1 ULB જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે. BSB BSB: Blessed are those whose way is blameless, who walk in the Law of the LORD.
2 ULB જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે. BSB BSB: Blessed are those who keep His testimonies and seek Him with all their heart.
3 ULB તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે. BSB BSB: They do no iniquity; they walk in His ways.
4 ULB તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ. BSB BSB: You have ordained Your precepts, that we should keep them diligently.
5 ULB તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું! BSB BSB: Oh, that my ways were committed to keeping Your statutes!
6 ULB જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં. BSB BSB: Then I would not be ashamed when I consider all Your commandments.
7 ULB જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ. BSB BSB: I will praise You with an upright heart when I learn Your righteous judgments.
8 ULB હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો. BSB BSB: I will keep Your statutes; do not utterly forsake me.
9 ULB જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી. BSB BSB: How can a young man keep his way pure? By guarding it according to Your word.
10 ULB મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો. BSB BSB: With all my heart I have sought You; do not let me stray from Your commandments.
11 ULB મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું. BSB BSB: I have hidden Your word in my heart that I might not sin against You.
12 ULB હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો. BSB BSB: Blessed are You, O LORD; teach me Your statutes.
13 ULB મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ. BSB BSB: With my lips I proclaim all the judgments of Your mouth.
14 ULB તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે. BSB BSB: I rejoice in the way of Your testimonies as much as in all riches.
15 ULB હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ. BSB BSB: I will meditate on Your precepts and regard Your ways.
16 ULB તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. BSB BSB: I will delight in Your statutes; I will not forget Your word.
17 ULB તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું. BSB BSB: Deal bountifully with Your servant, that I may live and keep Your word.
18 ULB તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો. BSB BSB: Open my eyes that I may see wondrous things from Your law.
19 ULB હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો. BSB BSB: I am a stranger on the earth; do not hide Your commandments from me.
20 ULB મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે. BSB BSB: My soul is consumed with longing for Your judgments at all times.
21 ULB તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો. BSB BSB: You rebuke the arrogant—the cursed who stray from Your commandments.
22 ULB મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે. BSB BSB: Remove my scorn and contempt, for I have kept Your testimonies.
23 ULB સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે. BSB BSB: Though rulers sit and slander me, Your servant meditates on Your statutes.
24 ULB તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે. BSB BSB: Your testimonies are indeed my delight; they are my counselors.
25 ULB મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો. BSB BSB: My soul cleaves to the dust; revive me according to Your word.
26 ULB મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો. BSB BSB: I recounted my ways, and You answered me; teach me Your statutes.
27 ULB તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું. BSB BSB: Make clear to me the way of Your precepts; then I will meditate on Your wonders.
28 ULB દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો. BSB BSB: My soul melts with sorrow; strengthen me according to Your word.
29 ULB અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો. BSB BSB: Remove me from the path of deceit and graciously grant me Your law.
30 ULB મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે. BSB BSB: I have chosen the way of truth; I have set Your ordinances before me.
31 ULB હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે. BSB BSB: I cling to Your testimonies, O LORD; let me not be put to shame.
32 ULB તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો. BSB BSB: I run in the path of Your commandments, for You will enlarge my heart.
33 ULB હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ. BSB BSB: Teach me, O LORD, the way of Your statutes, and I will keep them to the end.
34 ULB મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ. BSB BSB: Give me understanding that I may obey Your law, and follow it with all my heart.
35 ULB મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું. BSB BSB: Direct me in the path of Your commandments, for there I find delight.
36 ULB તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો. BSB BSB: Turn my heart to Your testimonies and not to covetous gain.
37 ULB વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો. BSB BSB: Turn my eyes away from worthless things; revive me with Your word.
38 ULB તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો. BSB BSB: Establish Your word to Your servant, to produce reverence for You.
39 ULB જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે. BSB BSB: Turn away the disgrace I dread, for Your judgments are good.
40 ULB જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો. BSB BSB: How I long for Your precepts! Revive me in Your righteousness.
41 ULB હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો. BSB BSB: May Your loving devotion come to me, O LORD, Your salvation, according to Your promise.
42 ULB તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું. BSB BSB: Then I can answer him who taunts, for I trust in Your word.
43 ULB મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું. BSB BSB: Never take Your word of truth from my mouth, for I hope in Your judgments.
44 ULB હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ. BSB BSB: I will always obey Your law, forever and ever.
45 ULB તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ. BSB BSB: And I will walk in freedom, for I have sought Your precepts.
