1 ULB ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું, BSB BSB: Then Zophar the Naamathite replied:
2 ULB ''મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું. BSB BSB: “So my anxious thoughts compel me to answer, because of the turmoil within me.
3 ULB મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે. BSB BSB: I have heard a rebuke that insults me, and my understanding prompts a reply.
4 ULB શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી, BSB BSB: Do you not know that from antiquity, since man was placed on the earth,
5 ULB દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે? BSB BSB: the triumph of the wicked has been brief and the joy of the godless momentary?
6 ULB તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે, BSB BSB: Though his arrogance reaches the heavens, and his head touches the clouds,
7 ULB તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, 'તે ક્યાં છે?' BSB BSB: he will perish forever, like his own dung; those who had seen him will ask, ‘Where is he?’
8 ULB સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે. BSB BSB: He will fly away like a dream, never to be found; he will be chased away like a vision in the night.
9 ULB જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ. તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ. BSB BSB: The eye that saw him will see him no more, and his place will no longer behold him.
10 ULB તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે. BSB BSB: His sons will seek the favor of the poor, for his own hands must return his wealth.
11 ULB તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે. BSB BSB: The youthful vigor that fills his bones will lie down with him in the dust.
12 ULB જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે. BSB BSB: Though evil is sweet in his mouth and he conceals it under his tongue,
13 ULB જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે. BSB BSB: though he cannot bear to let it go and keeps it in his mouth,
14 ULB પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે. BSB BSB: yet in his stomach his food sours into the venom of cobras within him.
15 ULB તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે. BSB BSB: He swallows wealth but vomits it out; God will force it from his stomach.
16 ULB તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે. BSB BSB: He will suck the poison of cobras; the fangs of a viper will kill him.
17 ULB તે નદીઓ, માખણ તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ. BSB BSB: He will not enjoy the streams, the rivers flowing with honey and cream.
18 ULB જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ; તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ. BSB BSB: He must return the fruit of his labor without consuming it; he cannot enjoy the profits of his trading.
19 ULB કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે. BSB BSB: For he has oppressed and forsaken the poor; he has seized houses he did not build.
20 ULB તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ. BSB BSB: Because his appetite is never satisfied, he cannot escape with his treasure.
21 ULB તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી; તેની સફળતા ટકશે નહીં. BSB BSB: Nothing is left for him to consume; thus his prosperity will not endure.
22 ULB તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે, દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે. BSB BSB: In the midst of his plenty, he will be distressed; the full force of misery will come upon him.
23 ULB જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે. BSB BSB: When he has filled his stomach, God will vent His fury upon him, raining it down on him as he eats.
24 ULB જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે, તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે. BSB BSB: Though he flees from an iron weapon, a bronze-tipped arrow will pierce him.
25 ULB તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે. BSB BSB: It is drawn out of his back, the gleaming point from his liver. Terrors come over him.
26 ULB તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે. BSB BSB: Total darkness is reserved for his treasures. A fire unfanned will consume him and devour what is left in his tent.
27 ULB આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે. BSB BSB: The heavens will expose his iniquity, and the earth will rise up against him.
28 ULB તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે. BSB BSB: The possessions of his house will be removed, flowing away on the day of God’s wrath.
29 ULB દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.'' BSB BSB: This is the wicked man’s portion from God, the inheritance God has appointed him.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.