1 UDB મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વર તમારા પ્રત્યે અનેક રીતે દયાળુ રીતે વર્ત્યા છે તે કારણે, હું તમ સર્વને વિનંતી કરું છું કે તમે પોતાની જાતોને એક જીવંત અર્પણ તરીકે રજૂ કરો, એવું અર્પણ કે જે કેવળ ઈશ્વરને જ આપો છો અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. તેમનું ભજન કરવાનો એ જ એકમાત્ર સાચો રસ્તો છે. BSB BSB: Therefore I urge you, brothers, on account of God’s mercy, to offer your bodies as living sacrifices, holy and pleasing to God, which is your spiritual service of worship.
2 UDB તમારે કેવી રીતે વર્તવું તે વિષે અવિશ્વાસીઓ તમને દોરે તેમ થવા ન દો. તેને બદલે ઈશ્વરને તમારી વિચારવાની રીત બદલીને નવી બનાવવા દો, એ માટે કે તમે જાણી શકો કે તેઓ તમારી પાસે શું કરાવવા માગે છે, તેથી તમે જાણી શકો કે જે રીતે તેઓ પોતે કાર્ય કરે છે તે કેવી રીતે કરવું કે જેથી તેઓ પ્રસન્ન થાય. BSB BSB: Do not be conformed to this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what is the good, pleasing, and perfect will of God.
3 UDB ઈશ્વરે તેમની દયાથી મને તેમનો પ્રેરિત નિયુક્ત કર્યો છે, કે જેને માટે હું યોગ્ય ન હતો, તે કારણે હું તમ સર્વને આ કહું છું: તમે છો તેના કરતાં વિશેષ પોતાને ન ગણો. તેના બદલે, જે રીતે ઈશ્વરે તમને તેમના પર વિશ્વાસ કરવા દોરવણી આપી તે જ રીતે તમારી જાત સંબંધી વિવેકપૂર્ણ રીતે વિચારો. BSB BSB: For by the grace given me I say to every one of you: Do not think of yourself more highly than you ought, but think of yourself with sober judgment, according to the measure of faith God has given you.
4 UDB જો કે એક વ્યક્તિને એક જ શરીર હોય છે, તો પણ તેમાં ઘણા અવયવો હોય છે. આ બધા ભાગો શરીરને માટે જરૂરી હોય છે, પરંતુ તેઓ બધા એક સરખું કાર્ય કરતા નથી. BSB BSB: Just as each of us has one body with many members, and not all members have the same function,
5 UDB એ જ પ્રમાણે, આપણે જો કે ઘણા છીએ તો પણ આપણે એક જૂથમાં જોડાયેલા છીએ કારણ કે આપણે ખ્રિસ્તમાં જોડાયેલા છીએ, અને આપણે એકબીજાના છીએ. તેથી, કોઈએ પોતે બીજાથી વધુ મહત્વનો છે તે પ્રમાણે વર્તવું ન જોઈએ! BSB BSB: so in Christ we who are many are one body, and each member belongs to one another.
6 UDB તેને બદલે, ઈશ્વરે આપણને એકબીજાથી અલગ રીતે બનાવ્યા છે, અને આપણામાંના દરેક વિવિધ બાબતો કરી શકીએ છીએ તેથી, આપણે આતુરતાથી અને આનંદિત રીતે તે કરવું જોઈએ. આપણામાંના જેઓને ઈશ્વર બીજાઓને માટે સંદેશાઓ આપે છે તેઓએ એવી રીતે બોલવું જોઈએ કે જે ઈશ્વરમાં આપણા વિશ્વાસને યોગ્ય હોય. BSB BSB: We have different gifts according to the grace given us. If one’s gift is prophecy, let him use it in proportion to his faith;
7 UDB જેઓને ઈશ્વરે બીજાઓની સેવા કરવા સમર્થ બનાવ્યા હોય તો તેઓએ તે કાર્ય કરવું જોઈએ. જેઓને ઈશ્વરે પોતાના સત્યનું શિક્ષણ આપવા સમર્થ બનાવ્યા છે તો તેઓએ તેમ કરવું જોઈએ. BSB BSB: if it is serving, let him serve; if it is teaching, let him teach;
8 UDB જેઓને ઈશ્વરે બીજાઓને ઉત્તેજન આપવા સમર્થ બનાવ્યા છે તેઓએ સંપૂર્ણ હૃદયથી તેમ કરવું જોઈએ. જેઓને ઈશ્વરે બીજાઓને જરૂરી વાનાં આપવા સમર્થ બનાવ્યા હોય તો તેઓએ કંઈ પણ પાછું રાખ્યા વગર આપવું જોઈએ. જેઓને ઈશ્વરે બીજાઓની સંભાળ લેવા સમર્થ બનાવ્યા છે તો તેમણે તે કાર્ય કરવું, અને કાળજીપૂર્વક કરવું. જેઓને ઈશ્વરે જરૂરિયાતવાળા લોકોને સહાય કરવા સક્ષમ બનાવ્યા છે તેમણે તે આનંદથી કરવું. BSB BSB: if it is encouraging, let him encourage; if it is giving, let him give generously; if it is leading, let him lead with diligence; if it is showing mercy, let him do it cheerfully.
