જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા ત્યારે ઈશ્વરે આપણને પણ ખ્રિસ્ત સાથે તેમની કબરમાં જોયા. ઈશ્વર પિતાએ પોતાના સામર્થ્યથી ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા; એ જ રીતે, તેમણે આપણા માટે જીવનને એક નવી રીતે જીવવાનું શક્ય બનાવ્યું. BSB BSB: We were therefore buried with Him through baptism into death, in order that, just as Christ was raised from the dead through the glory of the Father, we too may walk in newness of life.
5 UDB તેથી, જ્યારે ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે જેમ ઈશ્વર આપણને તેમની સમાનતામાં જુએ છે તેમ તેઓ આપણને તેમની સાથે મરણ પામેલાઓમાંથી પણ ઉઠાડશે. BSB BSB: For if we have been united with Him like this in His death, we will certainly also be united with Him in His resurrection.
6 UDB આપણા પાપી સ્વભાવનો અંત લાવવા ઈશ્વર આપણ પાપીઓને ખ્રિસ્ત સાથે વધસ્તંભ ઉપર મરણ પામેલા તરીકે જુએ છે. એટલે હવે પછી આપણે પાપ કરવાનું હોય નહીં. BSB BSB: We know that our old self was crucified with Him so that the body of sin might be rendered powerless, that we should no longer be slaves to sin.
7 UDB કેમ કે જે કોઈ વ્યક્તિ મરણ પામી છે તેણે હવે પાપ કરવાનું નથી. BSB BSB: For anyone who has died has been freed from sin.
8 UDB હવે જ્યારે ઈશ્વર આપણને ખ્રિસ્તની સાથે મરણ પામેલા તરીકે જુએ છે, તેથી આપણે માનીએ છીએ કે આપણે તેમની સાથે જીવીશું પણ ખરા. BSB BSB: Now if we died with Christ, we believe that we will also live with Him.
9 UDB આપણે જાણીએ છીએ કે ઈશ્વરે ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન થવા સમર્થ કર્યા, તેથી ખ્રિસ્ત ફરી કદી મરણ પામશે નહીં. કોઈ પણ બાબત ક્યારેય તેમનું મરણ નિપજાવવા સમર્થ બનશે નહીં. BSB BSB: For we know that since Christ was raised from the dead, He cannot die again; death no longer has dominion over Him.
10 UDB જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે તેઓ આપણા પાપી જગતથી મુક્ત થયા, અને હવે તેઓ ફરી કદી મરણ પામશે નહીં; તેથી હવે જ્યારે તેઓ જીવે છે ત્યારે ઈશ્વરની સેવા કરવા જીવે છે. BSB BSB: The death He died, He died to sin once for all; but the life He lives, He lives to God.
11 UDB તે જ પ્રમાણે, તમારે તમારી જાતને જેમ ઈશ્વર જુએ છે તેમ જોવી જોઈએ એટલે કે તમે હવે પછી પાપ કરવા માટે અસમર્થ એવા મૃત્યુ પામેલા લોકો છો; પણ તમે ઈશ્વરની સેવા માટે જીવતા અને ખ્રિસ્ત ઈસુ સાથે જોડાયેલા એવા જીવંત લોકો પણ છો. BSB BSB: So you too must count yourselves dead to sin, but alive to God in Christ Jesus.
12 UDB તેથી જ્યારે તમને પાપ કરવાની ઇચ્છા થાય, ત્યારે તમે જે ઇચ્છો છો તે કરવા તમારી જાતને છૂટ આપશો નહીં. યાદ રાખો કે તમારું શરીર એક દિવસ મરણ પામશે. BSB BSB: Therefore do not let sin reign in your mortal body so that you obey its desires.
13 UDB કંઈ પણ દુષ્ટ બાબત કરવા માટે તમારા શરીરના કોઈ અવયવોનો ઉપયોગ કરશો નહીં. તેને બદલે, મરણના સામ્રાજ્યમાંથી મુક્ત થયેલા તમે પોતાની જાતોને ઈશ્વરને સોંપો. તમારા શરીરના પ્રત્યેક ભાગને ઈશ્વરના માટે વાપરો. ન્યાયી બાબતો કરવા ઈશ્વરને તમારો ઉપયોગ કરવા દો. BSB BSB: Do not present the parts of your body to sin as instruments of wickedness, but present yourselves to God as those who have been brought from death to life; and present the parts of your body to Him as instruments of righteousness.
14 UDB જ્યારે તમને પાપ કરવાની ઇચ્છા થાય ત્યારે પાપ ન કરો! ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા તે નિયમોએ તમને પાપ કરવાનું બંધ કરવા માટે સમર્થ કર્યા નહીં. પણ હવે ઈશ્વર તમને નિયંત્રિત કરે છે અને પાપ ન કરવા કૃપા આપી સહાય કરે છે. BSB BSB: For sin shall not be your master, because you are not under law, but under grace.
