1 ULB નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે. BSB BSB: A gentle answer turns away wrath, but a harsh word stirs up anger.
2 ULB જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે. BSB BSB: The tongue of the wise commends knowledge, but the mouth of the fool spouts folly.
3 ULB યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે. BSB BSB: The eyes of the LORD are in every place, observing the evil and the good.
4 ULB નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે. BSB BSB: A soothing tongue is a tree of life, but a perverse tongue crushes the spirit.
5 ULB મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે. BSB BSB: A fool rejects his father’s discipline, but whoever heeds correction is prudent.
6 ULB નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે. BSB BSB: The house of the righteous has great treasure, but the income of the wicked is trouble.
7 ULB જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે. BSB BSB: The lips of the wise spread knowledge, but not so the hearts of fools.
8 ULB દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે. BSB BSB: The sacrifice of the wicked is detestable to the LORD, but the prayer of the upright is His delight.
9 ULB દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે. BSB BSB: The LORD detests the way of the wicked, but He loves those who pursue righteousness.
10 ULB સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે. BSB BSB: Discipline is harsh for him who leaves the path; he who hates correction will die.
11 ULB શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ? BSB BSB: Sheol and Abaddon lie open before the LORD—how much more the hearts of men!
12 ULB તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી. BSB BSB: A mocker does not love to be reproved, nor will he consult the wise.
13 ULB અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે. BSB BSB: A joyful heart makes a cheerful countenance, but sorrow of the heart crushes the spirit.
14 ULB જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે. BSB BSB: A discerning heart seeks knowledge, but the mouth of a fool feeds on folly.
15 ULB જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે. BSB BSB: All the days of the oppressed are bad, but a cheerful heart has a continual feast.
16 ULB ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે. BSB BSB: Better a little with the fear of the LORD than great treasure with turmoil.
17 ULB વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે. BSB BSB: Better a dish of vegetables where there is love than a fattened ox with hatred.
18 ULB ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે. BSB BSB: A hot-tempered man stirs up strife, but he who is slow to anger calms dispute.
19 ULB આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે. BSB BSB: The way of the slacker is like a hedge of thorns, but the path of the upright is a highway.
20 ULB ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે. BSB BSB: A wise son brings joy to his father, but a foolish man despises his mother.
21 ULB અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે. BSB BSB: Folly is joy to one who lacks judgment, but a man of understanding walks a straight path.
22 ULB સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે. BSB BSB: Plans fail for lack of counsel, but with many advisers they succeed.
23 ULB પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે! BSB BSB: A man takes joy in a fitting reply—and how good is a timely word!
24 ULB જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે. BSB BSB: The path of life leads upward for the wise, that he may avoid going down to Sheol.
25 ULB યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે. BSB BSB: The LORD tears down the house of the proud, but He protects the boundaries of the widow.
26 ULB દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે, પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે. BSB BSB: The LORD detests the thoughts of the wicked, but the words of the pure are pleasant to Him.
27 ULB જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે. BSB BSB: He who is greedy for unjust gain brings trouble on his household, but he who hates bribes will live.
28 ULB સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે. BSB BSB: The heart of the righteous ponders how to answer, but the mouth of the wicked blurts out evil.
29 ULB યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે. BSB BSB: The LORD is far from the wicked, but He hears the prayer of the righteous.
30 ULB આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે. BSB BSB: The light of the eyes cheers the heart, and good news nourishes the bones.
31 ULB ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે. BSB BSB: He who listens to life-giving reproof will dwell among the wise.
32 ULB શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે. BSB BSB: He who ignores discipline despises himself, but whoever heeds correction gains understanding.
33 ULB યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે. BSB BSB: The fear of the LORD is the instruction of wisdom, and humility comes before honor.
Select verses for actions: Enter goes to them and Escape comes back.