46 ULB હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ. BSB BSB: I will speak of Your testimonies before kings, and I will not be ashamed.
47 ULB તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે. BSB BSB: I delight in Your commandments because I love them.
48 ULB હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ. BSB BSB: I lift up my hands to Your commandments, which I love, and I meditate on Your statutes.
49 ULB તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો. BSB BSB: Remember Your word to Your servant, upon which You have given me hope.
50 ULB મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે. BSB BSB: This is my comfort in affliction, that Your promise has given me life.
51 ULB અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી. BSB BSB: The arrogant utterly deride me, but I do not turn from Your law.
52 ULB હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે. BSB BSB: I remember Your judgments of old, O LORD, and in them I find comfort.
53 ULB જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે. BSB BSB: Rage has taken hold of me because of the wicked who reject Your law.
54 ULB તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે. BSB BSB: Your statutes are songs to me in the house of my pilgrimage.
55 ULB હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું. BSB BSB: In the night, O LORD, I remember Your name, that I may keep Your law.
56 ULB આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે. BSB BSB: This is my practice, for I obey Your precepts.
57 ULB હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે. BSB BSB: The LORD is my portion; I have promised to keep Your words.
58 ULB મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો. BSB BSB: I have sought Your face with all my heart; be gracious to me according to Your promise.
59 ULB મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું. BSB BSB: I considered my ways and turned my steps to Your testimonies.
60 ULB તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી. BSB BSB: I hurried without hesitating to keep Your commandments.
61 ULB મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી. BSB BSB: Though the ropes of the wicked bind me, I do not forget Your law.
62 ULB તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ. BSB BSB: At midnight I rise to give You thanks for Your righteous judgments.
63 ULB જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું. BSB BSB: I am a friend to all who fear You, and to those who keep Your precepts.
64 ULB હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો. BSB BSB: The earth is filled with Your loving devotion, O LORD; teach me Your statutes.
65 ULB હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે. BSB BSB: You are good to Your servant, O LORD, according to Your word.
66 ULB મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું. BSB BSB: Teach me good judgment and knowledge, for I believe in Your commandments.
67 ULB દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું. BSB BSB: Before I was afflicted, I went astray; but now I keep Your word.
68 ULB તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો. BSB BSB: You are good, and You do what is good; teach me Your statutes.
69 ULB ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ. BSB BSB: Though the arrogant have smeared me with lies, I keep Your precepts with all my heart.
70 ULB તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું. BSB BSB: Their hearts are callous and insensitive, but I delight in Your law.
71 ULB મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું. BSB BSB: It was good for me to be afflicted, that I might learn Your statutes.
72 ULB સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. BSB BSB: The law from Your mouth is more precious to me than thousands of pieces of gold and silver.
73 ULB તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો. BSB BSB: Your hands have made me and fashioned me; give me understanding to learn Your commandments.
74 ULB તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે. BSB BSB: May those who fear You see me and rejoice, for I have hoped in Your word.
75 ULB હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે. BSB BSB: I know, O LORD, that Your judgments are righteous, and that in faithfulness You have afflicted me.
76 ULB તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો. BSB BSB: May Your loving devotion comfort me, I pray, according to Your promise to Your servant.
77 ULB હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. BSB BSB: May Your compassion come to me, that I may live, for Your law is my delight.
78 ULB અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું. BSB BSB: May the arrogant be put to shame for subverting me with a lie; I will meditate on Your precepts.
79 ULB જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો. BSB BSB: May those who fear You turn to me, those who know Your testimonies.
80 ULB તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે. BSB BSB: May my heart be blameless in Your statutes, that I may not be put to shame.
81 ULB મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું. BSB BSB: My soul faints for Your salvation; I wait for Your word.
82 ULB તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે. BSB BSB: My eyes fail, looking for Your promise; I ask, “When will You comfort me?”
83 ULB કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી. BSB BSB: Though I am like a wineskin dried up by smoke, I do not forget Your statutes.
84 ULB તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો? BSB BSB: How many days must Your servant wait? When will You execute judgment on my persecutors?
85 ULB જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે. BSB BSB: The arrogant have dug pits for me in violation of Your law.
86 ULB તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે. BSB BSB: All Your commandments are faithful; I am persecuted without cause—help me!
87 ULB પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી. BSB BSB: They almost wiped me from the earth, but I have not forsaken Your precepts.
88 ULB તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ. BSB BSB: Revive me according to Your loving devotion, that I may obey the testimony of Your mouth.
