1 ULB પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું; BSB BSB: Then Job answered:
2 ULB ''હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો. BSB BSB: “Listen carefully to my words; let this be your consolation to me.
3 ULB મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો. BSB BSB: Bear with me while I speak; then, after I have spoken, you may go on mocking.
4 ULB શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં? BSB BSB: Is my complaint against a man? Then why should I not be impatient?
5 ULB મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો. BSB BSB: Look at me and be appalled; put your hand over your mouth.
6 ULB હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું. BSB BSB: When I remember, terror takes hold, and my body trembles in horror.
7 ULB શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે? BSB BSB: Why do the wicked live on, growing old and increasing in power?
8 ULB દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે. BSB BSB: Their descendants are established around them, and their offspring before their eyes.
9 ULB તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી. BSB BSB: Their homes are safe from fear; no rod of punishment from God is upon them.
10 ULB તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી. BSB BSB: Their bulls breed without fail; their cows bear calves and do not miscarry.
11 ULB તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓનાં સંતાનો નાચે છે. BSB BSB: They send forth their little ones like a flock; their children skip about,
12 ULB તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે. BSB BSB: singing to the tambourine and lyre and making merry at the sound of the flute.
13 ULB તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. BSB BSB: They spend their days in prosperity and go down to Sheol in peace.
14 ULB તેઓ ઈશ્વરને કહે છે, 'અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી. BSB BSB: Yet they say to God: ‘Leave us alone! For we have no desire to know Your ways.
15 ULB તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય? BSB BSB: Who is the Almighty, that we should serve Him, and what would we gain if we pray to Him?’
16 ULB જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે. BSB BSB: Still, their prosperity is not in their own hands, so I stay far from the counsel of the wicked.
17 ULB દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે? BSB BSB: How often is the lamp of the wicked put out? Does disaster come upon them? Does God, in His anger, apportion destruction?
18 ULB તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે? BSB BSB: Are they like straw before the wind, like chaff swept away by a storm?
19 ULB તમે કહો છો કે, 'ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;' તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે. BSB BSB: It is said that God lays up one’s punishment for his children. Let God repay the man himself, so he will know it.
20 ULB તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો. BSB BSB: Let his eyes see his own destruction; let him drink for himself the wrath of the Almighty.
21 ULB તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે? BSB BSB: For what does he care about his household after him, when the number of his months has run out?
22 ULB શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે. BSB BSB: Can anyone teach knowledge to God, since He judges those on high?
23 ULB માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે. BSB BSB: One man dies full of vigor, completely secure and at ease.
24 ULB તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે. BSB BSB: His body is well nourished, and his bones are rich with marrow.
25 ULB પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી. BSB BSB: Yet another man dies in the bitterness of his soul, having never tasted prosperity.
26 ULB તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે. BSB BSB: But together they lie down in the dust, and worms cover them both.
27 ULB જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો. BSB BSB: Behold, I know your thoughts full well, the schemes by which you would wrong me.
28 ULB માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?' BSB BSB: For you say, ‘Where now is the nobleman’s house, and where are the tents in which the wicked dwell?’
29 ULB શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે, BSB BSB: Have you never asked those who travel the roads? Do you not accept their reports?
30 ULB ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે? BSB BSB: Indeed, the evil man is spared from the day of calamity, delivered from the day of wrath.
31 ULB તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે? BSB BSB: Who denounces his behavior to his face? Who repays him for what he has done?
32 ULB તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે. BSB BSB: He is carried to the grave, and watch is kept over his tomb.
33 ULB ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે. BSB BSB: The clods of the valley are sweet to him; everyone follows behind him, and those before him are without number.
34 ULB તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.'' BSB BSB: So how can you comfort me with empty words? For your answers remain full of falsehood.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.