1 ULB હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું! BSB BSB: Of David. To You, O LORD, I lift up my soul;
2 ULB હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો. BSB BSB: in You, my God, I trust. Do not let me be put to shame; do not let my enemies exult over me.
3 ULB જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે! BSB BSB: Surely none who wait for You will be put to shame; but those who engage in treachery without cause will be disgraced.
4 ULB હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો. BSB BSB: Show me Your ways, O LORD; teach me Your paths.
5 ULB તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું. BSB BSB: Guide me in Your truth and teach me, for You are the God of my salvation; all day long I wait for You.
6 ULB હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે. BSB BSB: Remember, O LORD, Your compassion and loving devotion, for they are from age to age.
7 ULB મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો; હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો! BSB BSB: Remember not the sins of my youth, nor my rebellious acts; remember me according to Your loving devotion, because of Your goodness, O LORD.
8 ULB યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે. BSB BSB: Good and upright is the LORD; therefore He shows sinners the way.
9 ULB તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે. BSB BSB: He guides the humble in what is right and teaches them His way.
10 ULB જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે. BSB BSB: All the LORD’s ways are loving and faithful to those who keep His covenant and His decrees.
11 ULB હે યહોવાહ, તમારા નામની ખાતર, મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે. BSB BSB: For the sake of Your name, O LORD, forgive my iniquity, for it is great.
12 ULB યહોવાહથી બીહે એવું માણસ કયું છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે. BSB BSB: Who is the man who fears the LORD? He will instruct him in the path chosen for him.
13 ULB તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે. BSB BSB: His soul will dwell in prosperity, and his descendants will inherit the land.
14 ULB યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે. BSB BSB: The LORD confides in those who fear Him, and reveals His covenant to them.
15 ULB મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે. BSB BSB: My eyes are always on the LORD, for He will free my feet from the mesh.
16 ULB તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું. BSB BSB: Turn to me and be gracious, for I am lonely and afflicted.
17 ULB મારા મનનું દુઃખ વધી ગયું છે; તમે મને મારા સંકટમાંથી છોડાવો. BSB BSB: The troubles of my heart increase; free me from my distress.
18 ULB મારાં દુ:ખ તથા વેદના પર નજર કરો; મારાં સર્વ પાપની ક્ષમા કરો. BSB BSB: Consider my affliction and trouble, and take away all my sins.
19 ULB મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે. BSB BSB: Consider my enemies, for they are many, and they hate me with vicious hatred.
20 ULB મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો; મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. BSB BSB: Guard my soul and deliver me; let me not be put to shame, for I take refuge in You.
21 ULB પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કારણ કે હું તમારા પર આશા રાખું છું. BSB BSB: May integrity and uprightness preserve me, because I wait for You.
22 ULB હે ઈશ્વર, ઇઝરાયલને તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો. BSB BSB: Redeem Israel, O God, from all its distress.
Select verses for actions: Enter goes to them and Escape comes back.