2 UDB ના, ઈશ્વરે તેમના લોકો જેઓને તેમણે અગાઉથી પસંદ કર્યા તેમને તજી દીધા નથી, કે જેથી તે તેઓને ખાસ રીતે આશીર્વાદ આપે. યાદ કરો કે જેમ શાસ્ત્ર કહે છે તેમ એલિયાએ ભૂલથી ઇઝરાયલી લોકો સંબંધી ઈશ્વરને ફરિયાદ કરી હતી કે: BSB BSB: God did not reject His people, whom He foreknew. Do you not know what the Scripture says about Elijah, how he appealed to God against Israel:
3 UDB "પ્રભુ, તેઓએ તમારા બાકી રહેલા પ્રબોધકોને મારી નાખ્યા છે, અને તમારી વેદીઓનો નાશ કર્યો છે. તમારા પર વિશ્વાસ કરનાર, હું એકલો જ જીવતો રહ્યો છું, અને હવે તેઓ મને પણ મારી નાખવા માગે છે!" BSB BSB: “Lord, they have killed Your prophets and torn down Your altars. I am the only one left, and they are seeking my life as well”?
4 UDB ઈશ્વરે તેને કંઈક આ રીતે જવાબ આપ્યો: "મને વિશ્વાસુ રહેનારાઓમાં તું એકલો જ બાકી રહ્યો છે એવું નથી. મેં મારે માટે ઇઝરાયલમાં સાત હજાર પુરુષોને કાળજીપૂર્વક રાખી મૂક્યા છે, કે જેઓએ જૂઠ્ઠા દેવ બઆલનું ભજન કર્યું નથી." BSB BSB: And what was the divine reply to him? “I have reserved for Myself seven thousand men who have not bowed the knee to Baal.”
5 UDB એ જ પ્રમાણે, આપણ યહૂદીઓમાંના બાકી રહેલાનું જૂથ પણ છે જેઓ વિશ્વાસીઓ થયા છે. ઈશ્વરે આપણને વિશ્વાસીઓ બનવા ફક્ત એક જ કારણથી પસંદ કર્યા છે, કે જે બાબતોમાં આપણે લાયક નથી તેમાં તેઓ આપણી સાથે દયાળુપણે વર્તે. BSB BSB: In the same way, at the present time there is a remnant chosen by grace.
6 UDB હવે જેઓને ઈશ્વર પસંદ કરે છે તેમની સાથે તેઓ કૃપાથી વર્તે છે, એનું કારણ એ નથી કે તેઓએ સારાં કામો કર્યાં છે, અને તેથી તેમણે તેઓને પસંદ કર્યા છે. જો લોકોએ સારાં કામો કર્યાં તે કારણે ઈશ્વરે તેઓને પસંદ કર્યા હોત, તો પછી, તેમણે તેઓ પ્રત્યે દયાથી વર્તવાની જરૂર ન હતી. BSB BSB: And if it is by grace, then it is no longer by works. Otherwise, grace would no longer be grace.
7 UDB હવે ઈશ્વરે ફક્ત થોડા જ ઇઝરાયલીઓને પસંદ કર્યા, તે આપણને બતાવે છે કે મોટા ભાગના યહૂદીઓ જે શોધતા હતા તે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા (જો કે જે યહૂદીઓને ઈશ્વરે પસંદ કર્યા તેઓને જે શોધતા હતા તે મળ્યું). ઈશ્વર તેઓને જે કહી રહ્યા હતા તે સમજવા મોટા ભાગના યહૂદીઓ તૈયાર નહોતા. BSB BSB: What then? What Israel was seeking, it failed to obtain, but the elect did. The others were hardened,
8 UDB યશાયા પ્રબોધકે જે સંબંધી લખ્યું હતું, બરાબર તેના જેવું જ એ છે: "ઈશ્વરે તેઓને હઠીલા થવા દીધા. ખ્રિસ્ત વિશેનું સત્ય તેઓ સમજી શકવા જોઈતા હતા, પણ તેઓ સમજી શક્યા નહીં. ઈશ્વર જ્યારે બોલે ત્યારે તેઓએ આધીન થવું જોઈએ, પણ તેઓ થયા નહીં. આજ સુધી તે પ્રમાણે જ છે." BSB BSB: as it is written: “God gave them a spirit of stupor, eyes that could not see, and ears that could not hear, to this very day.”
