1 ULB હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે. BSB BSB: For the choirmaster. A Maskil of the sons of Korah. As the deer pants for streams of water, so my soul longs after You, O God.
2 ULB ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ? BSB BSB: My soul thirsts for God, the living God. When shall I come and appear in God’s presence?
3 ULB મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, "તારો ઈશ્વર ક્યાં છે?" BSB BSB: My tears have been my food both day and night, while men ask me all day long, “Where is your God?”
4 ULB હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. BSB BSB: These things come to mind as I pour out my soul: how I walked with the multitude, leading the festive procession to the house of God with shouts of joy and praise.
5 ULB હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ. BSB BSB: Why are you downcast, O my soul? Why the unease within me? Put your hope in God, for I will yet praise Him for the salvation of His presence.
6 ULB હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું. BSB BSB: O my God, my soul despairs within me. Therefore I remember You from the land of Jordan and the peaks of Hermon—even from Mount Mizar.
7 ULB તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે. BSB BSB: Deep calls to deep in the roar of Your waterfalls; all Your breakers and waves have rolled over me.
8 ULB દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો. BSB BSB: The LORD decrees His loving devotion by day, and at night His song is with me as a prayer to the God of my life.
9 ULB ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, "તમે મને કેમ ભૂલી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?" BSB BSB: I say to God my Rock, “Why have You forgotten me? Why must I walk in sorrow because of the enemy’s oppression?”
10 ULB "તારા ઈશ્વર ક્યાં છે" એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તલવારની જેમ કચરી નાખે છે. BSB BSB: Like the crushing of my bones, my enemies taunt me, while they say to me all day long, “Where is your God?”
11 ULB હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ. BSB BSB: Why are you downcast, O my soul? Why the unease within me? Put your hope in God, for I will yet praise Him, my Savior and my God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.