15 UDB આ બાબત પરથી આપણે કદાચ એમ વિચારીએ કે ઈશ્વરે મૂસાને આપેલા નિયમોએ આપણને પાપ કરવાનું બંધ કરવા માટે સમર્થ કર્યા નહીં તે કારણે અને ગમે તેમ પણ, ઈશ્વર આપણા પ્રત્યે કૃપાથી વર્તે છે, માટે ઈશ્વર આપણને પાપ કરવાની જરાય છૂટ આપતા નથી! BSB BSB: What then? Shall we sin because we are not under law, but under grace? Certainly not!
16 UDB જો તમે કોઈને આધીન થવાનું સ્વીકારો, તો તમે તેના દાસ બનો છો. જો તમે પાપ કરવાની ઇચ્છા રાખો અને તેને આધીન થાઓ તો તમે પાપના ગુલામ બનો છો અને પરિણામે મરણ પામો છો. પણ જો તમે ઈશ્વરને આધીન થાઓ, તો તમે તેમના દાસ બનો છો, પરિણામે, ઈશ્વર જે ઈચ્છે છે તેવી સારી બાબતો તમે કરશો. BSB BSB: Do you not know that when you offer yourselves as obedient slaves, you are slaves to the one you obey, whether you are slaves to sin leading to death, or to obedience leading to righteousness?
17 UDB ભૂતકાળમાં તમે જે રીતે ઇચ્છ્યું તે રીતે પાપ કર્યું અને તમે પાપના દાસ હતા. પણ પછી ખ્રિસ્તે તમને જે શીખવ્યું તેને હૃદયપૂર્વક આધીન થવાનું તમે શરુ કર્યું. તે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. BSB BSB: But thanks be to God that, though you once were slaves to sin, you wholeheartedly obeyed the form of teaching to which you were committed.
18 UDB તેથી હવે તમારે પાપ કરવાની જરૂર નથી; પાપ હવે તમારો માલિક નથી. તેને બદલે તમે ઈશ્વર જેઓ ન્યાયી છે તેમના દાસ છો. BSB BSB: You have been set free from sin and have become slaves to righteousness.
19 UDB સામાન્ય લોકો પણ સમજી શકે તેવી ભાષામાં હું તમને લખું છું. ભૂતકાળમાં તમે તમારી ઇચ્છાના ગુલામ હતા, તેથી તમે સર્વ પ્રકારની અશુદ્ધ અને ખરાબ બાબતો કરી. પણ હવે જેમ ઈશ્વર ન્યાયથી વર્તે છે, તેમ ન્યાયથી વર્તો કે જેથી તેઓ તમને પોતાના ખાસ લોકો તરીકે પોતાને માટે અલગ કરે. BSB BSB: I am speaking in human terms because of the weakness of your flesh. Just as you used to offer the parts of your body in slavery to impurity and to escalating wickedness, so now offer them in slavery to righteousness leading to holiness.
20 UDB તે સાચું છે કે ભૂતકાળમાં, તમે ઈશ્વરના સામર્થ્ય અને ન્યાયીપણાથી સ્વતંત્ર હોય તેમ વર્ત્યા (કારણ કે તમારા ખરાબ મને તમને જે કરવા કહ્યું તે તમે કર્યું). જે બાબતો ખરી હતી તે તમારે કરવાની ફરજ પડતી નહોતી. BSB BSB: For when you were slaves to sin, you were free of obligation to righteousness.
21 UDB પણ તમે પાપના ગુલામ હોવા છતાં ઈશ્વરે તમને પાપથી સ્વતંત્ર કર્યા છે અને તમને પોતાના સેવકો બનાવ્યા છે. પરિણામે તમે પવિત્ર થતા જાઓ છો અને તેનું પરિણામ એ છે કે તમે સર્વકાળ તેમની સાથે જીવશો. BSB BSB: What fruit did you reap at that time from the things of which you are now ashamed? The outcome of those things is death.
22 UDB પણ હવે તમારે પાપ કર્યા કરવાની જરૂર નથી. તમે હવે તે પ્રમાણે દાસ નથી. તેને બદલે તમે ઈશ્વરના દાસ બન્યા છો. બદલામાં, તેમણે તમને તેમના પોતાના લોકો તરીકે સ્થાપિત કર્યા છે અને તેઓ તમને પોતાની સાથે સદાકાળને માટે જીવવા દેશે. BSB BSB: But now that you have been set free from sin and have become slaves to God, the fruit you reap leads to holiness, and the outcome is eternal life.
23 UDB જેઓ સર્વ તેમનાં ખરાબ મનોના કહેવા પ્રમાણે કરે છે, તેમને બદલો પણ મળે છે, પણ તે વેતન તો મરણ છે. તેઓ સદાકાળને માટે ઈશ્વરથી દૂર રહેશે. પણ ઈશ્વરના સંબંધમાં જોઈએ તો, તેઓ પોતાના દાસોને કોઈ વેતન ચૂકવતા નથી. પણ તેથી ઊલટું, તેઓ આપણને મફત ભેટ આપે છે: ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ સાથે જોડાઈને ઈશ્વર સાથે સર્વકાળ જીવવાની તક આપે છે. BSB BSB: For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord.
Select verses for actions: Enter goes to them and Escape comes back.