9 UDB તમારે લોકોને ખરા દિલથી પ્રેમ કરવો! જે ખરાબ છે તેને ધિક્કારો! જેને ઈશ્વર સારું કહે છે તે કરવાનું આતુરતાથી ચાલુ રાખો! BSB BSB: Love must be sincere. Detest what is evil; cling to what is good.
10 UDB એક જ કુટુંબના સભ્યોની જેમ એકબીજાને પ્રેમ કરો; અને બીજાઓને માન આપવામાં તમે પહેલા હોવા જોઈએ! BSB BSB: Be devoted to one another in brotherly love. Outdo yourselves in honoring one another.
11 UDB આળસુ ન થાઓ. તેને બદલે ઈશ્વરની સેવા માટે આતુર બનો! ઈશ્વરની સેવામાં ઉત્સાહી થાઓ! BSB BSB: Do not let your zeal subside; keep your spiritual fervor, serving the Lord.
12 UDB આનંદ કરો, કારણ કે ઈશ્વર તમારા માટે જે કરવાના છે તેની તમે દ્રઢતાથી રાહ જુઓ છો! સહન કરવાનું થાય ત્યારે ધીરજવાન બનો! પ્રાર્થના કરવાનું ચાલુ રાખો અને કદી પડતું મૂકશો નહીં! BSB BSB: Be joyful in hope, patient in affliction, persistent in prayer.
13 UDB જો પ્રભુના લોકોમાંના કોઈને કશાની ખોટ હોય તો, તમારી પાસે જે છે તેમાંથી વહેંચો! બીજાઓની પરોણાગત કરવામાં રચનાત્મક બનો! BSB BSB: Share with the saints who are in need. Practice hospitality.
15 UDB જો તેઓ આનંદી હોય તો તેમની સાથે આનંદ કરો! જો તેઓ દુઃખી હોય તો તેઓની સાથે દુઃખી થાઓ! BSB BSB: Rejoice with those who rejoice; weep with those who weep.
16 UDB તમે તમારા પોતાને માટે જે ઇચ્છા રાખો છો તેવી જ ઇચ્છા બીજાઓને માટે રાખો. તમારા વિચારમાં અભિમાની ન થાઓ; તેને બદલે, બિનમહત્વપૂર્ણ જણાતા લોકોના મિત્ર બનો. તમારી જાતને જ્ઞાની ન ગણો. BSB BSB: Live in harmony with one another. Do not be proud, but associate with the lowly. Do not be conceited.
18 UDB જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અને તમારી ક્ષમતા હોય ત્યાં સુધી બીજાઓની સાથે શાંતિથી રહો. BSB BSB: If it is possible on your part, live at peace with everyone.
20 UDB જેઓ તમારું ખરાબ કરે તેઓનું સામે ખરાબ કરવાને બદલે શાસ્ત્ર શીખવે છે તેમ કરો એટલે કે "જો તમારા શત્રુઓ ભૂખ્યા હોય તો તેમને જમાડો! જો તેઓ તરસ્યા હોય તો તેમને કંઇક પીવા માટે આપો, એમ કરવાથી તમે તેમને શરમથી દુઃખી કરશો અને કદાચ તેઓ તમારા પ્રત્યેનું વલણ બદલે." BSB BSB: On the contrary, “If your enemy is hungry, feed him; if he is thirsty, give him a drink. For in so doing, you will heap burning coals on his head.”
21 UDB બીજાઓએ જે ખરાબ કૃત્યો તમારા પ્રત્યે કર્યાં છે તે તમારા પર જીત ન મેળવે, તેને બદલે, તેઓએ તમને જે કર્યું છે તેના કરતાં તેમનું વધારે સારું કરો! BSB BSB: Do not be overcome by evil, but overcome evil with good.
Select verses for actions: Enter goes to them and Escape comes back.