89 ULB હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે. BSB BSB: Your word, O LORD, is everlasting; it is firmly fixed in the heavens.
90 ULB તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે. BSB BSB: Your faithfulness continues through all generations; You established the earth, and it endures.
91 ULB તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે. BSB BSB: Your ordinances stand to this day, for all things are servants to You.
92 ULB જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત. BSB BSB: If Your law had not been my delight, then I would have perished in my affliction.
93 ULB હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે. BSB BSB: I will never forget Your precepts, for by them You have revived me.
94 ULB હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે. BSB BSB: I am Yours; save me, for I have sought Your precepts.
95 ULB દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ. BSB BSB: The wicked wait to destroy me, but I will ponder Your testimonies.
96 ULB મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી. BSB BSB: I have seen a limit to all perfection, but Your commandment is without limit.
97 ULB તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું. BSB BSB: Oh, how I love Your law! All day long it is my meditation.
98 ULB મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે. BSB BSB: Your commandments make me wiser than my enemies, for they are always with me.
99 ULB મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું. BSB BSB: I have more insight than all my teachers, for Your testimonies are my meditation.
100 ULB વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે. BSB BSB: I discern more than the elders, for I obey Your precepts.
101 ULB હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે. BSB BSB: I have kept my feet from every evil path, that I may keep Your word.
102 ULB તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે. BSB BSB: I have not departed from Your ordinances, for You Yourself have taught me.
103 ULB મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે! BSB BSB: How sweet are Your words to my taste—sweeter than honey in my mouth!
104 ULB તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. BSB BSB: I gain understanding from Your precepts; therefore I hate every false way.
105 ULB મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે. BSB BSB: Your word is a lamp to my feet and a light to my path.
106 ULB હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે. BSB BSB: I have sworn and confirmed that I will keep Your righteous judgments.
107 ULB હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો. BSB BSB: I am severely afflicted, O LORD; revive me through Your word.
108 ULB હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો. BSB BSB: Accept the freewill offerings of my mouth, O LORD, and teach me Your judgments.
109 ULB મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી. BSB BSB: I constantly take my life in my hands, yet I do not forget Your law.
110 ULB દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી. BSB BSB: The wicked have set a snare for me, but I have not strayed from Your precepts.
111 ULB મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે. BSB BSB: Your testimonies are my heritage forever, for they are the joy of my heart.
112 ULB તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે. BSB BSB: I have inclined my heart to perform Your statutes, even to the very end.
113 ULB હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. BSB BSB: The double-minded I despise, but Your law I love.
114 ULB તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે. BSB BSB: You are my hiding place and my shield; I put my hope in Your word.
115 ULB દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું. BSB BSB: Depart from me, you evildoers, that I may obey the commandments of my God.
116 ULB તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ. BSB BSB: Sustain me as You promised, that I may live; let me not be ashamed of my hope.
117 ULB તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ. BSB BSB: Uphold me, and I will be saved, that I may always regard Your statutes.
118 ULB જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે. BSB BSB: You reject all who stray from Your statutes, for their deceitfulness is in vain.
119 ULB તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું. BSB BSB: All the wicked on earth You discard like dross; therefore I love Your testimonies.
120 ULB હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું. BSB BSB: My flesh trembles in awe of You; I stand in fear of Your judgments.
121 ULB મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો. BSB BSB: I have done what is just and right; do not leave me to my oppressors.
122 ULB તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો. BSB BSB: Ensure Your servant’s well-being; do not let the arrogant oppress me.
123 ULB તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે. BSB BSB: My eyes fail, looking for Your salvation, and for Your righteous promise.
124 ULB તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો. BSB BSB: Deal with Your servant according to Your loving devotion, and teach me Your statutes.
125 ULB હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું. BSB BSB: I am Your servant; give me understanding, that I may know Your testimonies.
126 ULB હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે. BSB BSB: It is time for the LORD to act, for they have broken Your law.
127 ULB હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું. BSB BSB: Therefore I love Your commandments more than gold, even the purest gold.
128 ULB તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. BSB BSB: Therefore I admire all Your precepts and hate every false way.
129 ULB તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું. BSB BSB: Wonderful are Your testimonies; therefore I obey them.
130 ULB તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે. BSB BSB: The unfolding of Your words gives light; it informs the simple.
131 ULB હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો. BSB BSB: I open my mouth and pant, longing for Your commandments.
132 ULB જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો. BSB BSB: Turn to me and show me mercy, as You do to those who love Your name.
