1 ULB મારો આત્મા ક્ષીણ થયો છે અને મારું આયુષ્ય સમાપ્ત થયું છે; મારા માટે કબર તૈયાર છે. BSB BSB: “My spirit is broken; my days are extinguished; the grave awaits me.
2 ULB નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે; અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે. BSB BSB: Surely mockers surround me, and my eyes must gaze at their rebellion.
3 ULB હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે? BSB BSB: Give me, I pray, the pledge You demand. Who else will be my guarantor?
4 ULB હે ઈશ્વર, તમે જ, તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; તેથી તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ. BSB BSB: You have closed their minds to understanding; therefore You will not exalt them.
5 ULB જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે. તેનાં સંતાનોની આંખો ક્ષીણ થશે. BSB BSB: If a man denounces his friends for a price, the eyes of his children will fail.
6 ULB તેમણે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેઓ મારા મોઢા પર થૂંકે છે. BSB BSB: He has made me a byword among the people, a man in whose face they spit.
7 ULB દુ:ખથી મારી આંખો ઝાંખી થઈ છે; અને મારાં બધાં અંગો પડછાયા જેવાં બની ગયા છે. BSB BSB: My eyes have grown dim with grief, and my whole body is but a shadow.
8 ULB ન્યાયી લોકો આને લીધે વિસ્મય પામશે; નિર્દોષ લોકો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે. BSB BSB: The upright are appalled at this, and the innocent are stirred against the godless.
9 ULB છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે. BSB BSB: Yet a righteous one holds to his way, and the one with clean hands grows stronger.
10 ULB પરંતુ તમે બધા, પાછા વળીને આવો; મને તો તમારામાં એકપણ બુદ્ધિમાન પુરુષ મળતો નથી. BSB BSB: But come back and try again, all of you. For I will not find a wise man among you.
11 ULB મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઈ ગઈ છે. મારા હૃદયની ઇચ્છાઓ પણ પૂરી થઈ ગઈ છે. BSB BSB: My days have passed; my plans are broken off—even the desires of my heart.
12 ULB આ લોકો, રાતને દિવસ માને છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે. BSB BSB: They have turned night into day, making light seem near in the face of darkness.
13 ULB જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત; BSB BSB: If I look for Sheol as my home, if I spread out my bed in darkness,
14 ULB મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, 'તું મારો પિતા છે;' મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;' BSB BSB: and say to corruption, ‘You are my father,’ and to the worm, ‘My mother,’ or ‘My sister,’
15 ULB તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે? BSB BSB: where then is my hope? Who can see any hope for me?
16 ULB જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?'' BSB BSB: Will it go down to the gates of Sheol? Will we go down together into the dust?”
Select verses for actions: Enter goes to them and Escape comes back.