1 ULB હે યહોવાહ, મારો ન્યાય સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો! દંભી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો. BSB BSB: A prayer of David. Hear, O LORD, my righteous plea; listen to my cry. Give ear to my prayer—it comes from lips free of deceit.
2 ULB મારો ન્યાય તમારી હજૂરમાંથી આવો; તમારી આંખો ન્યાયને જુએ! BSB BSB: May my vindication come from Your presence; may Your eyes see what is right.
3 ULB જો તમે મારા હૃદયને પારખ્યું છે, જો તમે મારી તપાસ રાત્રે રાખી છે, તમે મને પવિત્ર કરશો અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડશે નહિ; કેમ કે હું નિશ્ચિત છું કે હું મારા મુખે અપરાધ કરીશ નહિ. BSB BSB: You have tried my heart; You have visited me in the night. You have tested me and found no evil; I have resolved not to sin with my mouth.
4 ULB માણસનાં કૃત્યો વિષે હું બોલું તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું. BSB BSB: As for the deeds of men—by the word of Your lips I have avoided the ways of the violent.
5 ULB મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી. BSB BSB: My steps have held to Your paths; my feet have not slipped.
6 ULB મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો. BSB BSB: I call on You, O God, for You will answer me. Incline Your ear to me; hear my words.
7 ULB જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો! BSB BSB: Show the wonders of Your loving devotion, You who save by Your right hand those who seek refuge from their foes.
8 ULB તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો. BSB BSB: Keep me as the apple of Your eye; hide me in the shadow of Your wings
9 ULB જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો. BSB BSB: from the wicked who assail me, from my mortal enemies who surround me.
10 ULB તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે. BSB BSB: They have closed their callous hearts; their mouths speak with arrogance.
11 ULB તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે. BSB BSB: They have tracked us down, and now surround us; their eyes are set to cast us to the ground,
12 ULB તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા જુવાન સિંહના બચ્ચાં જેવા છે. BSB BSB: like a lion greedy for prey, like a young lion lurking in ambush.
13 ULB હે યહોવાહ, તમે ઊઠો! તેમના પર હુમલો કરો! તેમને નીચે પાડી નાખો! તમારી તલવાર દ્વારા દુષ્ટથી મારા જીવને બચાવો. BSB BSB: Arise, O LORD, confront them! Bring them to their knees; deliver me from the wicked by Your sword,
14 ULB હે યહોવાહ, તમારા હાથ વડે માણસોથી કે જેઓનો હિસ્સો આ જિંદગીમાં છે તેવા આ જગતના માણસોથી મારા જીવને બચાવો! જેઓનાં પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; તેઓને ઘણા બાળકો છે અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી જાય છે. BSB BSB: from such men, O LORD, by Your hand—from men of the world whose portion is in this life. May You fill the bellies of Your treasured ones and satisfy their sons, so they leave their abundance to their children.
15 ULB પણ હું તો ન્યાયપણે વર્તીને તમારું મુખ જોઈશ; જ્યારે હું જાગીશ ત્યારે તમને જોઈને સંતોષ પામીશ. BSB BSB: As for me, I will behold Your face in righteousness; when I awake, I will be satisfied in Your presence.
Select verses for actions: Enter goes to them and Escape comes back.