1 ULB હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ. BSB BSB: For the choirmaster. With stringed instruments. A Maskil of David. Listen to my prayer, O God, and do not ignore my plea.
2 ULB મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું. BSB BSB: Attend to me and answer me. I am restless in my complaint, and distraught
3 ULB દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે. BSB BSB: at the voice of the enemy, at the pressure of the wicked. For they bring down disaster upon me and resent me in their anger.
4 ULB મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે. BSB BSB: My heart pounds within me, and the terrors of death assail me.
5 ULB મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું. BSB BSB: Fear and trembling grip me, and horror has overwhelmed me.
6 ULB મેં કહ્યું, "જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત. BSB BSB: I said, “Oh, that I had wings like a dove! I would fly away and find rest.
7 ULB હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. સેલાહ BSB BSB: How far away I would flee! In the wilderness I would remain. Selah
8 ULB પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત." BSB BSB: I would hurry to my shelter, far from this raging tempest.”
9 ULB હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે. BSB BSB: O Lord, confuse and confound their speech, for I see violence and strife in the city.
10 ULB તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે. BSB BSB: Day and night they encircle the walls, while malice and trouble lie within.
11 ULB તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી. BSB BSB: Destruction is within; oppression and deceit never leave the streets.
12 ULB કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત. BSB BSB: For it is not an enemy who insults me; that I could endure. It is not a foe who rises against me; from him I could hide.
13 ULB પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર. BSB BSB: But it is you, a man like myself, my companion and close friend.
14 ULB આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા. BSB BSB: We shared sweet fellowship together; we walked with the crowd into the house of God.
15 ULB એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. BSB BSB: Let death seize them by surprise; let them go down to Sheol alive, for evil is with them in their homes.
16 ULB હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે. BSB BSB: But I call to God, and the LORD saves me.
17 ULB હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ અને તે મારો અવાજ સાંભળશે. BSB BSB: Morning, noon, and night, I cry out in distress, and He hears my voice.
18 ULB કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે. BSB BSB: He redeems my soul in peace from the battle waged against me, even though many oppose me.
19 ULB ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી. BSB BSB: God will hear and humiliate them—the One enthroned for the ages—Selah because they do not change and they have no fear of God.
20 ULB મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે. BSB BSB: My companion attacks his friends; he violates his covenant.
21 ULB તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે. BSB BSB: His speech is smooth as butter, but war is in his heart. His words are softer than oil, yet they are swords unsheathed.
22 ULB તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી. BSB BSB: Cast your burden upon the LORD and He will sustain you; He will never let the righteous be shaken.
23 ULB પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ. BSB BSB: But You, O God, will bring them down to the Pit of destruction; men of bloodshed and deceit will not live out half their days. But I will trust in You.
Select verses for actions: Enter goes to them and Escape comes back.