1 ULB મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, BSB BSB: My son, if you accept my words and hide my commandments within you,
2 ULB ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે; BSB BSB: if you incline your ear to wisdom and direct your heart to understanding,
3 ULB જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; BSB BSB: if you truly call out to insight and lift your voice to understanding,
4 ULB જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે; BSB BSB: if you seek it like silver and search it out like hidden treasure,
5 ULB તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે. BSB BSB: then you will discern the fear of the LORD and discover the knowledge of God.
6 ULB કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે. BSB BSB: For the LORD gives wisdom; from His mouth come knowledge and understanding.
7 ULB તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે. BSB BSB: He stores up sound wisdom for the upright; He is a shield to those who walk with integrity,
8 ULB તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે. BSB BSB: to guard the paths of justice and protect the way of His saints.
9 ULB ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે. BSB BSB: Then you will discern righteousness and justice and equity—every good path.
10 ULB તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે. BSB BSB: For wisdom will enter your heart, and knowledge will delight your soul.
11 ULB વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે. BSB BSB: Discretion will watch over you, and understanding will guard you,
12 ULB તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે, BSB BSB: to deliver you from the way of evil, from the man who speaks perversity,
13 ULB જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે. BSB BSB: from those who leave the straight paths to walk in the ways of darkness,
14 ULB જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે. BSB BSB: from those who enjoy doing evil and rejoice in the twistedness of evil,
15 ULB તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે. BSB BSB: whose paths are crooked and whose ways are devious.
16 ULB વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે. BSB BSB: It will rescue you from the forbidden woman, from the stranger with seductive words
17 ULB તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે. BSB BSB: who abandons the partner of her youth and forgets the covenant of her God.
18 ULB કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે. BSB BSB: For her house sinks down to death, and her tracks to the departed spirits.
19 ULB તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી. BSB BSB: None who go to her return or negotiate the paths of life.
20 ULB તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. BSB BSB: So you will follow in the ways of the good, and keep to the paths of the righteous.
21 ULB કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે. BSB BSB: For the upright will inhabit the land, and the blameless will remain in it;
22 ULB પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે. BSB BSB: but the wicked will be cut off from the land, and the unfaithful will be uprooted.
Select verses for actions: Enter goes to them and Escape comes back.