1 ULB યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ. BSB BSB: Sing to the LORD a new song; sing to the LORD, all the earth.
2 ULB યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો. BSB BSB: Sing to the LORD, bless His name; proclaim His salvation day after day.
3 ULB વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો. BSB BSB: Declare His glory among the nations, His wonders among all peoples.
4 ULB કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. BSB BSB: For great is the LORD, and greatly to be praised; He is to be feared above all gods.
5 ULB કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં. BSB BSB: For all the gods of the nations are idols, but it is the LORD who made the heavens.
6 ULB ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે. BSB BSB: Splendor and majesty are before Him; strength and beauty fill His sanctuary.
7 ULB લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. BSB BSB: Ascribe to the LORD, O families of the nations, ascribe to the LORD glory and strength.
8 ULB યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો. BSB BSB: Ascribe to the LORD the glory due His name; bring an offering and enter His courts.
9 ULB પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો. BSB BSB: Worship the LORD in the splendor of His holiness; tremble before Him, all the earth.
10 ULB વિદેશીઓમાં કહો, "યહોવાહ રાજ કરે છે." જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે. BSB BSB: Declare among the nations: “The LORD reigns!” The world is firmly established; it cannot be moved; He will judge the peoples with equity.
11 ULB આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો. BSB BSB: Let the heavens be glad and the earth rejoice; let the sea resound, and all that fills it.
12 ULB ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે BSB BSB: Let the fields exult, and all that is in them. Then all the trees of the forest will sing for joy
13 ULB યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે. BSB BSB: before the LORD, for He is coming—He is coming to judge the earth. He will judge the world in righteousness and the peoples in His faithfulness.
Select verses for actions: Enter goes to them and Escape comes back.