133 ULB તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો. BSB BSB: Order my steps in Your word; let no sin rule over me.
134 ULB જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું. BSB BSB: Redeem me from the oppression of man, that I may keep Your precepts.
135 ULB તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો. BSB BSB: Make Your face shine upon Your servant, and teach me Your statutes.
136 ULB તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. BSB BSB: My eyes shed streams of tears because Your law is not obeyed.
137 ULB હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે. BSB BSB: Righteous are You, O LORD, and upright are Your judgments.
138 ULB ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે. BSB BSB: The testimonies You have laid down are righteous and altogether faithful.
139 ULB મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે. BSB BSB: My zeal has consumed me because my foes forget Your words.
140 ULB તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે. BSB BSB: Your promise is completely pure; therefore Your servant loves it.
141 ULB હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી. BSB BSB: I am lowly and despised, but I do not forget Your precepts.
142 ULB તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે. BSB BSB: Your righteousness is everlasting and Your law is true.
143 ULB મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે. BSB BSB: Trouble and distress have found me, but Your commandments are my delight.
144 ULB તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ. BSB BSB: Your testimonies are righteous forever. Give me understanding, that I may live.
145 ULB મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, "હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ. BSB BSB: I call with all my heart; answer me, O LORD! I will obey Your statutes.
146 ULB મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ." BSB BSB: I call to You; save me, that I may keep Your testimonies.
147 ULB પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે. BSB BSB: I rise before dawn and cry for help; in Your word I have put my hope.
148 ULB તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી. BSB BSB: My eyes anticipate the watches of night, that I may meditate on Your word.
149 ULB તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. BSB BSB: Hear my voice, O LORD, according to Your loving devotion; give me life according to Your justice.
150 ULB જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે. BSB BSB: Those who follow after wickedness draw near; they are far from Your law.
151 ULB હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. BSB BSB: You are near, O LORD, and all Your commandments are true.
152 ULB લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે. BSB BSB: Long ago I learned from Your testimonies that You have established them forever.
153 ULB મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી. BSB BSB: Look upon my affliction and rescue me, for I have not forgotten Your law.
154 ULB મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો. BSB BSB: Defend my cause and redeem me; revive me according to Your word.
155 ULB દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી. BSB BSB: Salvation is far from the wicked because they do not seek Your statutes.
156 ULB હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. BSB BSB: Great are Your mercies, O LORD; revive me according to Your ordinances.
157 ULB મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી. BSB BSB: Though my persecutors and foes are many, I have not turned from Your testimonies.
158 ULB મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી. BSB BSB: I look on the faithless with loathing because they do not keep Your word.
159 ULB હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો. BSB BSB: Consider how I love Your precepts, O LORD; give me life according to Your loving devotion.
160 ULB તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે. BSB BSB: The entirety of Your word is truth, and all Your righteous judgments endure forever.
161 ULB સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે. BSB BSB: Rulers persecute me without cause, but my heart fears only Your word.
162 ULB જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે. BSB BSB: I rejoice in Your promise like one who finds great spoil.
163 ULB હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું. BSB BSB: I hate and abhor falsehood, but Your law I love.
164 ULB તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું. BSB BSB: Seven times a day I praise You for Your righteous judgments.
165 ULB તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી. BSB BSB: Abundant peace belongs to those who love Your law; nothing can make them stumble.
166 ULB હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે. BSB BSB: I wait for Your salvation, O LORD, and I carry out Your commandments.
167 ULB હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું. BSB BSB: I obey Your testimonies and love them greatly.
168 ULB હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો. BSB BSB: I obey Your precepts and Your testimonies, for all my ways are before You.
169 ULB હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો. BSB BSB: May my cry come before You, O LORD; give me understanding according to Your word.
170 ULB મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો. BSB BSB: May my plea come before You; rescue me according to Your promise.
171 ULB મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો. BSB BSB: My lips pour forth praise, for You teach me Your statutes.
172 ULB મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે. BSB BSB: My tongue sings of Your word, for all Your commandments are righteous.
173 ULB મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે. BSB BSB: May Your hand be ready to help me, for I have chosen Your precepts.
174 ULB હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે. BSB BSB: I long for Your salvation, O LORD, and Your law is my delight.
175 ULB મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ. BSB BSB: Let me live to praise You; may Your judgments sustain me.
176 ULB હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી. BSB BSB: I have strayed like a lost sheep; seek Your servant, for I have not forgotten Your commandments.
Select verses for actions: Enter goes to them and Escape comes back.