1 ULB હવે, હે અયૂબ, હું જે કહું તે કૃપા કરીને સાંભળ; મારા સર્વ શબ્દો પર લક્ષ આપ. BSB BSB: “But now, O Job, hear my speech, and listen to all my words.
2 ULB જો, હવે મેં મારું મુખ ખોલ્યું છે; મારા મુખમાં મારી જીભ બોલવાની તૈયારીમાં છે. BSB BSB: Behold, I will open my mouth; my address is on the tip of my tongue.
3 ULB મારા શબ્દો મારું અંતઃકરણ પ્રગટ કરશે; મારા હોઠો જાણે છે કે જે સત્ય છે તે જ હું બોલીશ. BSB BSB: My words are from an upright heart, and my lips speak sincerely what I know.
4 ULB ઈશ્વરના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે; સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે. BSB BSB: The Spirit of God has made me, and the breath of the Almighty gives me life.
5 ULB જો તારાથી શક્ય હોય, તો તું મને જવાબ આપ; ઊભો થઈ જા અને તારી દલીલો મારી સામે રજૂ કર. BSB BSB: Refute me if you can; prepare your case and confront me.
6 ULB જુઓ, આપણે બન્ને ઈશ્વરની નજરમાં સમાન છીએ; મને પણ માટીમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. BSB BSB: I am just like you before God; I was also formed from clay.
7 ULB જો, તારે મારાથી ડરવાની જરૂર નથી, અથવા મારું દબાણ તને ભારે પડશે નહિ. BSB BSB: Surely no fear of me should terrify you; nor will my hand be heavy upon you.
8 ULB નિશ્ચે તેં મારા સંભાળતાં કહ્યું છે; મેં તને એવા શબ્દો કહેતા સાંભળ્યો છે, BSB BSB: Surely you have spoken in my hearing, and I have heard these very words:
9 ULB 'હું શુદ્ધ અને અપરાધ વિનાનો છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ પાપ નથી. BSB BSB: ‘I am pure, without transgression; I am clean, with no iniquity in me.
10 ULB જો, ઈશ્વર મારા પર હુમલો કરવાની તક શોધે છે; તેઓ મને તેમના એક દુશ્મન સમાન ગણે છે. BSB BSB: Yet God finds occasions against me; He counts me as His enemy.
11 ULB તે મારા પગોને હેડમાં મૂકે છે; તે મારા સર્વ માર્ગોની સંભાળ રાખે છે.' BSB BSB: He puts my feet in the stocks; He watches over all my paths.’
12 ULB જો, હું તને જવાબ આપીશ કે: ઈશ્વર માણસ કરતાં મહાન છે માટે તારે તે કહેવું યોગ્ય નથી. BSB BSB: Behold, you are not right in this matter. I will answer you, for God is greater than man.
13 ULB "તું શા માટે તેમની સાથે બાથ ભીડે છે?" કારણ કે તે કોઈના કાર્યો વિષે મહિતી આપતા નથી. BSB BSB: Why do you complain to Him that He answers nothing a man asks?
14 ULB કેમ કે ઈશ્વર એક વાર બોલે છે હા, બે વાર બોલે છે, છતાં પણ માણસ તે બાબત પર ધ્યાન આપતો નથી. BSB BSB: For God speaks in one way and in another, yet no one notices.
15 ULB જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, પથારી પર ઊંઘતા હોય, સ્વપ્નમાં અથવા રાતના સંદર્શનમાં હોય ત્યારે, BSB BSB: In a dream, in a vision in the night, when deep sleep falls upon men as they slumber on their beds,
16 ULB ઈશ્વર માણસોના કાન ઉઘાડે છે, અને તેઓને ચેતવણીથી ભયભીત કરે છે, BSB BSB: He opens their ears and terrifies them with warnings
17 ULB અને આ મુજબ માણસને તેના પાપી ધ્યેયોથી અટકાવે, અને તેને અહંકારથી દૂર કરે. BSB BSB: to turn a man from wrongdoing and keep him from pride,
18 ULB ઈશ્વર લોકોના જીવનોને ખાડામાં પડતા અટકાવે છે, અને તેઓનાં જીવનને નાશ પામતા બચાવે છે. BSB BSB: to preserve his soul from the Pit and his life from perishing by the sword.