9 UDB યહૂદીઓ, દાઉદ રાજાએ જે કહ્યું તેની એટલે કે જ્યારે તેણે ઈશ્વરને કહ્યું કે તેઓ તેના શત્રુઓની સમજણને બુઠ્ઠી બનાવે, તેની મને યાદ અપાવે છે: "તેમને પશુઓની માફક મૂર્ખ બનાવો કે જે જાળમાં કે ફાંદામાં ફસાય છે! તેઓ જાણે તેમની મિજબાનીઓમાં હોય તેવી સલામતી અનુભવે, પણ એ મિજબાનીઓ તમારા માટે તેમને ઝડપી લેવાના સમયો થાય, અને તેઓ પાપ કરે અને પરિણામે તમે તેમનો નાશ કરો. BSB BSB: And David says: “May their table become a snare and a trap, a stumbling block and a retribution to them.
10 UDB તેઓ જોખમ આવે ત્યારે તેને જોઈ ન શકે તેમ થવા દો. તેમની મુસીબતોમાં તેઓ દુઃખી થાય તેવું થવા દો." BSB BSB: May their eyes be darkened so they cannot see, and their backs be bent forever.”
11 UDB હું પૂછું છું કે, "જ્યારે યહૂદીઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ નહી કરવાને લીધે પાપ કર્યું ત્યારે, તેનો અર્થ શું એ થયો કે તેઓ હંમેશા ઈશ્વરથી દૂર રહેશે?" તેનો જવાબ હું આપીશ કે, "ના, તેઓએ કાયમને માટે પોતાને ઈશ્વરથી અલગ કર્યા નથી! પણ ઊલટું, તેઓએ પાપ કર્યું તેથી ઈશ્વરે બિન યહૂદીઓને બચાવ્યા છે જેથી, જે રીતે તેઓ બિન યહૂદીઓને આશીર્વાદ આપે છે તેથી યહૂદીઓમાં ઈર્ષા પેદા થાય, અને તેથી તેઓ તેમના બચાવને માટે ખ્રિસ્તને પોકારે." BSB BSB: I ask then, did they stumble so as to fall beyond recovery? Certainly not! However, because of their trespass, salvation has come to the Gentiles to make Israel jealous.
12 UDB જ્યારે યહૂદીઓએ ખ્રિસ્તનો નકાર કર્યો ત્યારે, પરિણામ એ આવ્યું કે ઈશ્વરે જગતના અન્ય લોકોને વિશ્વાસ કરવાની તક આપીને તેઓને ભરપૂરપણે આશીર્વાદ આપ્યો. અને જ્યારે યહૂદીઓ આત્મિક રીતે નિષ્ફળ ગયા ત્યારે, પરિણામ એ આવ્યું કે ઈશ્વરે બિન યહૂદીઓને ભરપૂર આશીર્વાદ આપ્યો. અને જો તે સાચું છે તો, વિચારો કે જ્યારે ઈશ્વરે પસંદ કરેલા બધા જ યહૂદીઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તે કેટલું અજાયબ હશે! BSB BSB: But if their trespass means riches for the world, and their failure means riches for the Gentiles, how much greater riches will their fullness bring!
13 UDB હવે તમો બિન યહૂદીઓને હું આ પ્રમાણે કહું છું. હું તમો બિન યહૂદીઓનો પ્રેરિત છું, અને ઈશ્વરે મને જે કાર્ય માટે નિયુક્ત કર્યો છે તેને હું અતિ મૂલ્યવાન ગણું છું. BSB BSB: I am speaking to you Gentiles. Inasmuch as I am the apostle to the Gentiles, I magnify my ministry
14 UDB પરંતુ હું એવી પણ આશા રાખું છું કે મારી મહેનતથી હું મારા સાથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીશ, પરિણામે, તેઓમાંના કેટલાક વિશ્વાસ કરે અને એમ તેમનો બચાવ થાય. BSB BSB: in the hope that I may provoke my own people to jealousy and save some of them.
