1 ULB હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો. BSB BSB: A song. A Psalm of Asaph. O God, be not silent; be not speechless; be not still, O God.
2 ULB જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે. BSB BSB: See how Your enemies rage, how Your foes have reared their heads.
3 ULB તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે. BSB BSB: With cunning they scheme against Your people and conspire against those You cherish,
4 ULB તેઓએ કહ્યું છે, "ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ." BSB BSB: saying, “Come, let us erase them as a nation; may the name of Israel be remembered no more.”
5 ULB તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે. BSB BSB: For with one mind they plot together; they form an alliance against You—
6 ULB તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ, BSB BSB: the tents of Edom and the Ishmaelites, of Moab and the Hagrites,
7 ULB ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે. BSB BSB: of Gebal, Ammon, and Amalek, of Philistia with the people of Tyre.
8 ULB તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ BSB BSB: Even Assyria has joined them, lending strength to the sons of Lot. Selah
9 ULB તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો. BSB BSB: Do to them as You did to Midian, as to Sisera and Jabin at the River Kishon,
10 ULB એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા. BSB BSB: who perished at Endor and became like dung on the ground.
11 ULB તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો. BSB BSB: Make their nobles like Oreb and Zeeb, and all their princes like Zebah and Zalmunna,
12 ULB તેઓએ કહ્યું, "ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ." BSB BSB: who said, “Let us possess for ourselves the pastures of God.”
13 ULB હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો. BSB BSB: Make them like tumbleweed, O my God, like chaff before the wind.
14 ULB જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો. BSB BSB: As fire consumes a forest, as a flame sets the mountains ablaze,
15 ULB તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો. BSB BSB: so pursue them with Your tempest, and terrify them with Your storm.
16 ULB બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે. BSB BSB: Cover their faces with shame, that they may seek Your name, O LORD.
17 ULB તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો. BSB BSB: May they be ever ashamed and terrified; may they perish in disgrace.
18 ULB જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો. BSB BSB: May they know that You alone, whose name is the LORD, are Most High over all the earth.
Select verses for actions: Enter goes to them and Escape comes back.