19 ULB તેમ છતાં માણસને પથારીમાં થતા દુઃખથી, અને તેનાં હાડકામાં વેદના આપીને તેમને સમજાવે છે. BSB BSB: A man is also chastened on his bed with pain and constant distress in his bones,
20 ULB તેથી તેનું જીવન ભોજનથી, અને તેનો આત્મા સ્વાદિષ્ટ ભોજનથી પણ કંટાળી જાય છે. BSB BSB: so that he detests his bread, and his soul loathes his favorite food.
21 ULB તેનું શરીર સુકાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે; તેનાં હાડકાં દેખાતાં ન હતાં તે હવે દેખાઈ આવે છે. BSB BSB: His flesh wastes away from sight, and his hidden bones protrude.
22 ULB ખરેખર, તેનો આત્મા કબરની પાસે છે, અને તેનું જીવન નાશ કરનારાઓની નજીક છે. BSB BSB: He draws near to the Pit, and his life to the messengers of death.
23 ULB માણસને શું કરવું સારું છે તે બતાવવાને, હજારો સ્વર્ગદૂતોમાંથી એક દૂત, મધ્યસ્થી તરીકે તેની સાથે હોય, BSB BSB: Yet if there is a messenger on his side, one mediator in a thousand, to tell a man what is right for him,
24 ULB અને તે દૂત તેેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે, 'આ માણસને કબરમાં જતાં અટકાવો; કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,' BSB BSB: to be gracious to him and say, ‘Spare him from going down to the Pit; I have found his ransom,’
25 ULB ત્યારબાદ તેનું શરીર નાના બાળક કરતાં શુદ્ધ થઈ જશે; અને તે પાછો તેની યુવાનીના દિવસો પ્રાપ્ત કરશે. BSB BSB: then his flesh is refreshed like a child’s; he returns to the days of his youth.
26 ULB તે ઈશ્વરને પ્રાર્થના કરશે અને ઈશ્વર તેને કૃપા આપે છે, અને તે ઈશ્વરનું મુખ જોઈને આનંદ કરે છે. અને ઈશ્વર તે માણસને તેની પ્રામાણિક્તા પાછી આપે છે. BSB BSB: He prays to God and finds favor; he sees God’s face and shouts for joy, and God restores His righteousness to that man.
27 ULB ત્યારે તે માણસ અન્ય લોકોની સમક્ષ સ્તુતિ કરશે અને કહેશે કે, મેં પાપ કર્યું હતું અને જે સત્ય હતું તેને વિપરીત કર્યું હતું, પણ મારા પાપ પ્રમાણે મને સજા કરવામાં આવી નહિ. BSB BSB: Then he sings before men with these words: ‘I have sinned and perverted what was right; yet I did not get what I deserved.
28 ULB 'ઈશ્વરે મને મોતના મુખમાંથી બચાવ્યો છે; અને હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.' BSB BSB: He redeemed my soul from going down to the Pit, and I will live to see the light.’
29 ULB જુઓ, ઈશ્વર આ બધી બાબતો માણસો સાથે કરે છે, બે વાર, હા, ત્રણ વાર પણ તે એમ જ વર્તે છે, BSB BSB: Behold, all these things God does to a man, two or even three times,
30 ULB તેઓ તેનું જીવન કબરમાંથી પાછું લાવે છે, જેથી તેને જીવનનો પ્રકાશ પ્રાપ્ત થાય. BSB BSB: to bring back his soul from the Pit, that he may be enlightened with the light of life.
31 ULB હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ; તું શાંત રહે અને હું બોલીશ. BSB BSB: Pay attention, Job, and listen to me; be silent, and I will speak.
32 ULB પણ જો તારે કંઈ કહેવું હોય, તો મને જવાબ આપ; બોલ, કારણ કે, હું તને નિર્દોષ જાહેર કરવા માગું છું. BSB BSB: But if you have something to say, answer me; speak up, for I would like to vindicate you.
33 ULB જો, નહિતો મારું સાંભળ; શાંત રહે અને હું તને જ્ઞાન શીખવીશ." BSB BSB: But if not, then listen to me; be quiet, and I will teach you wisdom.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.