15 UDB ઈશ્વરે મોટા ભાગના મારા સાથી યહૂદીઓનો ઇનકાર કર્યો છે, કારણ કે તેઓએ વિશ્વાસ કરવાનો નકાર કર્યો, પરિણામે ઈશ્વરે જગતના અન્ય લોકો અને ઈશ્વરની વચ્ચે શાંતિ સ્થાપી. જો, મોટા ભાગના યહૂદીઓએ ખ્રિસ્તનો નકાર કર્યા પછી આવું બન્યું તો, વિચારો કે તેઓ તેમના પર વિશ્વાસ કરશે ત્યાર પછી કેટલું અજાયબ બનશે. જાણે કે તેઓ મૃત્યુના સામ્રાજ્યમાંથી ઉત્થાન પામ્યા હોય તેવી બાબત તે હશે! BSB BSB: For if their rejection is the reconciliation of the world, what will their acceptance be but life from the dead?
16 UDB જો લોકો લોટના પ્રથમ હિસ્સામાંથી પકાવેલી રોટલી ઈશ્વરને અર્પણ કરે તો લોટનો આખો લોંદો ઈશ્વરનો બનશે, તેમ જ યહૂદીઓ ઈશ્વરનો હિસ્સો બનશે કારણ કે, તેમના પૂર્વજો ઈશ્વરના હતા. અને જો મૂળ ઈશ્વરનું છે તો ડાળીઓ પણ ઈશ્વરની બનશે, તેમ જ આપણા મહાન યહૂદી પૂર્વજોના વંશજો જેઓ ઈશ્વરના હતા, તેઓ પણ કોઈક દિવસે ઈશ્વરના બનશે. BSB BSB: If the first part of the dough is holy, so is the whole batch; if the root is holy, so are the branches.
17 UDB જેમ લોકો ઝાડની સૂકી ડાળીઓને તોડી નાખે છે તેમ ઈશ્વરે ઘણા યહૂદીઓને નકાર્યા છે. અને બિન યહૂદીઓમાંના તમ દરેક જેઓનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે તેઓ બિન કેળવાયેલ જૈતૂન ઝાડની ડાળીઓ જેવા છો, જેને કોઈકે કેળવાયેલ જૈતૂન વૃક્ષના થડ સાથે કલમ કરી છે. ઈશ્વરે આપણા પ્રથમ યહૂદી પૂર્વજોને જે આશીર્વાદો આપ્યા તેનો લાભ તમને પમાડ્યો છે, જેમ ડાળીઓ કેળવાયેલા જૈતૂન વૃક્ષના મૂળના રસનો લાભ મેળવે છે તેમ. BSB BSB: Now if some branches have been broken off, and you, a wild olive shoot, have been grafted in among the others to share in the nourishment of the olive root,
18 UDB તો પણ, તમારે બિન યહૂદીઓએ, ઈશ્વરે જેઓને નકાર્યા છે તે યહૂદીઓનો તિરસ્કાર કરવો ન જોઈએ, જો કે તેઓ વૃક્ષમાંથી કોઈએ તોડી નાખેલી ડાળીઓ જેવા હોય તો પણ ન કરવો જોઈએ! ઈશ્વરે તમારો કેવી રીતે બચાવ કર્યો તે સંબંધી તમે અભિમાન કરવા માગતા હો તો આ યાદ રાખો: ડાળીઓ મૂળને ખોરાક પૂરો પાડતી નથી, પણ તેને બદલે, મૂળ ડાળીઓને ખોરાક પૂરો પાડે છે. તે જ પ્રમાણે, તમે યહૂદીઓ પાસેથી જે પ્રાપ્ત કર્યું છે તેને કારણે ઈશ્વરે તમને સહાય કરી છે! યહૂદીઓને મદદ મળે તેવું કશું તમે આપ્યું નથી. BSB BSB: do not boast over those branches. If you do, remember this: You do not support the root, but the root supports you.
