1 ULB હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે! BSB BSB: For the choirmaster. According to Gittith. A Psalm of the sons of Korah. How lovely is Your dwelling place, O LORD of Hosts!
2 ULB મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. BSB BSB: My soul longs, even faints, for the courts of the LORD; my heart and my flesh cry out for the living God.
3 ULB ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર. BSB BSB: Even the sparrow has found a home, and the swallow a nest for herself, where she places her young near Your altars, O LORD of Hosts, my King and my God.
4 ULB તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ BSB BSB: How blessed are those who dwell in Your house! They are ever praising You. Selah
5 ULB જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે. BSB BSB: Blessed are those whose strength is in You, whose hearts are set on pilgrimage.
6 ULB રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે. BSB BSB: As they pass through the Valley of Baca, they make it a place of springs; even the autumn rain covers it with pools.
7 ULB તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે. BSB BSB: They go from strength to strength, until each appears before God in Zion.
8 ULB હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ BSB BSB: O LORD God of Hosts, hear my prayer; give ear, O God of Jacob. Selah
9 ULB હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો. BSB BSB: Take notice of our shield, O God, and look with favor on the face of Your anointed.
10 ULB કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે. BSB BSB: For better is one day in Your courts than a thousand elsewhere. I would rather be a doorkeeper in the house of my God than dwell in the tents of the wicked.
11 ULB કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ. BSB BSB: For the LORD God is a sun and a shield; the LORD gives grace and glory; He withholds no good thing from those who walk with integrity.
12 ULB હે સૈન્યોના યહોવાહ, જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે. BSB BSB: O LORD of Hosts, how blessed is the man who trusts in You!
Select verses for actions: Enter goes to them and Escape comes back.