1 ULB સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અને તે સંકટથી ભરપૂર છે. BSB BSB: “Man, who is born of woman, is short of days and full of trouble.
2 ULB તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી. BSB BSB: Like a flower, he comes forth, then withers away; like a fleeting shadow, he does not endure.
3 ULB શું એવા પર તમે લક્ષ આપો છો? શું મને તમારો પ્રતિવાદી બનાવો છો? BSB BSB: Do You open Your eyes to one like this? Will You bring him into judgment before You?
4 ULB જો અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું? પણ એવું બનવું અશક્ય છે. BSB BSB: Who can bring out clean from unclean? No one!
5 ULB તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ. BSB BSB: Since his days are determined and the number of his months is with You, and since You have set limits that he cannot exceed,
6 ULB તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે. જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે. BSB BSB: look away from him and let him rest, so he can enjoy his day as a hired hand.
7 ULB ઝાડને માટે પણ આશા છે; જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે, અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ. BSB BSB: For there is hope for a tree: If it is cut down, it will sprout again, and its tender shoots will not fail.
8 ULB જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય. BSB BSB: If its roots grow old in the ground and its stump dies in the soil,
9 ULB છતાંપણ તેને પાણી મળવાથી તે ખીલશે, અને રોપાની જેમ તેને ડાળીઓ ફૂટશે. BSB BSB: at the scent of water it will bud and put forth twigs like a sapling.
10 ULB પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે? BSB BSB: But a man dies and is laid low; he breathes his last, and where is he?
11 ULB જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે BSB BSB: As water disappears from the sea and a river becomes parched and dry,
12 ULB તેમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી તે જાગશે નહિ. BSB BSB: so a man lies down and does not rise. Until the heavens are no more, he will not be awakened or roused from sleep.
13 ULB તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું! BSB BSB: If only You would hide me in Sheol and conceal me until Your anger has passed! If only You would appoint a time for me and then remember me!
14 ULB જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે? જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ. BSB BSB: When a man dies, will he live again? All the days of my hard service I will wait, until my renewal comes.
15 ULB તમે મને બોલાવો અને હું તમને ઉત્તર આપીશ. તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત. BSB BSB: You will call, and I will answer; You will desire the work of Your hands.
16 ULB તમે મારાં પગલાંને ગણો છો; શું તમે મારા પાપની તપાસ નથી રાખતા? BSB BSB: For then You would count my steps, but would not keep track of my sin.
17 ULB મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે. તમે મારા અન્યાયને ઢાંકી દો છો. BSB BSB: My transgression would be sealed in a bag, and You would cover over my iniquity.
18 ULB નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે. BSB BSB: But as a mountain erodes and crumbles and a rock is dislodged from its place,
19 ULB પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો. BSB BSB: as water wears away the stones and torrents wash away the soil, so You destroy a man’s hope.
20 ULB તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો. BSB BSB: You forever overpower him, and he passes on; You change his countenance and send him away.
21 ULB તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે. BSB BSB: If his sons receive honor, he does not know it; if they are brought low, he is unaware.
22 ULB તેના શરીરમાં વેદના થાય છે; તેનો અંતરઆત્મા તેને સારુ શોક કરે છે.'' BSB BSB: He feels only the pain of his own body and mourns only for himself.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.