19 UDB કદાચ તમે મને કહેશો કે, "લોકો વૃક્ષ પરથી ખરાબ ડાળીઓને તોડી નાખીને ફેંકી દે તેમ ઈશ્વરે યહૂદીઓને ફેંકી દીધા છે, કે જેથી જેમ લોકો જંગલી જૈતૂનની ડાળીઓને એક સારા વૃક્ષના થડમાં જોડે છે તેમ ઈશ્વર આપણ બિનયહૂદીઓનો સ્વીકારે." BSB BSB: You will say then, “Branches were broken off so that I could be grafted in.”
20 UDB મારો જવાબ એ હશે કે તે સાચું છે. તો પણ, યહૂદીઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં માટે, ઈશ્વરે તેઓને તજી દીધા. તમારા સંબંધમાં તો, તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેથી તમે મજબૂત છો! તેથી અભિમાન ન કરો, પણ ભય રાખો! BSB BSB: That is correct: They were broken off because of unbelief, but you stand by faith. Do not be arrogant, but be afraid.
21 UDB તે અવિશ્વાસી યહૂદીઓ કે જેઓ એક વૃક્ષની કુદરતી ડાળીઓની જેમ મૂળમાંથી વૃદ્ધિ પામ્યા તેઓને ઈશ્વરે બચાવ્યા નહીં, તો તારે જાણવું કે, જો તું વિશ્વાસ ન કરે તો તેઓ તને પણ બચાવશે નહીં! BSB BSB: For if God did not spare the natural branches, He will certainly not spare you either.
22 UDB તો પછી એ નોંધો કે, ઈશ્વર દયાળુપણે વર્તે છે, તે સાથે તેઓ સખતાઈથી પણ વર્તે છે. જે યહૂદીઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો તેમના પ્રત્યે તેઓ સખતાઈથી વર્ત્યા છે. ઈશ્વર તમારા પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે, પણ જો તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું ચાલુ નહીં રાખો તો તેઓ સખતાઈથી વર્તશે. BSB BSB: Take notice, therefore, of the kindness and severity of God: severity to those who fell, but kindness to you, if you continue in His kindness. Otherwise you also will be cut off.
23 UDB અને જો યહૂદીઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તો, ઈશ્વર પાછા તેઓને વૃક્ષમાં જોડશે, કારણ કે ઈશ્વર તેમ કરવા સમર્થ છે. BSB BSB: And if they do not persist in unbelief, they will be grafted in, for God is able to graft them in again.
24 UDB તમે બિન યહૂદીઓ જેઓ અગાઉ ઈશ્વરથી અલગ હતા તેઓ, ઈશ્વરે યહૂદીઓને જે રીતે આશીર્વાદ આપ્યો છે તે રીતે તમે પણ લાભ પામ્યા છો. તે તો જાણે કે એ ડાળીઓ જેને કોઈએ જંગલી જૈતૂન વૃક્ષ કે જે કોઈએ રોપ્યા વગર વૃદ્ધિ પામ્યું તેમાંથી કાપી હોય અને લોકો સામાન્ય રીતે કરે છે તેથી વિરુદ્ધ, કેળવાયેલા જૈતૂન વૃક્ષમાં કલમ કરવામાં આવી હોય એવું છે. તેમ ઈશ્વર યહૂદીઓને વધારે તત્પરતાથી સ્વીકારશે, કારણ કે અગાઉ તેઓ તેમના જ હતા! તે તો જાણે અસલ ડાળીઓ કે જેને કોઈએ કાપી નાખી હોય અને તેઓને જૈતૂન વૃક્ષમાં કે જ્યાં તેઓ મૂળભૂત રીતે અગાઉ હતી તેમાં જોડવામાં આવી તેના જેવું હતું! BSB BSB: For if you were cut from a wild olive tree, and contrary to nature were grafted into one that is cultivated, how much more readily will these, the natural branches, be grafted into their own olive tree!
