1 ULB અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે: BSB BSB: Then Elihu continued:
2 ULB "હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો." BSB BSB: “Hear my words, O wise men; give ear to me, O men of learning.
3 ULB જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે. BSB BSB: For the ear tests words as the mouth tastes food.
4 ULB આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ. BSB BSB: Let us choose for ourselves what is right; let us learn together what is good.
5 ULB કારણ કે અયૂબે કહ્યું છે કે, 'હું ન્યાયી છું, અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે. BSB BSB: For Job has declared, ‘I am righteous, yet God has deprived me of justice.
6 ULB હું ન્યાયી છું છતાં હું જૂઠાબોલા તરીકે ગણાઉં છું. મારા જખમ જીવલેણ છે; છતાં પણ હું પાપ વિનાનો છું.' BSB BSB: Would I lie about my case? My wound is incurable, though I am without transgression.’
7 ULB અયૂબના જેવો માણસ કોણ છે, કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે, BSB BSB: What man is like Job, who drinks up derision like water?
8 ULB તે દુષ્ટતા કરનારા લોકોની સંગતમાં રહે છે, અને તે દુષ્ટ લોકોની સાથે ફરે છે. BSB BSB: He keeps company with evildoers and walks with wicked men.
9 ULB તેણે કહ્યું છે કે, 'ઈશ્વર જે ઇચ્છે છે તે કરવામાં માણસને કોઈ ફાયદો નથી.' BSB BSB: For he has said, ‘It profits a man nothing that he should delight in God.’
10 ULB તેથી હે શાણા માણસો, મારું સાંભળો: ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ; અને સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ. BSB BSB: Therefore listen to me, O men of understanding. Far be it from God to do wrong, and from the Almighty to act unjustly.
11 ULB કારણ કે તે વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો આપે છે; તેઓ દરેક માણસને તેનો બદલો આપશે. BSB BSB: For according to a man’s deeds He repays him; according to a man’s ways He brings consequences.
12 ULB ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અથવા સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ અન્યાય કરે નહિ. BSB BSB: Indeed, it is true that God does not act wickedly, and the Almighty does not pervert justice.
13 ULB કોણે તેમને પૃથ્વીની જવાબદારી આપી છે? કોણે તેમને દરેક વસ્તુઓ પર સત્તા આપી છે? BSB BSB: Who gave Him charge over the earth? Who appointed Him over the whole world?
14 ULB જો તે માત્ર પોતાના જ ઇરાદા પાર પાડે જો ઈશ્વર પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે, BSB BSB: If He were to set His heart to it and withdraw His Spirit and breath,
15 ULB તો સર્વ માણસો નાશ પામે; અને માણસ જાત ફરી પાછી ધૂળ ભેગી થઈ જાય. BSB BSB: all flesh would perish together and mankind would return to the dust.
16 ULB જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો; મારા શબ્દો ધ્યાનમાં રાખો. BSB BSB: If you have understanding, hear this; listen to my words.
17 ULB જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે? ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ? BSB BSB: Could one who hates justice govern? Will you condemn the just and mighty One,
18 ULB ઈશ્વર કદી રાજાને કહે છે કે, 'તું નકામો છે,' અથવા રાજકુમારોને કહે છે કે, 'તમે દુષ્ટ છો?' BSB BSB: who says to kings, ‘You are worthless!’ and to nobles, ‘You are wicked,’
19 ULB ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી, કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે. BSB BSB: who is not partial to princes and does not favor rich over poor? For they are all the work of His hands.
20 ULB એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે; મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે; મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ. BSB BSB: They die in an instant, in the middle of the night. The people convulse and pass away; the mighty are removed without human hand.
21 ULB કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે; તે તેની સઘળી વર્તણૂક જુએ છે. BSB BSB: For His eyes are on the ways of a man, and He sees his every step.
22 ULB દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ પડદો કે અંધકાર નથી. BSB BSB: There is no darkness or deep shadow where the workers of iniquity can hide.
23 ULB કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી; કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી. BSB BSB: For God need not examine a man further or have him approach for judgment.
24 ULB ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે. BSB BSB: He shatters the mighty without inquiry and sets up others in their place.
25 ULB આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે; તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે. BSB BSB: Therefore, He recognizes their deeds; He overthrows them in the night and they are crushed.
26 ULB દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે BSB BSB: He strikes them for their wickedness in full view,
27 ULB કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે. BSB BSB: because they turned aside from Him and had no regard for any of His ways.
28 ULB આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે; તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે. BSB BSB: They caused the cry of the poor to come before Him, and He heard the outcry of the afflicted.
29 ULB જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે? પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે? તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે, BSB BSB: But when He remains silent, who can condemn Him? When He hides His face, who can see Him? Yet He watches over both man and nation,
30 ULB કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ, એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ. BSB BSB: that godless men should not rule or lay snares for the people.
31 ULB શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે કે, 'હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ; BSB BSB: Suppose someone says to God, ‘I have endured my punishment; I will offend no more.
32 ULB હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ; મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.' BSB BSB: Teach me what I cannot see; if I have done wrong, I will not do it again.’
33 ULB તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે? એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ. માટે જે કંઈ તું જાણે છે તે કહે. BSB BSB: Should God repay you on your own terms when you have disavowed Him? You must choose, not I; so tell me what you know.
34 ULB ડાહ્યો માણસ મને કહેશે, ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે, BSB BSB: Men of understanding will declare to me, and the wise men who hear me will say:
35 ULB 'અયૂબ જ્ઞાન વગર બોલે છે; તેના શબ્દો ડહાપણ વિનાના છે.' BSB BSB: ‘Job speaks without knowledge; his words lack insight.’
36 ULB દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું! BSB BSB: If only Job were tried to the utmost for answering like a wicked man.
37 ULB "કેમ કે તે પોતાનાં પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે; તે આપણી મધ્યે અપમાન કરીને તાળીઓ પાડે છે; તે ઈશ્વરની વિરુદ્ધ લાંબી વાતો કરે છે." BSB BSB: For he adds rebellion to his sin; he claps his hands among us and multiplies his words against God.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.