1 ULB હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો! BSB BSB: A Psalm of David. O LORD, hear my prayer. In Your faithfulness, give ear to my plea; in Your righteousness, answer me.
2 ULB તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી. BSB BSB: Do not bring Your servant into judgment, for no one alive is righteous before You.
3 ULB મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે. BSB BSB: For the enemy has pursued my soul, crushing my life to the ground, making me dwell in darkness like those long since dead.
4 ULB મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે. BSB BSB: My spirit grows faint within me; my heart is dismayed inside me.
5 ULB હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું. BSB BSB: I remember the days of old; I meditate on all Your works; I consider the work of Your hands.
6 ULB પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે. BSB BSB: I stretch out my hands to You; my soul thirsts for You like a parched land. Selah
7 ULB હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં. BSB BSB: Answer me quickly, O LORD; my spirit fails. Do not hide Your face from me, or I will be like those who descend to the Pit.
8 ULB મને સવારે તમારી કૃપા અનુભવવા દો; કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું. BSB BSB: Let me hear Your loving devotion in the morning, for I have put my trust in You. Teach me the way I should walk, for to You I lift up my soul.
9 ULB હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું. BSB BSB: Deliver me from my enemies, O LORD; I flee to You for refuge.
10 ULB મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કારણ કે તમે મારા ઈશ્વર છો. તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ. BSB BSB: Teach me to do Your will, for You are my God. May Your good Spirit lead me on level ground.
11 ULB હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો. BSB BSB: For the sake of Your name, O LORD, revive me. In Your righteousness, bring my soul out of trouble.
12 ULB તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું. BSB BSB: And in Your loving devotion, cut off my enemies. Destroy all who afflict me, for I am Your servant.
Select verses for actions: Enter goes to them and Escape comes back.