1 ULB દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે. BSB BSB: Every wise woman builds her house, but a foolish one tears it down with her own hands.
2 ULB જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે. BSB BSB: He who walks in uprightness fears the LORD, but the one who is devious in his ways despises Him.
3 ULB મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે. BSB BSB: The proud speech of a fool brings a rod to his back, but the lips of the wise protect them.
4 ULB જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે. BSB BSB: Where there are no oxen, the manger is empty, but an abundant harvest comes through the strength of the ox.
5 ULB વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે. BSB BSB: An honest witness does not deceive, but a dishonest witness pours forth lies.
6 ULB હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે. BSB BSB: A mocker seeks wisdom and finds none, but knowledge comes easily to the discerning.
7 ULB મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે, BSB BSB: Stay away from a foolish man; you will gain no knowledge from his speech.
8 ULB પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે. BSB BSB: The wisdom of the prudent is to discern his way, but the folly of fools deceives them.
9 ULB મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે. BSB BSB: Fools mock the making of amends, but goodwill is found among the upright.
10 ULB અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી. BSB BSB: The heart knows its own bitterness, and no stranger shares in its joy.
11 ULB દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે. BSB BSB: The house of the wicked will be destroyed, but the tent of the upright will flourish.
12 ULB એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે. BSB BSB: There is a way that seems right to a man, but its end is the way of death.
13 ULB હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે. BSB BSB: Even in laughter the heart may ache, and joy may end in sorrow.
14 ULB પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે. BSB BSB: The backslider in heart receives the fill of his own ways, but a good man is rewarded for his ways.
16 ULB જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે. BSB BSB: A wise man fears and turns from evil, but a fool is careless and reckless.
17 ULB જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે. BSB BSB: A quick-tempered man acts foolishly, and a devious man is hated.
18 ULB ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે. BSB BSB: The simple inherit folly, but the prudent are crowned with knowledge.
19 ULB દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે. BSB BSB: The evil bow before the good, and the wicked at the gates of the righteous.
20 ULB ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે. BSB BSB: The poor man is hated even by his neighbor, but many are those who love the rich.
21 ULB પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે. BSB BSB: He who despises his neighbor sins, but blessed is he who shows kindness to the poor.
22 ULB ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે. BSB BSB: Do not those who contrive evil go astray? But those who plan goodness find loving devotion and faithfulness.
23 ULB જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે. BSB BSB: There is profit in all labor, but mere talk leads only to poverty.
24 ULB જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે. BSB BSB: The crown of the wise is their wealth, but the effort of fools is folly.
25 ULB સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે. BSB BSB: A truthful witness saves lives, but one who utters lies is deceitful.
26 ULB યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે. BSB BSB: He who fears the LORD is secure in confidence, and his children shall have a place of refuge.
27 ULB મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે. BSB BSB: The fear of the LORD is a fountain of life, turning a man from the snares of death.
28 ULB ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે, પણ પ્રજા વિના શાસક નાશ પામે છે. BSB BSB: A large population is a king’s splendor, but a lack of subjects is a prince’s ruin.
29 ULB જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે. BSB BSB: A patient man has great understanding, but a quick-tempered man promotes folly.
30 ULB હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે. BSB BSB: A tranquil heart is life to the body, but envy rots the bones.
31 ULB ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે. BSB BSB: Whoever oppresses the poor taunts their Maker, but whoever is kind to the needy honors Him.
32 ULB દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે, પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે. BSB BSB: The wicked man is thrown down by his own sin, but the righteous man has a refuge even in death.
33 ULB બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે. BSB BSB: Wisdom rests in the heart of the discerning; even among fools she is known.
34 ULB ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે. BSB BSB: Righteousness exalts a nation, but sin is a disgrace to any people.
35 ULB બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે. BSB BSB: A king delights in a wise servant, but his anger falls on the shameful.
Select verses for actions: Enter goes to them and Escape comes back.