26 UDB અને પછી ઈશ્વર સર્વ ઇઝરાયલને બચાવશે. ત્યારે શાસ્ત્ર સાચું ઠરશે: "જે પોતાના લોકોને મુક્ત કરનાર છે તેઓ, ઈશ્વર જ્યાં છે ત્યાંથી એટલે યહૂદીઓ મધ્યેથી આવશે. તેઓ ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરશે." BSB BSB: And so all Israel will be saved, as it is written: “The Deliverer will come from Zion; He will remove godlessness from Jacob.
27 UDB અને ઈશ્વર કહે છે, "જે કરાર હું તેઓની સાથે કરીશ તે એવો હશે કે જે દ્વારા હું તેઓનાં પાપ માફ કરીશ." BSB BSB: And this is My covenant with them when I take away their sins.”
29 UDB તેઓ હજુ તેમને પ્રેમ કરે છે, કારણ કે તેમને જે આપવાનું વચન તેમણે આપ્યું હતું, અને કેવી રીતે તેમણે તેઓને પોતાના લોકો ગણાવ્યા છે તે વિષે તેમનું મન કદી બદલ્યું નથી. BSB BSB: For God’s gifts and His call are irrevocable.
30 UDB તમે બિન યહૂદીઓ એક વખત ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પરંતુ હમણાં તેઓ તમારા પ્રત્યે દયાભાવથી વર્ત્યા છે કારણ કે યહૂદીઓ તેમના પ્રત્યે અનાજ્ઞાંકિત થયા છે. BSB BSB: Just as you who formerly disobeyed God have now received mercy through their disobedience,
31 UDB એ જ પ્રમાણે, હમણાં તેઓ ઈશ્વરને અનાજ્ઞાંકિત થયા છે. પરિણામ એ છે કે બરાબર એ જ રીતે, જેમ તેઓ તમારા પ્રત્યે દયાળુ રીતે વર્ત્યા છે તેમ, તેઓ તેમના પ્રત્યે પણ ફરીથી એવી રીતે વર્તશે. BSB BSB: so they too have now disobeyed, in order that they too may now receive mercy through the mercy shown to you.
32 UDB ઈશ્વરે જાહેર કર્યું છે અને સાબિત કર્યું છે કે સર્વ લોકો, યહૂદીઓ અને બિન યહૂદીઓ બન્ને તેઓ પ્રત્યે અનાજ્ઞાંકિત થયા છે. તેમણે જાહેર કર્યું છે કે તેઓ આપણ સર્વ પર દયા દર્શાવવા ચાહે છે. BSB BSB: For God has consigned everyone to disobedience so that He may have mercy on everyone.
34 UDB શાસ્ત્ર જે કહે છે તેને હું યાદ કરું છું, "ઈશ્વર જે કંઈ વિચારે છે તે કોઈએ કદી જાણ્યું નથી, તેમને સલાહ આપવા કદી કોઈ સમર્થ થયું નથી." BSB BSB: “Who has known the mind of the Lord? Or who has been His counselor?”
35 UDB અને કોઈએ તેમને એવી રીતે કદી કશું આપ્યું નથી કે ઈશ્વરે તેને બદલો આપવો પડે." BSB BSB: “Who has first given to God, that God should repay him?”
36 UDB ઈશ્વરે જ સઘળું ઉત્પન્ન કર્યું. તેઓ જ સર્વ બાબતોને નિભાવી રાખે છે. તેઓને ઉત્પન્ન કરવાનું કારણ એ હતું કે તેઓ તેમનું ભજન કરે. સર્વ લોકો સર્વકાળ તેમને મહિમા આપો. એ પ્રમાણે થાઓ! BSB BSB: For from Him and through Him and to Him are all things. To Him be the glory forever! Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.