1 ULB પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે. BSB BSB: The king’s heart is a waterway in the hand of the LORD; He directs it where He pleases.
2 ULB માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે. BSB BSB: All a man’s ways seem right to him, but the LORD weighs the heart.
3 ULB ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે. BSB BSB: To do righteousness and justice is more desirable to the LORD than sacrifice.
4 ULB અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે. BSB BSB: Haughty eyes and a proud heart—the guides of the wicked—are sin.
5 ULB ઉદ્યમીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે. BSB BSB: The plans of the diligent bring plenty, as surely as haste leads to poverty.
6 ULB જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે. BSB BSB: Making a fortune by a lying tongue is a vanishing mist, a deadly pursuit.
7 ULB દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે. BSB BSB: The violence of the wicked will sweep them away because they refuse to do what is just.
8 ULB અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે. BSB BSB: The way of a guilty man is crooked, but the conduct of the innocent is upright.
9 ULB કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે. BSB BSB: Better to live on a corner of the roof than to share a house with a quarrelsome wife.
10 ULB દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી. BSB BSB: The soul of the wicked man craves evil; his neighbor finds no favor in his eyes.
11 ULB જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે. BSB BSB: When a mocker is punished, the simple gain wisdom; and when a wise man is instructed, he acquires knowledge.
12 ULB ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે. BSB BSB: The Righteous One considers the house of the wicked and brings the wicked to ruin.
13 ULB જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ. BSB BSB: Whoever shuts his ears to the cry of the poor, he too shall cry out and receive no answer.
14 ULB છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. BSB BSB: A gift in secret soothes anger, and a covert bribe pacifies great wrath.
15 ULB નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે. BSB BSB: Justice executed is a joy to the righteous, but a terror to the workers of iniquity.
16 ULB સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે. BSB BSB: The man who strays from the path of understanding will rest in the assembly of the dead.
17 ULB મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ. BSB BSB: He who loves pleasure will become poor; the one who loves wine and oil will never be rich.
18 ULB નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે. BSB BSB: The wicked become a ransom for the righteous, and the faithless for the upright.
19 ULB કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. BSB BSB: Better to live in the desert than with a contentious and ill-tempered wife.
20 ULB જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે. BSB BSB: Precious treasures and oil are in the dwelling of the wise, but a foolish man consumes them.
21 ULB જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે. BSB BSB: He who pursues righteousness and loving devotion finds life, righteousness, and honor.
22 ULB જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે. BSB BSB: A wise man scales the city of the mighty and pulls down the stronghold in which they trust.
23 ULB જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે. BSB BSB: He who guards his mouth and tongue keeps his soul from distress.
24 ULB જે માણસ ઘમંડી છે; તેનું નામ "તિરસ્કાર" કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે. BSB BSB: Mocker is the name of the proud and arrogant man—of him who acts with excessive pride.
25 ULB આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. BSB BSB: The craving of the slacker kills him because his hands refuse to work.
26 ULB એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી. BSB BSB: All day long he covets more, but the righteous give without restraint.
27 ULB દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય. BSB BSB: The sacrifice of the wicked is detestable—how much more so when brought with ill intent!
28 ULB જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે. BSB BSB: A lying witness will perish, but the man who listens to truth will speak forever.
29 ULB દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે. BSB BSB: A wicked man hardens his face, but the upright man makes his way sure.
30 ULB કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ. BSB BSB: There is no wisdom, no understanding, no counsel that can prevail against the LORD.
31 ULB યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે. BSB BSB: A horse is prepared for the day of battle, but victory is of the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.