1 ULB હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું. BSB BSB: For the choirmaster. Of David the servant of the LORD, who sang this song to the LORD on the day the LORD had delivered him from the hand of all his enemies and from the hand of Saul. He said: I love You, O LORD, my strength.
2 ULB યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. BSB BSB: The LORD is my rock, my fortress, and my deliverer. My God is my rock, in whom I take refuge, my shield, and the horn of my salvation, my stronghold.
3 ULB હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. BSB BSB: I will call upon the LORD, who is worthy to be praised; so shall I be saved from my enemies.
4 ULB મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે. BSB BSB: The cords of death encompassed me; the torrents of chaos overwhelmed me.
5 ULB શેઓલ નાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે. BSB BSB: The cords of Sheol entangled me; the snares of death confronted me.
6 ULB મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી. BSB BSB: In my distress I called upon the LORD; I cried to my God for help. From His temple He heard my voice, and my cry for His help reached His ears.
7 ULB ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા. BSB BSB: Then the earth shook and quaked, and the foundations of the mountains trembled; they were shaken because He burned with anger.
8 ULB તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા. BSB BSB: Smoke rose from His nostrils, and consuming fire came from His mouth; glowing coals blazed forth.
9 ULB તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો. BSB BSB: He parted the heavens and came down with dark clouds beneath His feet.
10 ULB તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા. BSB BSB: He mounted a cherub and flew; He soared on the wings of the wind.
11 ULB તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું. BSB BSB: He made darkness His hiding place, and storm clouds a canopy around Him.
12 ULB તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા. BSB BSB: From the brightness of His presence His clouds advanced—hailstones and coals of fire.
13 ULB યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા. BSB BSB: The LORD thundered from heaven; the voice of the Most High resounded—hailstones and coals of fire.
14 ULB તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા. BSB BSB: He shot His arrows and scattered the foes; He hurled lightning and routed them.
15 ULB પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા. BSB BSB: The channels of the sea appeared, and the foundations of the world were exposed, at Your rebuke, O LORD, at the blast of the breath of Your nostrils.
16 ULB તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા. BSB BSB: He reached down from on high and took hold of me; He drew me out of deep waters.
17 ULB તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા. BSB BSB: He rescued me from my powerful enemy, from foes too mighty for me.
18 ULB મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો. BSB BSB: They confronted me in my day of calamity, but the LORD was my support.
19 ULB તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. BSB BSB: He brought me out into the open; He rescued me because He delighted in me.
20 ULB યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. BSB BSB: The LORD has rewarded me according to my righteousness; He has repaid me according to the cleanness of my hands.
21 ULB કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી. BSB BSB: For I have kept the ways of the LORD and have not wickedly departed from my God.
22 ULB હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. BSB BSB: For all His ordinances are before me; I have not disregarded His statutes.
23 ULB વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો. BSB BSB: And I have been blameless before Him and kept myself from iniquity.
24 ULB યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે. BSB BSB: So the LORD has repaid me according to my righteousness, according to the cleanness of my hands in His sight.
25 ULB જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો. BSB BSB: To the faithful You show Yourself faithful, to the blameless You show Yourself blameless;
26 ULB જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો. BSB BSB: to the pure You show Yourself pure, but to the crooked You show Yourself shrewd.
27 ULB કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો. BSB BSB: For You save an afflicted people, but You humble those with haughty eyes.
28 ULB કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે. BSB BSB: For You, O LORD, light my lamp; my God lights up my darkness.
29 ULB કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું. BSB BSB: For in You I can charge an army, and with my God I can scale a wall.
30 ULB ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે. BSB BSB: As for God, His way is perfect; the word of the LORD is flawless. He is a shield to all who take refuge in Him.
31 ULB કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે? BSB BSB: For who is God besides the LORD? And who is the Rock except our God?
32 ULB ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે. BSB BSB: It is God who arms me with strength and makes my way clear.
33 ULB તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે. BSB BSB: He makes my feet like those of a deer and stations me upon the heights.
34 ULB તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. BSB BSB: He trains my hands for battle; my arms can bend a bow of bronze.
35 ULB તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે. BSB BSB: You have given me Your shield of salvation; Your right hand upholds me, and Your gentleness exalts me.
36 ULB તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી. BSB BSB: You broaden the path beneath me so that my ankles do not give way.
37 ULB હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ. BSB BSB: I pursued my enemies and overtook them; I did not turn back until they were consumed.
38 ULB હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે. BSB BSB: I crushed them so they could not rise; they have fallen under my feet.
39 ULB કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે. BSB BSB: You have armed me with strength for battle; You have subdued my foes beneath me.
40 ULB તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું. BSB BSB: You have made my enemies retreat before me; I destroyed those who hated me.
41 ULB તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ. BSB BSB: They cried for help, but there was no one to save them—to the LORD, but He did not answer.
42 ULB પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે. BSB BSB: I ground them as dust in the face of the wind; I trampled them like mud in the streets.
43 ULB તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે. BSB BSB: You have delivered me from the strife of the people; You have made me the head of nations; a people I had not known shall serve me.
44 ULB જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા. BSB BSB: When they hear me, they obey me; foreigners cower before me.
45 ULB વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા. BSB BSB: Foreigners lose heart and come trembling from their strongholds.
46 ULB યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ. BSB BSB: The LORD lives, and blessed be my Rock! And may the God of my salvation be exalted—
47 ULB એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ. BSB BSB: the God who avenges me and subdues nations beneath me,
48 ULB તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. BSB BSB: who delivers me from my enemies. You exalt me above my foes; You rescue me from violent men.
49 ULB માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ. BSB BSB: Therefore I will praise You, O LORD, among the nations; I will sing praises to Your name.
50 ULB તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે. BSB BSB: Great salvation He brings to His king. He shows loving devotion to His anointed, to David and his descendants forever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.